તમારા માટે, તમારી સાથે, સતત…

‘અમ્મા મિયા’ એક માતાની બીજા માતાને ભેટ

તમન્નાની 'નો કિસિંગ સીન' પૉલિસી

0 177
  • મૂવીટીવી – ગરિમા રાવ

‘અમ્મા મિયા’ એક માતાની બીજા માતાને ભેટ
ડ્રીમ ગર્લ હેમા માલિની અને હી-મેન ધર્મેન્દ્રની દીકરી ઇશા દેઓલ બોલિવૂડમાં કાઠંુ કાઢી ન શકી અને પરણીને ઠરીઠામ થઈ. માતા બન્યાં પછીની લાગણી અને બાળકોના ઉછેરને લઈને પોતાના અનુભવને વાગોળતી પુસ્તક લખી લેખન ક્ષેત્રે ડગ માંડનારી ઇશાએ અમ્મા મિયામાં પોતાની સફળતાની પણ વાત કરી છે. ટ્વિટર પર પુસ્તકના ન્યૂઝ આપતા તેણે કેપ્શન લખી છે કે, અમ્મા મિયા એક મા તરફથી બીજી મા માટેની બુક છે. આ બુકમાં સ્ટોરી, બાળકોના ઉછેરની સલાહની સાથે અનેક વાતોની રજૂઆતો છે. ઉલ્લેખનીય છે કે પુસ્તકની પ્રસ્તાવના અભિનેત્રી જયા બચ્ચને લખી છે. બોલિવૂડના કલાકારો ઇશાને ટ્વિટ કરી શુભકામના આપી રહ્યા છે. આશા રાખીએ કે ધરમપુત્રી આ ક્ષેત્રમાં સફળ રહે.
——–.

Related Posts
1 of 14

તમન્નાની ‘નો કિસિંગ સીન’ પૉલિસી
સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાની શર્તો પર ફિલ્મ કરે છે. સાઉથમાં સફળ થયા પછી બોલિવૂડમાં પણ સફળતાનો સ્વાદ ચાખ્યો છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે તે પોતાની ફિલ્મના કોન્ટ્રાક્ટ પર સહી કરતા પહેલાં તેમાં નો કિસિંગ સીન પૉલિસીને ફોલો કરે છે. ૨૦૦૫થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી તમન્નાએ અત્યાર સુધી કોઈ પણ ફિલ્મમાં કિસિંગ સીન આપ્યો નથી. અજય દેવગણ, સૈફ અલી ખાન, અક્ષય કુમાર, રીતેશ દેશમુખ ઉપરાંત મોટા સ્ટાર્સ સાથે કામ કરી બોલિવૂડમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર તમન્ના પોતાની શર્તો પર કામ કરે છે. ફિલ્મી કારકિર્દીની શરૃઆત કરી ત્યારથી જ તે આ નિયમને અનુસરે છે. તમન્નાની આ પૉલિસી બિરદાવવા જેવી તો ખરી જ.
——–.

…તો રાજ કુન્દ્રા જેલમાં જશે?
અભિનેત્રી પૂનમ પાન્ડે પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. કોઈ ને કોઈ કારણસર  સુર્ખીયોમાં રહેતી પૂનમ આ વખતે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના વિરોધમાં એફઆઇઆર નોંધાવવાના કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. એક ઍપના વિરોધમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે રાજની કંપની સંભાળી રહી છે. આ ઍપના કારણે તેનો નંબર લીક થયો છે. જેના કારણે તેની પર અનેક બીભત્સ ફોન કૉલ, ફોટા અને મેસેજ આવવાના શરૃ થઈ ગયા. ગત વર્ષે રાજની કંપનીએ પૂનમ નામની એક ઍપ શરૃ કરી હતી. બંનેએ સાથે મળી એક કોન્ટ્રાક્ટ પણ બનાવ્યો હતો. પાછળથી પૂનમે આ ઍપને બંધ કરવાનું સૂચન કર્યું, પરંતુ કોઈ કારણસર તે ઍપ ચાલુ રહી અને પૂનમનો નંબર લીક થયો. આ કારણે પૂનમે પોતાનો નંબર બંધ કરાવ્યો હતો. થોડા સમય માટે તો દેશ છોડી વિદેશ ચાલી ગઈ હતી. પરત ફર્યા પછી ફોન કૉલ્સ, મેસેજ અને ફોટા આવવાનો સિલસલો ફરી શરૃ થયો. માટે તેણે રાજ સામે ફરિયાદ નોંધાવી છે. હવે જોવાનું એ રહ્યું કે, શિલ્પાના પતિને જેલવાસ થાય છે કે પછી પૂનમ કોર્ટ બહાર ‘માંડવાળી’ કરે છે. બની શકે આ ચર્ચામાં રહેવા માટેનું પૂનમનું કોઈ નવું ગતકડું પણ હોય.
————————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »