સસ્તી પ્રશસ્તિ માટેનો કારસો… તંત્રી, અભિયાન આપના તા. ૧૯ મેના અંકમાં પ્રકાશિત ‘કચ્છી બોલીની પણ પોતાની લિપિ હોવી જોઇએ’ લેખ વાંચ્યો. રાજુલબેન કેલિગ્રાફી નિષ્ણાત છે. તેમને કચ્છી ભાષા કે સાહિત્યનો કોઈ અભ્યાસ કે જાણકારી નથી. કચ્છી વર્ષોથી ગુજરાતી લિપિમાં લખાય છે. સેંકડો પુસ્તકો ગુજરાતી લિપિમાં પ્રકાશિત થાય છે. તેને અમે કચ્છી લોકોએ સ્વીકારી લીધા છે. ચીની પ્રકારની લિપિને સાહિત્યકારો માન્યતા નથી આપતા. તે લિપિની કોઈ જરૃરિયાત પણ દેખાતી નથી. જેમ હિન્દી માટે દેવનાગરીનો ઉપયોગ થાય છે તો કચ્છી લિપિ માટે ગુજરાતી લિપિનો થઈ રહ્યો છે તેમાં ખોટું શું છે.