તમારા માટે, તમારી સાથે, સતત…

પરિવાર સાથે પ્રેમભર્યા સંબંધો રોગોથી પણ બચાવી શકે છે

સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે ત્યારે જીવન ખુશહાલ બને છે

0 221
  • હેલ્થ  – ભૂમિકા ત્રિવેદી

પારિવારિક સંબંધોમાં સમસ્યા વ્યક્તિના આરોગ્ય પર માઠી અસર પાડે છે. રિલેશનશિપ તમારી ઓવરઓલ હેલ્થને નુકસાન કરે છે. કૌટુંબિક વાતાવરણ ડહોળાઈ જાય ત્યારે માથાનો દુખાવો, પેટને લગતા રોગો સ્ટ્રોકની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત પણ ઘણા એવા સાઇકોસોમેટિક રોગો છે જેની ભેટ પરિવારના ખરાબ સંબંધોને લીધે મળતી હોય છે.

લાઇફ પાર્ટનર, ભાઈ-બહેન, પેરેન્ટ્સ કે સંતાનો સાથે જો રિલેશન સારા ન હોય તો આ ભાવનાત્મક સંબંધોની અસર આરોગ્ય પર પડે છે, જે હાનિકારક બને છે. અગાઉના રિસર્ચમાં કહેવામાં આવતું હતું કે રોમેન્ટિક રિલેશનમાં બ્રેકઅપ થવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડે છે, પરંતુ તાજેતરમાં ટેક્સાસ યુનિવર્સિટીએ કરેલા રિસર્ચમાં સામે આવ્યંુ છે કે પ્રેમસંબંધનો અંત આવ્યા બાદ વ્યક્તિના શરીર અને મન પર જે અસર થાય છે, તેના કરતાં અનેકગણી વધુ અસર પરિવારના સભ્યો સાથેના ખટરાગથી થાય છે. કૌટુંબિક વાતાવરણ ડહોળાઈ જાય ત્યારે માથાનો દુખાવો, પેટને લગતા રોગો સ્ટ્રોકની શક્યતાઓ વધી જાય છે.

Related Posts
1 of 55

સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે ત્યારે જીવન ખુશહાલ બને છે, પરંતુ જો તમારા રિલેશન નબળા પડે ત્યારે સીધી અસર તમારી માનસિક અને શારીરિક હેલ્થ પર પડે છે. નેવું ટકા રોગોનાં લક્ષણો સાઇકોમેટિક હોય છે. હેલ્થ અને રિલેશનશિપ ઇન્ટરકનેક્ટેડ છે. ડાયાબિટીસ, કૅન્સર અને થાઇરોઇડ આ શ્રેણીમાં આવતા રોગ છે. આપણે તેને ભલે વારસાગત કહીએ, પરંતુ દરેક વખતે તે સાઇકોમેટિક હોતા નથી. થાઇરોઇડની વાત કરીએ તો આ રોગ ગળામાં થાય છે. ગળું એક્સપ્રેસ કરવાનું અવયવ છે. તમને કોઈ બાબતનો અણગમો હોય, પરંતુ તમે તેની રજૂઆત ન કરી શકો અને અંદર અંદર વાત ગોંધી રાખો તો તમને ગળામાં ગૂંગળામણ થાય છે. આ સ્થિતિ લાંબો સમય રહે તો થાઇરોઇડ થવાની શક્યતાઓ વધી જાય છે.

ડાયાબિટીસ અને કેન્સરનું પણ એવું જ છે. આ બંને રોગોમાં ગુસ્સો મુખ્ય લક્ષણ છે. સંબંધ વણસે એટલે તમને સામેવાળી વ્યક્તિ પર સખત ગુસ્સો આવે છે. આ ગુસ્સો હેન્ડલ ન કરી શકો ત્યારે તે કેન્સર સેલ્સમાં કન્વર્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. સામાન્ય રીતે જોઇન્ટ ફેમિલીમાં રહેતી વ્યક્તિ સંબંધોને બેલેન્સ રાખવામાં થાપ ખાઈ જાય છે. જ્યારે વ્યક્તિને એકબીજા પ્રત્યે અણગમો, ગુસ્સો કે કડવાશ વધે ત્યારે વ્યક્તિનું શરીર એકસ્ટ્રા શુગર જનરેટ કરવા લાગે છે. આ ઉપરાંત ઊંઘ પર વિપરીત અસર જોવા મળે છે. કબજિયાત અને ઇડિટેશનનો પ્રોબ્લેમ થાય છે. પેટથી ઘણા રોગોની શરૃઆત થાય છે.

સંતાનો સાથેના સંબંધો વણસે ત્યારે માતા-પિતાનું બ્લડપ્રેશર વધી જાય છે. સંતાનો સાથે પ્રોપર કોમ્યુનિકેશન ન થવાથી સ્ટ્રેસ વધે છે, સંતાનો વાત ન માને તો પેરેન્ટ્સનો ગુસ્સો વધે છે. આજની ફાસ્ટ લાઇફમાં સ્ટ્રેસ સામાન્ય બાબત છે, પરંતુ તે પોઝિટિવ છે કે નેગેટિવ તે તમારી હેલ્થ પર અસર કરે છે. સંબંધો જળવાઈ રહે તે માટે સહિયારા પ્રયાસ કરો. સંબંધોને રિ-સ્ટોર કરવા કોમ્યુનિકેશન અને કોમ્પ્રોમાઇઝ ખૂબ જરૃરી છે. સ્ટ્રેસ લેવાથી કોઈ સમસ્યાનું સમાધાન થવાનું નથી. શાંતિથી બેસી એકબીજા સાથે વાતચીત કરો અને એકબીજાને, પરિવારના સભ્યોને, સંતાનોને સમજવાનો પ્રયાસ કરો.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »