તમારા માટે, તમારી સાથે, સતત…

નાની ઉંમરથી જ ધ્યાન રાખશો તો ક્યારેય ની રિપ્લેસમેન્ટ નહીં આવે

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા જોવા મળે છે.

0 104
  • હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

હાડકાંની મજબૂતાઈ માટે કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન અને ઘણા પ્રકારના મિનરલ્સની જરૃર હોય છે. નિયમિત દિનચર્યા, ખાણીપીણી અને વ્યાયામનું પણ ધ્યાન રાખવું જરૃરી છે. નિયમિત વ્યાયામથી સાંધા લચીલા, માંસપેશીઓ મજબૂત અને હાડકાંની ઘનતા વધે છે. હાડકાંને કેવી રીતે મજબૂત રાખી શકાય તો ઘૂંટણ બદલવાની જરૃર ન પડે.

છેલ્લા ઘણા સમયથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા જોવા મળે છે. ઓસ્ટિયોપોરોસિસમાં હાડકાં એટલા નબળા પડી જાય છે કે હળવા ઝટકાથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. મહિલાઓમાં આ સમસ્યા ઘણી વધુ જોવા મળે છે. ૧૦ મહિલાઓની તુલનામાં એક પુરુષને આ સમસ્યા થાય છે. સાંધા અને ઘૂંટણમાં દુખાવો થવો. ઘૂંટણ બહુ વળી ન શકવા, ઘૂંટણમાંથી અવાજ આવવો. સવારે ઊઠો ત્યારે સાંધા અકડાઈ જવા અને ઊઠવા-બેસવામાં સમસ્યા થવી તે ઓસ્ટિયોપોરોસિસના લક્ષણ છે. ૪૫ વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં હોર્મોનલ અસંતુલનના કારણે કેલ્શિયમની કમીથી સાંધામાં દુખાવો થાય છે.

હાડકાં કેમ ખરાબ થાય છે?
વિટામિન ડી, કેલ્શિયમની કમી, આંતરડામાં ભોજનનું અવશોષણ ન થવાથી ફોસ્ફરસની કમી અને લિવરના રોગોના કારણે હાડકાંની સમસ્યા થાય છે. મજબૂત હાડકાં માટે હાડકાંની સાથે-સાથે સાંધા અને માંસપેશીઓની ભૂમિકા પણ મહત્ત્વની હોય છે. આ ત્રણેયનું ધ્યાન રાખીને અસ્થિસંબંધિત સમસ્યાથી બચી શકાય છે.

Related Posts
1 of 55

આ ટેસ્ટ કરાવવા જરૃરી
૩૫ વર્ષની ઉંમર બાદ પાંચ વર્ષમાં એકવાર વિટામિન ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આલ્કલાઇન ફોસ્ફોટેઝ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. એક્સ રૅ, એમઆરઆઈ, લોહીની તપાસથી પણ હાડકાંની સમસ્યાની જાણ થાય છે.

બાળપણથી જ ધ્યાન રાખો
જંક ફૂડ ન ખાવ, વજન વધવા ન દો. સંશોધન મુજબ બાળપણમાં જે લોકો મેદસ્વી હોય છે તેને હાડકાં સંબંધિત સમસ્યા વધી જાય છે. આવું હાડકાંને નબળા પાડતા રિકેટ્સ રોગથી થાય છે. જે માતાપિતાનાં હાડકાં નબળાં હોય છે તેમનાં બાળકોને પણ સપ્લિમેન્ટ્સની જરૃર પડે છે. બાળકોને રોજ લગભગ ૧૩૦૦ મિગ્રા કેલ્શિયમ સપ્લિમેન્ટ્સની જરૃર હોય છે. તેને સારા પોષણક્ષમ આહારથી પણ વધારી શકો છો. બાળકોની આઉટડોર એક્ટિવિટી વધારવા પર વધુ ભાર મૂકવાની જરૃર છે.

યુવાનો આટલું કરે
ફાસ્ટ ફુડ, સોફ્ટ ડ્રિન્ક અને નશાથી બચવું જોઈએ. નિયમિત વ્યાયામ કરો. વ્યાયામથી માંસપેશીઓ મજબૂત બને છે અને કેલ્શિયમ શરીરમાં અવશોષિત થાય છે. સવારે ૩૦ મિનિટ તડકો જરૃર લો. મહિલાઓ ખાસ ધ્યાન રાખે

ગર્ભાવસ્થા, ફિડિંગ કે મેનોપોઝ બાદ મહિલાઓનાં હાડકાં નબળા પડી જાય છે. ગર્ભાવસ્થામાં ૨૫ ટકા અને સ્તનપાન દરમિયાન ૪૦ ટકા વધુ કેલ્શિયમની જરૃર પડે છે. વિટામિન ડી પણ જરૃરી હોય છે. રોજ લગભગ ૧૫-૨૦ મિનિટ સૂર્યપ્રકાશ લો. મેનોપોઝ બાદ મહિલાઓને રોજ ૧૨૦૦ મિ.ગ્રા. કેલ્શિયમની જરૃર પડે છે.

પોશ્ચરનું ધ્યાન રાખો
કાર ચલાવતી વખતે લેગ સ્પેસનું ધ્યાન રાખો જેથી ઘૂંટણને વાળી શકો. સીટની પોઝિશન યોગ્ય હોય તો વાંધો આવતો નથી. કોમ્પ્યુટર સ્ક્રીનને જોવા માટે ગરદન ઝુકાવવી ન પડે અથવા ઉપર કરવી ન પડે. કોણી અને હાથ લટકાવેલા ન રાખતા ખુરશી પર રાખો. ખુરશી લોઅર બૅકને સપોર્ટ કરનારી હોય તેનું ખાસ ધ્યાન રાખો.
——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »