તમારા માટે, તમારી સાથે, સતત…

શુદ્ધ અને દેશી ઘી

કાકાએ ભૂલ એ કરી કે ગાડી ઊભી રાખવા માટે જે સાંકળ ખેંચવાની હોય એ સાંકળ સાથે દસ કિલો ઘીની બરણી ટીંગાડી દીધી.'

0 304

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

લીમડો આપણા દેશમાં બધે જોવા મળે છે. લીમડો નામ પડે અને લોકો મોઢા બગાડે છે કારણ તે કડવો છે. એ જેટલો કડવો છે એટલો ગુણકારી પણ છે. ચૈત્ર મહિનામાં લીમડા ઉપર મૉર આવે છે અને આ મૉર મફત મળતો હોવાથી આપણે એનું મૂલ્ય સમજતાં નથી. લીમડાના મૉરને પાણીમાં રાતભર પલાળી સવારે એનો રસ પી જવાથી આખું વરસ નીરોગી રહેવાય એવું વડીલો કહે છે. આ અર્થમાં ચૈત્ર મહિનામાં બદામ ખાવા કરતાં પણ આ મૉર ખાવો વધુ હિતાવહ છે.

લીમડા જેવું જ બીજું નામ ઉકરડોછે. હવે તો ભારતમાં સ્વચ્છ ભારતઅભિયાન શરૃ થયું છે. ઉકરડા ધીમે ધીમે ઓછા થતાં જાય છે. ઉકરડો પણ લીમડા જેવું જ ગુણકારી નામ છે. ઉકરડામાંથી દુર્ગંધ આવતી હોવાથી કોઈ ઉકરડા પાસે જતું નથી. પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ એક દુહામાં ઉકરડાની આરતી ઉતારે છે. એ કહે છે કે, બધાને અળખામણો લાગે એવો ઉકરડો જ્યારે ખેતરમાં પોતાની કુરબાની આપે અને એ ઉકરડાનાં ખાતરને લીધે મોતી જેવા દાણા ભરેલાં ડૂંડા જ્યારે લહેરાવા લાગે ત્યારે ઉકરડાનું મૂલ્ય સમજાય છે. આમ જીવનમાં દરેક નાની કે નકામી વસ્તુનું પણ કામ પડે છે તે યાદ રાખવું જોઈએ.

ગુડ મોર્નિંગ….ટપાલી સારી-નરસી બધી ટપાલ નાખી જાય છે. આપણે ખરાબ ટપાલ પણ સ્વીકારવી પડે છે તેમ અંબાલાલ નામની અઘરી ટપાલ મારા ઘરમાં આવીને પડી.

બધાની મોર્નિંગ ગુડ હોતી નથી.મેં કહ્યું.

કેમ શું થયું?’

બાટલો ફાટ્યો.

હેં… ગેસનો બાટોલ ફાટ્યો છતાં તું જીવે છે?’

ના… ગેસનો બાટલો સવારના પહોરમાં ખૂટી ગયો એમાં પત્નીનો બાટલો ફાટ્યો છે.મેં ચોખવટ કરી.

તો પછી ભાભીને કહે જે કે ચા બનાવે નહીં. આજે માત્ર લીંબુ-શરબત ચાલશે.અંબાલાલ ઉવાચ.

તું મારા જખ્મો ઉપર લીંબુ નીચોવવાનંુ બંધ કર,’ મારા અવાજમાં એક સૂર ઊંચો થયો.

સૉરી…અંબાલાલ ચૂપ. અમારા વચ્ચે સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ. ત્યાં ડોરબેલ વાગી. મેં ઊભા થઈને જોયું તો ગેસ કંપનીમાંથી ડિલિવરીમેન બાટલો બદલાવવા આવ્યો હતો. એ બાટલો બદલાવીને રવાના થયો. ત્યાર બાદ પત્નીએ સવારની અધૂરી રહી ગયેલી ચાની તપેલી ચૂલા ઉપર ચડાવી.

એક કપ પાણી વધારે નાખજે.

હા…પત્નીએ રસોડામાંથી કહ્યું.

એક દૂધ વધારે નાખજે એમ કહેવાય.

અમારે દૂધ પાણીની માફક વાપરે છે એટલું હું દૂધને પાણીકહું છું.

તો પછી મને એક ગ્લાસ દૂધપીવા માટે આપજો.અંબાલાલે કહ્યું.

પત્ની સમજદાર છે. એ હમણા જ પાણીનો ગ્લાસ મુકી જશે.મેં કહ્યું.

ગેસ ઉપર પાણીઉભરાય છે. જો તમારામાં દૂધહોય તો માટલામાંથી જાતે દૂધનો ગ્લાસ ભરીને પી લેજો.પત્નીએ રસોડામાંથી મોટેથી કહ્યું. અંબાલાલ જાતે ઊભો થઈને પાણી પીવા જતો હતો, પણ મને દયા આવી એટલે મેં ઊભા થઈને પાણી આપ્યું. થોડીવાર બાદ પત્ની ચા મૂકી ગઈ. અમારી ચાય પે ચર્ચાશરૃ થઈ.

હું વિચારતો હતો કે આ લીમડો કેટલો બધો ઉપયોગી છે.મેં કહ્યું.

તેં મને કહ્યું પછી હું દરરોજ લીમડાનો મૉર પાણીમાં પલાળીને સવારમાં તેનો રસ પીઉં છું.

તો આવતા ચૈત્ર સુધી તને તાવ આવશે નહીં.

ગઈ કાલે તો ગજબ થઈ ગયો.

શું થયું?’

હું લીમડાનો મૉર લેવા ગયો તો ટપુકાકા લીમડાના ઝાડ ઉપર ચડીને બેઠા હતા.

પંચોતેર વરસે કાકા ઝાડ ઉપર શું કરતા હતા?’

એ શાંતિથી બેઠા હોત તો વાંધો નહોતો. એમણે ઝાડ ઉપરથી કાગડાનો માળો ઉપાડ્યો અને ચકલીના માળામાં મૂક્યો. ચકલીનો માળો ઉપાડ્યો અને કાબરના માળામાં મૂક્યો.

શું વાત કરે છે?’

Related Posts
1 of 29

હા… મેં પૂછ્યું કે કાકા… આ શું કરો છો? ત્યારે ટપુકાકો બોલ્યો કે મને જતી જિંદગીએ ઝાડ ઉપર ચડીને માળા ફેરવવાનો શોખ નથી, પરંતુ ગઈકાલે કથા સાંભળવા ગયો હતો તો કથાકારે કહ્યું કે કાકા… કાલથી માળા ફેરવવાનું ચાલુ કરો.

સાચું કહે છે કે જોક છે?’ મેં પૂછ્યું.

જોક… આજે સવારે જ વૉટ્સઍપ ઉપર આવી હતી.

હું તને સત્યઘટના કહું. અમારા વતનમાં એક છગનકાકા હતા. એ એકવાર સવારના પહોરમાં પપૈયાના ઝાડ ઉપર ચડી ગયા.

પપૈયો તો બટકણો હોય.

હા… એટલે મેં તરત જ કહ્યું કે કાકા નીચે પડશો તો દવાખાને લઈ જવા પડશે. આ સાંભળી છગલકાકા બોલ્યા કે દવાખાનેથી આવીને તો ચડ્યો છું.

દવાખાનેથી આવીને ચડ્યા?’

હા… એમને તાવ આવતો હતો. દવાખાને ગયા તો દાક્તરે કહ્યું કે કાકા… બે દિવસ પપૈયા ઉપર રહેજો.

ગામડાના લોકો બિચારા સાવ ભોળા હોય છે.

એ જૂના જમાનામાં હતું. હવે ગામડાના માણસોને પણ શહેરનો વા આવ્યો છે. હવે કોઈ ભોળા નથી. ગોળી મૂકીને ગોળા લઈ જાય એવા છે.મેં અનુભવ રજૂ કર્યો.

આપણે જ્યારે નાના હતા અને ગામડામાં રહેતા હતા ત્યારે લોકો સાવ ભોળા હતા એટલી ખબર છે. પેલા ગોરધનકાકાનો ઘીવાળો પ્રસંગ યાદ કર…અંબાલાલે કહ્યું.

ગોરધનકાકાની શું વાત છે? મને પણ કહો એટલે મને ખબર પડે કે મારા સાસરે કેવા ભોળા માણસો રહેતા હતા અને અત્યારે તમારા ભાઈ જેવા લુચ્ચા માણસો રહે છે.પત્ની આવીને સોફામાં ખડકાઈ ગયાં.

સાંભળ… તને પ્રમાણપત્ર આપ્યું.

મારો કોઈ વાંક નથી. આજે સવારમાં જ બાટલો ફાટ્યો છે.મેં કહ્યું.

ગોરધનકાકાની વાત કરો એટલે સાંભળીને રસોઈ શરૃ કરું.પત્ની ઉવાચ.

તું કહે તને વાત કહેતાં સારું આવડે છે.અંબાલાલે મને ખો આપી દીધો.

ગોરધનકાકા તારા સગા થાય છે એટલે તું કહે.મેં વળતો ખો આપ્યો.

સાંભળો ભાભી, અમારા વતનના ગામડે મારા પિતાજીનાં માસીના દીકરા ભાઈ એવા ગોરધનકાકા રહેતા હતા. કાકાનો એક દીકરો નરેન્દ્ર સુરતમાં હીરા ઘસતો હતો. એકવાર કાકાના દિલમાં કરુણા પ્રગટી. કાકાને થયું કે નાના દીકરા નરેન્દ્રને સુરતમાં ચોખ્ખું ઘી મળતું નથી તો લાવ એને ઘી આપી આવું.

શહેરમાં શુદ્ધ ઘી ક્યાંથી મળે? એકવાર અમદાવાદમાં એક ભાઈ રોડ ઉપર બેભાન થઈ ગયા. બેભાન થવાનું કારણ એવું હતું કે ઘીની દુકાને ઘી લેવા ગયા એમાં દુકાનદારે એમને ગામડાનું શુદ્ધ ઘી સૂંઘાડી દીધું હતું.મેં કહ્યું.

ઘી સૂંઘીને બેભાન ન થાય તો શુદ્ધ ઘીનો ભાવ સાંભળીને બેભાન થઈ જાય તે શહેરનો માણસ.પત્નીએ પોતાની હાસ્યવૃત્તિનો પરિચય કરાવ્યો.

ગોરધનકાકાની વાત આગળ ચલાવો.મેં કહ્યું.

ગોરધનકાકા દસ કિલો શુદ્ધ ઘીની બરણી ભરી, એ બરણીને ભરત ભરેલી થેલીમાં નાખીને છકડો રિક્ષામાં બેસી ગામડેથી સુરેન્દ્રનગર આવ્યા. એમણે રેલવે સ્ટેશન કે રેલગાડી બેમાંથી એકપણ જોયા નહોતા.

શું વાત કરો છો?’ પત્નીને આશ્ચર્ય થયું.

હા… સાચી વાત કરું છું. હજુ પણ ગામડામાં એવા હજારો માણસો છે જેમણે અમદાવાદ જોયું નથી. ગોરધનકાકા રિક્ષા કરીને રેલવે સ્ટેશન આવ્યા. ટિકિટ લઈ સુરતની ટ્રેનમાં ચડ્યા. ટ્રેનમાં ક્યાંય બેસવાની જગ્યા નહોતી.

એનું કારણ એકસો તેત્રીસ કરોડ. ભારતમાં છ કરોડ લોકો તો સતત ટ્રેનમાં જ હોય છે એટલે શહેરમાં વસતિ થોડી પાંખી લાગે છે.

ગોરધનકાકાને થયું કે હું તો ઊભો રહીશ, પણ આ બરણી ક્યાંક ટીંગાડી દઉં. કાકાએ ભૂલ એ કરી કે ગાડી ઊભી રાખવા માટે જે સાંકળ ખેંચવાની હોય એ સાંકળ સાથે દસ કિલો ઘીની બરણી ટીંગાડી દીધી.

રામ… રામ… રામ…

દસ કિલોનું વજન આવ્યું એટલે ચેન પુલિંગ આપોઆપ થયું. વગડામાં ગાડી ઊભી રહી ગઈ. તરત જ કાળા કોટવાળા ત્રણ ટી.ટી. આવ્યા. એમણે હિન્દીમાં પૂછ્યું, યહ કીસને લટકાઈ હૈ? અમારા કાકા બોલ્યાઃ હમને ટીંગાડી હૈ. ત્યાર બાદ ટી.ટી. ગુજરાતીમાં બોલ્યા કે, કાકા… તમને ખબર નથી કે સાંકળ સાથે બરણી ન ટીંગાડાય. આ આખી ગાડી ઊભી રહી ગઈ. આ સાંભળીને ગોરધનકાકા બોલ્યાઃ મને શું ખબર સાહેબ, ગામડાના ચોખ્ખા ઘીમાં આટલી બધી તાકાત હશે. દસ કિલો ઘીમાં બત્રીસ ડબ્બાની આખી ટ્રેન ઊભી રહી ગઈ.અંબાલાલે વાત પુરી કરી.

અમે ત્રણે ખડખડાટ હસી પડ્યા અને ઘરનું ગંભીર વાતાવરણ હળવું થઈ ગયું.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »