તમારા માટે, તમારી સાથે, સતત…

યુવાઃ હાલને ભેરુ ગામડે…

હવે યુવાનો પણ ગામડાની મજા લેતા થયા છે.

0 381

– હેતલ રાવ

ચાલ ફરી એ ગામડાની ગલીઓમાં ફરીએ, ચાલ ફરી એ તળાવમાં ડૂબકી  લગાવીએ, તું હાથ પકડ મારો.. ફરી એ જૂની યાદો તાજી કરીએ. શહેરના જીવનમાં વ્યસ્ત થયેલા યુવાનોમાં ગામડાની ગલીઓમાં ઘૂમવાનો નવો જ ટ્રેન્ડ જોવા મળે છે. પૂર્વજોએ શાનથી બનાવેલી હવેલી હોય કે બે માળનું મકાન, જૂનંુ એટલું સોનંુ સમજતા યુવાનો ગામડાની સહેલ પર નીકળી પડે છે.

ઉનાળાનું વેકેશન પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ યુવાનોમાં ફરવાનો ટ્રેન્ડ હજુ પણ યથાવત્ છે. એક સમય એવો હતો જ્યારે માતા-પિતા કે દાદા-દાદી વેકેશનમાં પોતાના ગામડે જવાની વાત કરે તો યુવાનોના નાકના ટેરવા ચઢી જતા. ગામડે કોણ જાય તેવંુ યુવાનો કહેતા. ઘણીવાર તો પરિવારના વડીલો ગામડે જઈ આવે, પરંતુ ઘરના યુવાન દીકરી કે દીકરો તો ઘરે જ રહે, પરંતુ હવે આ વાત જૂની થઈ કારણ કે નવી પેઢીને પણ માટીની સુગંધ ગમે છે. કૂકડે કૂક કરીને જગાડતાં કૂકડાંનો અવાજ યુવાનોને પસંદ છે. ક્યાંક મોરનું ટેહુ તો ક્યાંક કોયલની કુહૂ યુવાનો સમજતા થયા છે. માટે જ હવે યુવાનો પણ ગામડાની મજા લેતા થયા છે.

Related Posts
1 of 55

સૌરભ કદમ કહે છે, ‘મહાડ મારું ગામ છે. ત્યાંના વાતાવરણમાં પોતીકાપણાની લાગણી છે. આમ તો કામકાજના કારણે સમય નથી મળતો, પરંતુ જ્યારે પણ વેકેશન હોય કે રજાનું એરેન્જમેન્ટ થાય તો હું મહાડ જવાનું પસંદ કરું છું. ત્યાં જે શાંતિ અને આનંદ છે તે પૈસા ખર્ચીને પણ મળે તેવા નથી. ગમે ત્યાં રહીએ પણ પોતાના વતનની મજા જ કંઈક અલગ હોય છે.’

સ્વેતા પૂજારી કહે છે, ‘આમ તો વેકેશનમાં અમે બહાર ફરવા જવાનો પ્લાન બનાવીએ છીએ, પરંતુ તેની સાથે રજાઓ પૂર્ણ થતાં પહેલાં અમારા ગામડે ચોક્કસથી જઈએ છીએ. રાજસ્થાનની તળેટીમાં અમારું ગામ છે ચનાર, ત્યાં જવાની ખૂબ જ મજા આવે છે. પરિવાર સાથે મળીને મસ્તી કરતાં કરતાં જવાની ખુશી એટલી બધી હોય છે કે ક્યારે રજા પડે અને અમે ગામડે જઈએ તેની રાહ જોઈએ છીએ. રાત્રે આંગણામાં જ ખાટલા પાથરીને ખુલ્લા આકાશ નીચે તારા ગણવાની રમત રમવાની મજા બીજા કોઈ સ્થળે ન આવી શકે. દાદા-દાદી, કાકા-કાકી, પપ્પા-મમ્મી, ભાઈઓ-બહેનો બધાં સાથે મળીને ગામડે જઈએ છીએ.’આજે પણ એવાં ગામડાંઓ છે જ્યાં ઝાઝી સુવિધાઓ નથી, પણ બધાના દિલ રાજા જેવા છે. શહેરમાં તો બાજુમાં કોણ રહે છે કે શું થાય છે તેની પણ કોઈને ખબર નથી હોતી, ત્યારે ગામડામાં એટલી જાણકારી મળે કે પાડોશી આવવાના છે તો તેમનું ઘર સાફ કરી વ્યવસ્થિત કરી રસોઈ, નાસ્તા બનાવી રાખે. ગામડાની આજ મજાનો ટ્રેન્ડ હાલ યુવાનોમાં ફેવરિટ બન્યો છે, જ્યારે વડીલો યુવાનોના આ ટ્રેન્ડથી ખુશખુશાલ છે.
——————————.

નવી જનરેશનની નવી સોચ અને તેમની જીવનશૈલીમાં આવેલા બદલાવની નિયમિત માહિતી વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »