તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

કર્ક : તા. 21ના રોજ આપના વિરોધીઓ તથા શત્રુઓ આપને નુકસાન પહોંચાડી શકે છે. આપના દ્વારા કરેલ કાર્યની આલોચના યા ટીકા થઇ શકે છે

0 644

તા. 21-10-2018 થી તા. 27-10-2018

મેષ : તા. 21ના રોજ દિવસ લાભદાયક રહેશે. કોઈ વગદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાનું થઇ શકે છે. મકાન-વાહન પ્રાપ્તિના યોગો બને છે. તા. 22, 23 અને તા. 24 બપોર સુધી દિવસ અશાંત ભર્યો રહેશે. ચિંતાજનક દિવસો પસાર થશે. આ દિવસો દરમિયાન કોઈની પાસે ઉઘરાણી કરવા જવાનું હોય તો શક્ય હોય ત્યાં સુધી ટાળવું. આર્થિક બાબતો તેમજ રોકાણ અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા ગંભીરતા પૂર્વક વિચારવું. કોઈના કહ્યામાં આવીને નિર્ણય લેવા નહીં. કોઈપણ કાર્યમાં વિલંબ થઇ શકે છે. વિદેશ યાત્રામાં તકલીફ થાય. પૈતૃક સંપત્તિમાં વાદવિવાદથી કોર્ટ કચેરીના યોગો બને છે. આરોગ્યની બાબતમાં વધારે કાળજી કરવી અન્યથા હોસ્પિટલમાં દાખલ થવાનું બને. તા. 24 બપોર પછી આપને રાહત જણાશે. તા. 25અને 26 આપને શુભ ફળ આપશે. આપના દાંપત્યજીવન માટે આનંદદાયક દિવસ રહેશે. ઘરના કે પછી બહારના કાર્યોમાં આપ પત્નીને સાથ અને સહકાર આપશો. તેમજ કાર્યમાં સફળતા પણ મળશે. ઘરમાં કોઈ શુભ કાર્ય બની શકે છે. તા. 27 આપના માટે મધ્યમ દિવસ રહેશે. આપ પોતાના વિચારોમાં સકારાત્મકતા લાવવાનો પ્રયત્ન કરશો પણ વર્તમાન પરિસ્થિતિ આપને વાસ્તવિકતાનો અહેસાસ કરવી આપને ચિંતિત રાખશે.
————————-.

વૃષભ : તા. 21ના રોજ આપની આવકમાં વધારો થશે. નોકરીમાં નવી તક માટે અથવા નવી શરૂઆત માટે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યો હોય તો તેમાં સફળતા મળે. નોકરીમાં પ્રમોશન મળે. ધંધામાં ગ્રાહકોની સંખ્યા વધે. અટવાયેલા સરકારી અને કાયદાકીય કામકાજ પૂર્ણ થાય. તા. 22 અને 23 દરમિયાન દિવસો લાભદાયક છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. સંતાન માટે સગાઈની વાત ચાલી શકે છે. પરિવાર સાથે પૂરો સમય પસાર કરશો. ભૌતિક વસ્તુની ખરીદી માટે સમય સારો છે. આપના મનની મહત્ત્વકાંક્ષા પુરી થાય. વડીલો તથા મિત્રોનો સહકાર મળે. તા. 24, 25 અને તા. 26ના રોજ બપોર સુધીનો સમય બારમે ચંદ્ર હોવાથી કષ્ટદાયક રહેશે. કામમાં વ્યસ્તતા રહેશે છતાં કામ સમયસર પુરા નહીં કરી શકવાથી પરેશાની અનુભવશો. મનમાં અશાંતિ રહેશે. સ્વાસ્થ્યમાં તકલીફ રહેશે. આંખની તકલીફ ઉદ્ભવે. ખર્ચાનું પ્રમાણ વધુ રહે. પરિવારના સભ્યોનો સાથ ન મળે. શત્રુઓથી અને ષડયંત્રથી બચવું. તા. 26 બપોર પછી સમય ધીરેધીરે અનુકૂળ થશે અને તા. 26 બપોર પછી અને તા. 27 દરમિયાન આપની રાશિમાંથી ચંદ્ર પસાર થતા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ઓછી થશે. આવકના નવા સ્ત્રોત તરફ ધ્યાન રહેશે. સંપત્તિના ખરીદી-વેચાણના કારણે વ્યસ્ત રહેશો. આપના કાર્ય સ્થળ પર સ્થિતિ સામાન્ય રહેશે. ધન સંબંધી બાબતોમાં આપ વૃદ્ધિ મેળવશો.
————————-.

મિથુન : તા. 21ના રોજ આપના અટકેલા કાર્ય પુરા થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે. જો સંતાન ભણતા હોય તો અભ્યાસમાં અથવા પ્રોફેશનલ મોરચે પણ દેખીતી પ્રગતી કરશે અને તેનાથી જાહેરજીવનમાં તમને ગર્વ અપાવશે. આ સમયમાં આપનું લક્ષ્ય આધ્યાત્મ તરફ રહેશે. પિતા તરફથી આર્થિક લાભ થાય. વિદેશગમન માટે સારો યોગો છે. ઘરમાં ધાર્મિક કાર્યો થવાના યોગ પણ છે. પ્રેમ સંબંધોમાં સુધારો આવે. પરિવાર સાથે હરવા ફરવાનું વિચારી રહ્યા હોવ તો ગણેશજી લીલીઝંડી બતાવી રહ્યા છે. તા. 22 અને 23 દરમિયાન આપના પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આપના કરેલ કાર્યની પ્રસંશા થતા આપનો આત્મવિશ્વાસ વધશે. ધંધામાં સારી પ્રગતિ થાય તેમજ મોટો આર્થિક લાભ થાય. જમીન-મિલકત સંબંધિત કોઈ લેણ-દેણ થઇ શકે છે. આપ ભાગ્યનો સાથ મેળવશો. આપની બૌદ્ધિક ક્ષમતામાં વધારો જોવા મળશે. કામકાજમાં સુધારો લાવવા માટે તમે ખર્ચ કરો તેવી સંભાવના પણ છે. પ્રોફેશનલ મોરચે અટકેલા સરકારી કામકાજનું નિરાકરણ આવી શકે છે. ડાયાબિટિસની સમસ્યા હોય તેમણે હાલમાં ખાવા-પીવાની આદતોને અંકુશમાં રાખવી પડશે. તા. 24થી 26ના મધ્યાહન સુધી ચારે બાજુથી લાભ મેળવી શકશો. આપનું મકાન બદલો અથવા નવું મકાન ખરીદવાનું વિચારો તો પણ નવાઈ નહીં. તા. 26 ના મધ્યાહનથી 27ની સાંજ સુધીમાં કોઈ અંગત વ્યક્તિથી ગમે તે કારણોસર વિખુટા પડવાનું થશે અને તેના કારણે તમને મનોમન દુઃખ થશે.
————————-.

કર્ક : તા. 21ના રોજ આપના વિરોધીઓ તથા શત્રુઓ આપને નુકસાન પહોંચાડી શકે છે. આપના દ્વારા કરેલ કાર્યની આલોચના યા ટીકા થઇ શકે છે. અથાગ પરિશ્રમના અંતે નિષ્ફળતા મળવાના શક્યતા છે. આ કારણે શરૂઆતનો તબક્કો નિરાશાજનક રહેશે. કોઈપણ જગ્યાએ ફરવા જાવ તો જળાશયમાં ન્હાવા જવું હિતાવહ નથી અન્યથા કોઈ દુર્ઘટનાનો ભોગ બનશો. તા. 22 અને 23 દરમિયાન સમય આપની તરફેણમાં રહેશે. આપના કાર્યની પ્રસંશા થશે. સરકારી ક્ષેત્રમાં અટકેલા કાર્ય ગતિ પકડશે. આપની વિવેક બુદ્ધિ તથા આવડત દ્વારા તમારા હાથ નીચે કામ કરતા લોકો પાસેથી દરેક કાર્ય પૂર્ણ કરાવી શકશો. જોકે તેમાંથી આપને અપેક્ષા કરતા ઓછો લાભ મળે. પરિવારમાં જે તણાવભરી પરિસ્થિતિ હતી તેમાં ઘટાડો થશે. તા. 24 થી 26ના મધ્યાહન સુધી ભૂતકાળમાં લીધેલા નિર્ણયોનો લાભ મેળવવાનો સમય છે. આપ પરોપકાર તથા સમાજ-સેવાના કાર્યમાં જોડાઈ શકો છો. આ દિવસો દરમિયાન આપ માન-સન્માન મેળવવાને હકદાર બનશો. આપ ખુબ મહેનત કરશો અને મોજ-શોખની વસ્તુઓ પાછળ ખર્ચનું પ્રમાણ વધશે. તા. 26 બપોર પછી અને તા. 27 દરમિયાન આપના વિચારો સકારાત્મક રહેશે. ક્યાંય બહાર જવાનું ગોઠવાશે. કોઈ કોર્ટ કેસ તથા સરકારી કામ-કાજમાં વ્યસ્ત રહેશો. કોઈ નવા કાર્યની શરૂઆત કરશો.
————————-.

સિંહ : તા 21ના રોજ પતિ પત્નીમાં પારસ્પરિક પ્રેમ અને નિકટતામાં વધારો થશે. આપ ઘરની સાજસજાવટ માટે બહાર ખરીદી કરવા જશો. વસ્ત્રો અને આભૂષણોની ખરીદીની શક્યતા છે. તા 22 અને 23 દરમિયાન હાથમાં આવતાં રૂપિયા અટકશે. આપ કોઈ સંકટમાં પડશો. ક્યાંયથી કોઈ અશુભ સમાચાર મળશે. કોઈ વસ્તુથી વાગવાનો ડર છે. ખાસ કરીને વાહન અને ઈલેક્ટ્રોનિક ચીજો સાચવીના વાપરવી. આપની કોઈ અંગત વ્યક્તિ જ દગો આપશે. નીકટની વ્યક્તિ તરફથી કડવા વેણ સાંભળીને આપ મનનોમ દુઃખી રહેશો. તા 24 અને 25 દરમિયાન પરિવારને વધુ સમય આપશો. મિત્રો અને સહયોગીથી સંબંધ મધુર બનશે. તા 26 અને 27 દરમિયાન આપ આપની યોજનાને પૂર્ણ કરશો. નવી નોકરીની તક મળશે. તા 27 થી બુધનું ગુરુ સાથેનું ભ્રમણ સંસારિક સુખમાં વૃદ્ધિ થશે. માતા માટે સમય સુખાકારી વાળો રહેશે. વિદ્વાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિ સાથે મુલાકાત કરાવશે અને તેમની સાથે મિત્રતા થશે.
————————-.

Related Posts
1 of 13

કન્યા : આ સપ્તાહના પ્રથમ દિવસે આપનામાં સાહસવૃત્તિનું પ્રમાણ વિશેષ રહેશે. ખાસ કરીને વ્યવસાયિક વિસ્તરણ કે કામકાજ અર્થે લાંબા અંતરના પ્રવાસ વગેરેનું આયોજન શક્ય બને. જોકે હાલમાં આર્થિક મોરચે આપે થોડુ સાચવવાનું રહેશે. રોકાણ  મામલે પણ આ સમયમાં તમે કોઈ નવું આયોજન કરો તેવી શક્યતા છે. મકાન કે વાહનમાં રીપેરિંગ ખર્ચની સંભાવના પણ રહેશે.  વિદ્યાર્થી જાતકોને પ્રતિકૂળતાઓ વચ્ચેથી આગળ વધવાની તૈયારી રાખવી. સપ્તાહના ઉત્તરાર્ધમાં આપનું મન રોમેન્ટિંક બાબતોમાં વધુ પરોવાયેલું રહેશે. કોઈ વ્યક્તિ સાથે ડેટિંગની શરૂઆત થવાની સંભાવના પણ નકારી શકાય નહીં. સપ્તાહના ઉત્તરાર્ધમાં નવા સાહસો ખેડવામાં જોઈ વિચારીને પગલું ભરવું અને શક્ય હોય ત્યાં સુધી સપ્તાહના અંતિમ દિવસ સુધી કોઈ મોટો નિર્ણય ન લેવો તેવી ગણેશજી ભારપૂર્વક સલાહ આપી રહ્યા છે. અંતિમ દિવસે ભાગ્યનો સાથ આપને સારો મળશે. વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ અભ્યાસમાં નવી દિશા મળે તેવી શક્યતા છે. વિદ્વાનો સાથે મુલાકાત અને તેમની સાથે મૈત્રી બંધાવાની શક્યતા જણાઈ રહી છે. આયાત-નિકાસ સંબંધિત કાર્યો માટે અંતિમ તબક્કોવધુ સાનુકૂળ છે.
————————-.

તુલા : તા 21ના રોજ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પ્રયાસ કરશો. તમારી જીવનશૈલી ઉન્નત બનશે અને તેના માટે તમે વધારાનો ખર્ચ કરો તેવી સંભાવના પણ છે. સમાજસેવા અને પરોપકારના કાર્યમાં તમે વ્યસ્ત રહેશો. તા 22 અને 23ના રોજ સંપત્તિ સંબંધિત વિવાદોમાં સફળતા મળશે. આવક પ્રાપ્તિના સાધનોમાં વધારો થશે. રોજિંદી આવકમાં વધારો કરવા માટે તમે કોઈ નવા ક્ષેત્રમાં આગળ વધવાનું ગંભીરતાથી વિચારશો. કોઈને કોઈ પ્રકારે લાભની પ્રાપ્તિ થશે. તમે પોતાના માટે અથવા આપ્તજનો માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરશો. તા 24,25 અને 26 બપોર સુધી પતિ-પત્નીમાં વૈચારિક તાલમેલ રહેશે. કર્મચારીઓ માટે સમય અનુકૂળ રહેશે. પ્રણય પ્રસંગોમાં સફળતા મળશે. વ્યવસાયમાં ભાગીદાર સાથે સારા સબંધો રહેશે. તા 26 બપોર પછી અને તા 27 દરમિયાન શત્રુ અને વિરોધી આપની પર હાવી થશે. આપની આલોચના કે નિંદા થઇ શકે છે. આપની કાર્યક્ષમતામાં ઘટાડો થશે. તા 27 થી બુધ આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરશે જેથી કૌટુંબિક સુખ શાંતિમાં વધારો થશે. પરિવાર અને સગા સંબંધી ઓ પાસેથી ધનની પ્રાપ્તિ થશે. વિદ્યાભ્યાસમાં પ્રગતિ થશે.
————————-.

વૃશ્ચિક : તા 21ના રોજ પતિ-પત્નીના સબંધોમાં ગેર-સમજ થઇ શકે છે. શક્ય હોય તો એકબીજાના વિચારોને અને જરૂરિયાતોને સમજવાની તેમજ તેને પુરી કરવાનો પ્રયાસ કરવો. તમે ખભાથી ખભો મિલાવીને ચાલશો તો દાંપત્યજીવનનો અનોખો આનંદ માણી શકો છો. બીજાની તકલીફના કારણે આપ પરેશાન થશો. વાણીમાં નિયંત્રણ રાખવું. તા 22 અને 23 દરમિયાન કાર્યક્ષમતામાં વધારો થશે. નવા કાર્યની પ્રેરણા મળશે. સંપત્તિ સંબંધિત વિવાદનો હલ આવશે. પરિસ્થિતિ સાથે સારી રીતે તાલમેલ જાળવશો. ઈચ્છા શક્તિમાં વધારો થશે. તા 24 અને 25 દરમિયાન સંતાન સંબંધી પરેશાની દૂર થશે. સંતાનની કેરિયરની ચિંતા રહેશે. તેમના ભાવી અભ્યાસ અંગે તમે કોઈ તજજ્ઞ વ્યક્તિ સાથે વિચાર વિમર્શ કરો તેવી સંભાવના પણ છે. આર્થિક ક્ષેત્રમાં ઉન્નતિ થશે. રોજબરોજના કાર્યમાં વ્યસ્ત રહેશો. ઘરની સાજ સજાવટ પાછળ ખર્ચ થશે. તા 26 અને 27 દરમિયાન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. પતિ પત્નીના પ્રેમમાં વધારો થશે. ભૂતકાળમાં કરેલા કાર્યનું ફળ મળશે. તા 27 થી બુધ આપની રાશિમાં ભ્રમણ કરશે જેથી ક્યારેક આળસનો અનુભવ થશે. ખોટા વાદ-વિવાદથી દૂર રહેવું. શારીરિક અને માનસિક અસ્વસ્થ રહેશો.
————————-.

ધન : તા. 21 દરમિયાન સમય મિશ્ર ફળદાયી રહેશે. માનસિક તણાવ અને ચિંતામાં ઘટાડો થશે. નોકરીમાં પગાર વધારો, ઈન્સેન્ટિવ, એવોર્ડ કે બોનસ જેવા માધ્યમોથી વધારાનો આર્થિક લાભ થાય. તા. 22 અને 23 નોકરીમાં આપનું સ્થાન મજબૂત થશે. કદાચ નવી જવાબદારી સોંપાય તેવી સંભાવના પણ રહેશે. નવા વસ્ત્રો તેમજ આભૂષણોની ખરીદી કરશો. નવું વાહન પણ ખરીદી શકશો. આપના માટે આ દિવસો ખુશી તથા સંતોષદાયક પસાર થશે. તા. 24,25 તથા તા. 26 દરમિયાન આપ સારી રીતે આર્થિક આયોજન કરશો. કદાચ લાંબાગાળાના રોકાણ અંગે વિચારો, અગાઉના રોકાણોનું આકલન કરીને જરૂરી ફેરફાર કરો અથવા સ્થાવર મૂડી તરીકે કોઈ મોટી ખરીદી કરો તેવી સંભાવના પણ રહેશે. આપ પોતાનામાં નવું જોશ અને હિંમત અનુભવશો. વિદ્યાર્થી માટે અભ્યાસમાં ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં તમારે પરીક્ષાલક્ષી તૈયારી કરવી પડશે અને ઈતરપ્રવૃત્તિઓ તેમજ મિત્રો સાથે ગપ્પા મારવા અને સોશિયલ મીડિયાના વળગણથી દૂર રહેવું પડશે. નવા સંપર્ક ફાયદાકારક રહેશે. તા. 26 બપોર અને તા. 27ના રોજ કોઈ અંગત વ્યક્તિથી વિખુટા પડવું પડે અથવા સંબંધોમાં તણાવ આવે તેવી સંભાવના પણ રહેશે. સંતાનો આપની આજ્ઞાનું પાલન ન કરતા હોય તેવું પણ લાગશે.
————————-.

મકર : તા. 21ના રોજ આપના વિરોધીઓ તથા શત્રુઓ આપને નુકસાન પહોંચાડી શકે છે. આપના દ્વારા કરેલ કાર્યની આલોચના થઇ શકે છે. અથાગ પરિશ્રમના અંતે નિષ્ફળતા અથવા ઓછી સફળતા મળવાની શક્યતા છે. થોડો નિરાશાજનક તબક્કો કહી શકાય. બહારગામ જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું હિતાવહ નથી. તા. 22 અને 23 કોઈ લોભામણી ઓફરોમાં ન સપડાતા. જમીન, મકાન વગેરેના દસ્‍તાવેજોમાં છેતરપિંડી થવાની શક્યતા રહે. તા. 24,25 દરમિયાન તથા તા. 26 બપોર સુધી ભૂતકાળમાં લીધેલા નિર્ણયોનો લાભ મેળવવાનો સમય છે. આપ પરોપકાર તથા સમાજ-સેવાના કાર્યમાં જોડાઈ શકો છો. આ દિવસો દરમિયાન આપ માન-સન્માન મેળવવાને હકદાર બનશો. આપ ખુબ મહેનત કરશો આપ મોજ-શોખની વસ્તુઓ પાછળ ખર્ચનું પ્રમાણ વધશે. તા. 26 બપોર પછી અને તા. 27 શારીરિક, માનસિક અસ્‍વસ્‍થતા અને મહેનતના પ્રમાણમાં અપેક્ષિત ફળ ન મળતા નિરાશા અનુભવશો. પરંતુ આપ હિંમત હાર્યા વગર આગળ વધશો તો અચૂક સફળતા મળશે.
————————-.

કુંભ : સપ્તાહના પ્રારંભે આપ પોતાની જાતને વધુ મહત્વ આપશો અને વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ લો તેવી સંભાવના છે. આપનામાં રોમાન્સની લાગણી પણ રહેશે. ચહેરા પર તેજ વધશે. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્‍સ તેમજ પ્રતિભા દેખાડી શકશે. આપને ભાષણ, મીટીંગ કે વાદવિવાદમાં સારી સફળતા મળે. આપની વાણી કોઇને મોહિત કરે અને તે આપ માટે લાભકારી નીવડે. વાંચન- લેખનમાં આપને અભિરૂચિ વધશે. મહેનતના પ્રમાણમાં ઓછું પરિણામ મળવા છતાં આપ ખંતપૂર્વક કામમાં આગળ વધી શકશો. આપની કલ્પનાશક્તિ વધશે. સપ્તાહના મધ્યનો સમય આપની આવકમાં વધારાનો સંકેત આપે છે. જોકે હાલમાં વાહનો, મશીનરી, ઈલેક્ટ્રોનિક ચીજો વગેરેમાં રિપેરિંગ અથવા અન્ય પ્રકારે ખર્ચની સંભાવના હોવાથી સાચવવું. આર્થિક રોપાણ પર આપ વધુ ધ્યાન આપશો. ઉત્તરાર્ધનો સમય કોઈ નવું સાહસ ખેડવા માટે સારો છે. વ્યવસાયમાં નવી શરૂઆત, નોકરીમાં નવી તકો અથવા અન્ય કોઈ પણ નવીન કામ કરવાની તકો તમે શોધી શકો છો. સપ્તાહના અંતિમ ચરણમાં આપ પરિરવાર પ્રત્યે વધુ લાગણીશીલ બનશો. માતા સાથે આત્મીયતા વધશે અને તેમના માટે કોઈ ખાસ કામ કરો તેવું પણ બની શકે છે.
————————-.

મીન : તા 21ના રોજ ઘરમાં કોઈ બીમાર થઇ શકે છે. કોઈ વ્યર્થ વિવાદ થઇ શકે છે. કષ્ટ અને પરેશાનીનો સામનો કરવો પડશે. બીજાની ઈચ્છાપૂર્તિ માટે આપ તણાવમાં આવશો. તા 22 અને 23ના રોજ નવા આવકના સ્ત્રોત પર ધ્યાન રાખશો. મિત્રોના સહયોગથી કાર્ય બનશે. પ્રણય સબંધોમાં એકબીજાની ત્રુટી સુધારવાનો પ્રયત્ન કરશો. આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે. કાર્યની સફળતાથી પ્રસન્ન રહેશો. પ્રતિષ્ઠા વધારવા માટે આપ પ્રયાસરત રહેશો. તા 24 અને 25 દરમિયાનનાની મોટી સફળતા મળી શકે છે. સુખની પ્રાપ્તિ થઇ શકે છે. કાર્યસ્થળ પર સ્થિતિ સામાન્ય રહેશે. આપના શુભચિંતકમાં વધારો થશે. સમય ખુશીમાં પસાર થશે. તા 26 અને 27 દરમિયાન જીવનસાથી સાથેના સબંધોમાં સુધારો આવશે. ધર્મ પ્રત્યે આસ્થા અને રૂચી વધશે. આર્થિક સ્થિતિ સક્ષમ રહેશે. ખુબ મહેનતથી આગળ વધશો. વિદ્યાર્થીવર્ગે બુધ અને ગણેશ સ્તોત્રનો જાપ કરવો, મગનું દાન કરવું અને ખિસ્સામાં લીલો રૂમાલ રાખીને પરીક્ષા આપવા બેસવું. વેપારીઓ કે ધંધાર્થીઓ નવા પ્રોજેક્ટોના પ્રારંભ કે આયોજન સાથે સપ્તાહની શુભ શરૂઆત કરી શકે છે. નોકરી- ધંધાના સ્‍થળે આપને ક્લાયન્ટસ્ કે ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળશે. નોકરિયાતોને બઢતી કે પગાર વધારાના સારા સમાચાર મળશે. કામકાજ અર્થે નાની મુસાફરીનું આયોજન શક્ય બને.
————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »