તમારા માટે, તમારી સાથે, સતત…

આભૂષણનો અંબાર: ચોકર, મહારાણી નૅકલેસ, માંગ ટીકો અને માથાપટ્ટી

લરીના લીધે જ બ્રાઇડનો લૂક ઊભરીને બહાર આવે છે.

0 662
  • એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ – ભૂમિકા ત્રિવેદી

બ્રાઇડ માટે આઉટફિટ્સનું જેટલંુ મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ જ્વેલરીનું પણ છે. આઉટફિટ્સને મેચ કરતી જ્વેલરી જો ન હોય કે બ્રાઇડ જ્વેલરીમાં થાપ ખાઈ જાય તો બધી મજા મરી જાય છે. બ્રાઇડે જ્વેલરીમાં તેના બજેટ બહારનો ખર્ચો ન કરવો. હવે આર્ટિફિશિયલ જ્વેલરીનો ટ્રેન્ડ છે અને આવી જ્વેલરી જો કોઈ ખરીદવા ન ઇચ્છે તો તે રેન્ટ પર પણ મળી શકે છે, પરંતુ જ્વેલરીમાં શું ટ્રેન્ડ છે તે ચોક્કસ જાણી લેજો…

 ટ્રેડિશનલ જ્વેલરી-બ્રાઇડલ સ્ટેટમેન્ટ ચોકર
બ્રાઇડલ જ્વેલરી બ્રાઇડલના લૂકને કમ્પ્લીટ બનાવવા માટે ખૂબ જ અગત્યની છે. જ્વેલરીના લીધે જ બ્રાઇડનો લૂક ઊભરીને બહાર આવે છે. બ્રાઇડલ જ્વેલરી વિવિધ મેટલ્સ અને સ્ટોન જેમ કે ગોલ્ડ, સિલ્વર, ડાયમન્ડ, કુંદન, રુબીમાંથી બને છે, પરંતુ ટ્રેડિશનલ ઇન્ડિયન વેડિંગ જ્વેલરી મોટા ભાગે ગોલ્ડમાંથી બનતી હોય છે. આજે લોકોનો ટેસ્ટ અને પસંદગી અલગ-અલગ હોય છે,

તેથી કોઈ પણ મેટલ પસંદ કરતી વખતે તેઓને વિકલ્પ પણ મળી રહે છે. ચોકર્સ ભારતીય ટ્રેડિશનલ જ્વેલરીનું હાર્ટ છે. અત્યારના સમયમાં બ્રાઇડલ જ્વેલરીમાં ચોકર્સ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ટ્રેડિશનલથી લઈને ફેશનેબલ બધામાં જેની ગણતરી કરી શકાય તેવા ચોકર્સ બ્રાઇડને રોયલ લૂક આપે છે. દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, સોનમ કપૂર જેવી ફેશનિસ્ટા અભિનેત્રીઓએ પણ તેમના લગ્નમાં ચોકર્સ પહેરીને તેની લોકપ્રિયતા ઓર વધારી દીધી છે. હાલમાં ચોકર્સ લેટેસ્ટ ટ્રેન્ડ છે.

લેયર્ડ મહારાણી નૅકલેસ
જ્યારે આપણે બ્રાઇડલ જ્વેલરીની ડિટેઇલમાં વાત કરતા હોય ત્યારે લેયર્ડ મહારાણી નૅકલેસને કેવી રીતે ભૂલી શકીએ. અત્યારે બ્રાઇડલ જ્વેલરીમાં ચાલી રહેલો આ સૌથી મોટો અને સ્ટાઇલિશ ટ્રેન્ડ છે. મહારાણી નૅકલેસની પ્રેરણા પ્રાચીન જ્વેલરીમાંથી મળી છે. તે ફેશન અને ટ્રેડિશનનું પરફેક્ટ કોમ્બિનેશન છે. ક્યારેક બ્રાઇડ માત્ર હેવી બ્રાઇડલ ચોકર પહેરવાનું પસંદ કરે છે અને જે બ્રાઇડ સંપૂર્ણ હેવી લૂક ઇચ્છતી હોય તે સાથે લેયર્ડ મહારાણી નૅકલેસ પણ પહેરે છે. બીડેડ અને ઍન્ટિક સેટમાં અલગ-અલગ પેટર્ન અને સ્ટાઇલ પણ હોય છે. બ્રાઇડ તેની પસંદગી મુજબ તેમાથી ચુઝ કરી શકે છે. ચોકર્સની સાથે આ લેયર્ડ મહારાણી નૅકલેસ બ્રાઇડને તેના સ્પેશિયલ ડેના દિવસે વધુ સ્પેશિયલ બનાવે છે.

Related Posts
1 of 262

સ્ટાઇલિશ માથાપટ્ટી
માથાપટ્ટી પહેલાંના સમયમાં પહેરતાં, પરંતુ ધીમે-ધીમે તેનું મહત્ત્વ ઘટતું ગયું હતું. જોકે સમયની સાથે તેમાં બદલાવ આવ્યો. માથાપટ્ટીની નવી ફેશનેબલ રેન્જ વગર આજે બ્રાઇડલ ઑર્નામેન્ટ્સ અધૂરા જ ગણાય. ૨૦૧૮નો આ એક લેટેસ્ટ ટ્રેન્ડ છે. આ એક ટ્રેડિશનલ જ્વેલરી છે. કુંદન, જડતર કે સ્ટોનવાળી માથાપટ્ટીની પ્રેરણા આમ તો મુગલો પાસેથી મળી હતી. તે બ્રાઇડને એલિગન્ટ લૂક આપે છે અને ભારતીય બ્રાઇડને તેના માથા પર ચમકતી આજ જ્વેલરી દુનિયાભરની બ્રાઇડથી અલગ પાડે છે. પદ્માવતફિલ્મ અને અનુષ્કા શર્મા તેમજ દીપિકા પાદુકોણના લગ્નમાં આપણને માથાપટ્ટીની લેટેસ્ટ ફેશન જોવા મળી હતી. આ એક એવી જ્વેલરી છે જેને ફક્ત બ્રાઇડ જ પહેરી શકે છે.

મોટો માંગ ટીકો
ભારતીય દુલ્હનો સદીઓથી માંગ ટીકો પહેરતી આવી છે, પરંતુ હવે તેમાં આવેલું વૈવિધ્ય તેની સાઇઝ છે. માંગ ટીકાની સાઇઝ સમયની સાથે વધી છે. ૨૦૧૮-૧૯નો ફેશન ટ્રેન્ડ ગોળ અથવા ડ્રોપ આકારના માંગ ટીકા છે. માંગ ટીકામાં કુંદન અને પોલકી વર્ક હોય છે અને ક્યારેક તેના છેડે સુંદર મોતી પણ લટકતું હોય છે. સોનમ કપૂરના વેડિંગ પિક્ચર્સમાં આપણે આ લેટેસ્ટ ટ્રેન્ડ જોઈ શકીએ છીએ. માંગ ટીકામાં ફ્લોરલ ડિઝાઇન પણ હોટ ફેવરિટ છે. જેટલો મોટો માંગ ટીકો હોય તેટલો મેકઅપ સિમ્પલ અને સોબર હોવો જોઈએ.

બ્રાઇડલ નથણી (નોઝ રિંગ)
સુપર ડુપર કેક તૈયાર કરીએ અને તેની પર આઇસિંગ ન લગાવીએ તો. બ્રાઇડલ લૂક માટે આ નથણી કેક પરના આઇસિંગ જેવું જ કામ કરે છે. મોટા હુપ અને ડેકોરેટિવ સ્ટ્રિંગ સાથેની આ નથણી વગર બ્રાઇડનો પરફેક્ટ લૂક આવતો નથી. ટ્રેડિશનલ નથણી અને તેની પર મોટો હુપ યુનિક અને સુંદર લાગે છે. અનુષ્કા શર્માએ તેનાં લગ્નમાં ખૂબ જ સુંદર નથણી પહેરી હતી. નથણી પહેલાં પણ પહેરાતી હતી, પરંતુ એ સમયે તેમાં મોટો હુપ નહોતો અને તેની સ્ટાઇલ થોડી અલગ હતી.

લાંબા ચંદેલિયર ઝૂમખાં કે ચાંદ બાલી
ચાંદ બાલી અને લાંબા ચંદેલિયર ઝૂમખાં મોડર્ન વુમનના ટેસ્ટ અને ડિમાન્ડ પ્રમાણે મોડિફાઈ કરાયા છે. ચાંદ બાલી નામ તેના શેઇપના કારણે પડ્યું છે. તેનો શેપ ચંદ્ર આકારનો છે. મૂન શેપ્ડ બાલી ફેશનમાં ટોપ ઉપર છે. માત્ર ચાંદ બાલીની એક પેર તમને ચમકાવવા માટે પૂરતી છે. રિસેપ્શન કે ઍન્ગેજમૅન્ટ સેરેમની માટે તો તે ઇનફ જ છે. ઇન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ્સ ઉપર તે પરફેક્ટ લાગે છે. રોયલ ચંદેલિયર ઝૂમખાં પરફેક્ટ આઈ-કેચર છે. તે ઘણી બધી સ્ટાઇલ, ડિઝાઇન અને ડિટેઇલ્સમાં ઉપલબ્ધ છે. અનુષ્કા શર્માએ તેનાં લગ્નમાં લાંબા વ્હાઇટ અને બેબી પિન્ક કલરના ચંદેલિયર ઝૂમખાં પહેર્યા હતાં એન્ડ શી લૂક ગોર્જિયસ…

હાથ-ફૂલ
હાથ-ફૂલ એકદમ સુંદર અને લોભામણી બ્રાઇડલ જ્વેલરી છે. તે બ્રાઇડના હાથની બ્યુટીને વધારે છે. લગ્નના સ્પેશિયલ દિવસે દુલ્હનના હાથનું ઘણુ મહત્ત્વ હોય છે. તેણે દરેક પૂજા-વિધિમાં મહેંદી રચેલા હાથનો ઉપયોગ કરવાનો હોય છે. આ સમયે તે દુલ્હનના મુગટમાં જાણે એક પીંછું ઉમેરે છે. ટ્રેન્ડી બ્રાઇડલ જ્વેલરીમાં હાથ-ફૂલનો પણ સમાવેશ કરવો જ પડે. બ્રાઇડ તરીકે તમારે હાથ-ફૂલની જોડી પહેરવી જ જોઈએ. તે બ્રાઇડલ લૂક માટે કોમ્પ્લિમેન્ટ્સ હોવાની સાથે દુલ્હનના લૂકને પણ કમ્પ્લીટ બનાવે છે.

લાર્જ રિંગ અને કોકટેલ રિંગ્સ
ભારતીય પરંપરાગત વસ્ત્રો અને ફેશન પરથી તો દુનિયાભરના લોકો પ્રેરણા મેળવતા હોય છે. આપણા ઇન્ડિયન લૂક પરથી પ્રેરણા મેળવી હોય તેવો લેટેસ્ટ ટ્રેન્ડ છે લાર્જ રિંગ. તેનો સમાવેશ મહારાણી બ્રાઇડ પણ કરે છે. આ વર્સેટાઇલ પીસ ટ્રેડિશનલ ઇન્ડિયન જવેલરીમાં પણ સામેલ છે અને સાથે-સાથે તમને વેસ્ટર્ન લૂક પણ આપે છે. કોકટેલ રિંગનો ટ્રેન્ડ આમ તો ૨૦૧૪થી શરૃ થયો છે. છોકરીઓ તેને પાર્ટીઝમાં પહેરે છે. તે જબરજસ્ત આઈ કેચિંગ છે. આજ એક કારણ છે કે ઇન્ડિયન બ્રાઇડ તેની જ્વેલરીમાં પણ તેને પસંદ કરવા લાગી છે. કોકટેલ રિંગ બ્રાઇડના હાથમાં થોડું ગ્લેમર ઊભું કરે છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »