તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્યઃ તા. 03-06-2018થી તા. 09-06-2018

તુલા: વિવાદ અને લડાઈ ઝગડાથી દૂર રહેવું.

0 1,015

સાપ્તાહિક રાશી ભવિષ્યઃ તા. 03-06-2018 થી તા. 09-06-2018

મેષ :
આ સપ્તાહની શરૂઆત એકંદરે આપને માનસિક આનંદ અપાવનારી રહેશે કારણ કે તા. 3 અને 4 દરમિયાન આપના કાર્યની કદર થશે. તમારી આસપાસના લોકો સાથે સંબંધો સૂમેળભર્યા રહેશે. પરિવારમાં મહેમાનોની અવરજવર રહેશે. આપના માન-સન્માન, યશ-પ્રતિષ્ઠામાં વધારો થશે. તા. 5, 6 અને તા. 7 દરમિયાન કાર્ય સફળતાનો સમય રહેશે. મિત્રોથી લાભ થશે આને તેમની સાથે તમારી વિચારસરણીમાં સારો તાલમેલ જોવા મળે. તેમની સાથે તમે સહજતા સાધી શકશો. તા. 8 અને 9ના રોજ આપની સાથે વિશ્વાસઘાત થઇ શકે છે માટે આર્થિક અને દસ્તાવેજી કાર્યોમાં કોઈની પર આંધળો વિશ્વાસ ન કરવો. કોર્ટ કચેરીમાં પણ નિષ્ફળતા મળી શકે છે. ખર્ચનું પ્રમાણ ઘણું વધારે રહેશે. ધંધામાં ઉઘરાણી નહીંવત થશે. કામકાજમાં દોડધામ વધુ રહેશે અને મહેનતના પ્રમાણમાં ફળ ઓછુ મળશે. નોકરીમાં આર્થિક લાભની આશા રાખી શકો છો. કમિશન, દલાલી કે કન્સ્ટિંગથી પણ લાભ થાય. નાની મોટી મુસાફરીના યોગો બને છે. ભાઇ-બહેનો સાથે સંબંધોમાં મધુરતા જળવાઈ રહે.
——————————–.

વૃષભ :
તા. 3 અને 4ના રોજ ધીરેધીરે સમસ્યામાંથી માર્ગ નીકળશે. ભવિષ્ય માટે આપની આર્થિક જરૂરીયાતને પુરી કરવા માટે આપ માનસિક તથા શારીરિક રીતે સંપૂર્ણ પ્રયાસ કરશો. સંતુલિત આહાર, વ્યાયામ, કામની સાથે આરામ પણ કરશો. આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે. ધાર્મિક કાર્યોમાં સફળતા મળશે. પિતા સાથેના સંબંધો સારા રહે. વિદેશગમન માટે અનુકૂળ સમય રહેશે. ઉચ્ચ અભ્યાસમાં સફળતા મળશે. તા. 5, 6, અને તા. 7ની સાંજ સુધી આપ પોતાની જાત ઉપર પુરતું ધ્યાન આપશો. અગાઉ આપે લીધેલા નિર્ણયો પર આપ ફરીથી વિચારણા કરશો અને જરૂર જણાય ત્યાં ફેરફાર પણ કરશો. જૂની યાદો તાજી થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અગાઉ ફસાયેલા નાણાં છુટા થશે. મકાન તથા માલ મિલકત સંબંધિત કાર્યોમાં લાભ થશે. આપને કોઈ ધાર્મિક સ્થળે યાત્રા પ્રવાસ ગોઠવાશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી સોંપાય તેવી શક્યતા રહેશે. ધંધાકીય પ્રવૃત્તિમાં મોટો લાભ થાય. અટકાયેલા સરકારી કામકાજ પૂર્ણ થાય. તા. 8 અને 9 દરમિયાન દરેક દિશાઓથી લાભ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન કરેલી મુસાફરી લાભદાયી રહેશે. ઘરમાં કોઈ માંગલિક શુભ કાર્યનું આયોજન થશે. વડીલ તથા મિત્રોનો સાથ સહકાર મળશે. પત્ની તથા બાળકો સાથે સારો સમય પસાર થશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આપની મહત્ત્વકાંક્ષા પૂર્ણ થશે.
——————————–

મિથુન :
તા. 3 અને 4 દરમિયાન સમય સારો નથી આપે સાવધાની રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ આપને પરેશાન કરી શકે છે જેમાં ખાસ કરીને અનિદ્રા અને માથામાં દુખાવાની ફરિયાદ વધુ રહેશે. વ્યાપાર વ્યવસાયમાં આપે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનું ટાળવું. પૈતૃક સંપત્તિમાં કોર્ટ કચેરીના યોગો બને. બહાર ગામ જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું નહીં. સરકારી કામકાજમાં તકલીફ થાય. ઉચ્ચ અધિકારી સાથે સંબંધો બગડવા નહીં અન્યથા નોકરીમાંથી ઘરે બેસવાના યોગો બનશે. આકસ્મિક ધન હાનિ થવાના યોગો છે. તા. 5, 6 અને તા. 7 સાંજ સુધી આપ સંબંધો સાચવવા માટે વધુ પ્રયાસ કરશો. આ સમય એકંદરે મધ્યમ ફળદાયી રહેશે. આપ કોઈ મિટિંગમાં ભાગ લેશો. પોતાના જાત પર ભરોસો રાખી કોઈપણ કાર્ય આત્મબળથી પુરુ કરશો અને તેના ફળસ્વરૂપે દેખીતી રીતે આપની પ્રગતી થશે. પિતાની તબિયતની કાળજી લેવી. વિદેશયાત્રામાં તકલીફો આવે. ધાર્મિક યાત્રાના યોગો બને છે. તા. 7 સાંજ પછી તથા તા. 8 અને 9 દરમિયાન આપના માટે માન-પ્રતિષ્ઠાનો તબક્કો રહેશે. આપના કાર્યો અને કાર્યશૈલીની પ્રસંશા થશે. કામમાં વ્યસ્તતા વધુ રહેશે પરંતુ આ વ્યસ્તતા તથા મહેનત આપને સફળતા અપાવશે. ઉઘરાણી માટે દિવસો સારા રહે.
——————————–

કર્ક :
વ્યવસાયિક મોરચે શરૂઆતમાં એટલે કે તા. 3ના રોજ ભાગીદારીના કામકાજ, સંયુક્ત સાહસો, નવા સંયુક્ત કરારોથી લાભ થાય. જીવનસાથી જોડે સંબંધોમાં મધુરતા આવે. વિજાતીય આકર્ષણ વધે. તા. 4 દરમિયાન આપ પોતાના કૌશલ્યથી વ્યવસાયમાં ખુબ સારું યોગદાન આપશો. આવનાર દરેક મુશ્કેલી તથા અંતરાયને અગાઉથી પારખી જશો અને સમસ્યા માથું ઉંચકે તે પહેલા જ તેને દબાવીને આગળ વધશો. કોઈ મોભાદાર અને વગદાર વ્યક્તિ જોડે મુલાકાત થશે. જોકે, આપને શારીરિક રીતે આળસ વધુ અનુભવાશે. કોઈ કામ કરવાની ઈચ્છા નહીં થાય. તા. 5, 6 તથા તા. 7 બપોર સુધી અષ્ટમ સ્થાનમાં ચંદ્ર હોવાથી સમય ઘાતક રહેશે. આપનું કોઈ કાર્ય સમય પર પુરું નહીં થાય. આપ બેચેની અનુભવશો. કોર્ટ-કચેરીના કાર્યમાં મુશ્કેલીઓ આવશે. આપ આપના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો. અઢી ખર્ચાઓને લઈને આપ ચિંતાઓ અનુભવશો. હાથમાં આવતાં રૂપિયા અટકી જશે. તા. 7ના બપોર પછીનો સમય આપને અનુકૂળ રહેશે. તા. 8, 9 દરમિયાન કાર્ય સફળતાનો દિવસ રહેશે. પરિવાર તથા મિત્રો સાથે આપનો વ્યવહાર પ્રેમ પૂર્ણ રહેશે. આપ આર્થિક બાબતો અંગે સંતુષ્ટ રહેશો. આપ સૂઝ-બુઝથી દરેક કાર્ય સરળતાથી પૂર્ણ કરશો. આપ પોતાના સાહસ થકી સફળતા મેળવવામાં અગ્રેસર રહેશો.
——————————–

સિંહ :
સપ્તાહના આરંભમાં કોઈ વાદવિવાદના કારણે કોર્ટ કચેરીના યોગો બની શકે છે. તારીખ 4 દરમિયાન ભાઈઓ સાથે સંપત્તિની બાબતમાં થોડી વાદવિવાદ થઇ શકે છે. પૈતૃક મિલકતના પ્રશ્નો આપની વચ્ચે તણાવ વધારે તેવું બની શકે છે. જોકે આપ સમાધાનનો પ્રયાસ કરશો તો ચોક્કસ ગ્રહોની સ્થિતિ પણ આપને સાથ આપશે. સંપત્તિ સંબંધિત વિવાદ કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલાઈ શકે છે. વ્યાપાર વ્યવસાયમાં પરિસ્થિતિ આપના પક્ષમાં રહેશે. આપની કાબેલિયતની લોકો પ્રશંસા કરશે. તા 5 અને 6 અને 7 બપોર સુધીનો સમય જીવનસાથી જોડે પ્રેમનો ભાવ રહેશે. પારસ્પરિક ગેરસમજ અને મુશ્કેલીનું નિવારણ આવશે. એકબીજાની જવાબદારી નિભાવવામાં પણ તમે મદદ કરશો. આપનામાં આત્મવિશ્વાસ અને આકર્ષણનો વધારો થશે. ચરમઆનંદ માણવાની પળો પણ મળી રહેશે. આપને આર્થિક રીતે પણ પૂરો સંતોષ થશે. ઘર પરિવારમાં વાતાવરણ આપને અનુકૂળ રહેશે. તા 7 બપોર પછી સમય પ્રતિકૂળ છે. તા 7 બપોર પછી અને 8, 9 દરમિયાન વાહન સાવધાનીથી ચલાવવું અન્યથા ઉતાવળમાં પોતાને નુકસાન કરી બેસશો. શત્રુ અને વિરોધીઓ આપના વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે. આર્થિક રીતે તણાવ પણ રહી શકે છે.
——————————–

કન્યા :
વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં સારો દેખાવ કરી શકે. જોકે, અભ્યાસમાં આપે થોડી એકાગ્રતા રાખવી પડશે.  અભ્યાસમાં ધારી સફળતા મેળવવા મહેનત વધારે કરવી પડશે. આપના સ્‍વભાવમાં ભાવુક્તા વધારે રહે. પેટના દર્દની શક્યતા હોવાથી ખાવા-પીવામાં થોડું ધ્યાન રાખવું. નકારાત્‍મક વિચારોને ‘નો એન્ટ્રી’ કહી દેશો તો ખુશખુશાલ રહી શકશો. સપ્તાહના મધ્યમાં નોકરીમાં ઉપરી અધિકારીઓથી લાભ થાય. હોદ્દામાં બઢતી મળે. બિઝનેસ અંગેનું આયોજન થાય. પિતા કે વડીલ વર્ગ તરફથી લાભ થાય. બિઝનેસમાં સંકળાયેલા જાતકોને હાલમાં કોઇ નવીન તક મળી શકે છે. વ્યવસાયમાં તમે નવી પદ્ધતિ અપનાવો અથવા નવા ક્ષેત્રમાં ઝંપલાવો તેવી પણ સંભાવના રહેશે. આપ પોતાની સમક્ષ આવેલી સમસ્યાઓ કુનેહ અને અનુભવથી ઉકેલી શકશો. છુટક કામકાજ કરતા જાતકો હાલમાં નવા ઓર્ડર મેળવી શકશે તેવી સંભાવના ગણેશજી જોઇ રહ્યા છે. સપ્તાહના અંતિમ ચરણમાં કોઇ મિત્રને મળવાનું થાય અથવા મિત્રો સાથે પિકનિકનું આયોજન થાય જે તમારા માટે આનંદપ્રદ રહેશે. પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે સાનુકૂળ છે. જેઓ પહેલાથી સંબંધોમાં છે તેમને મિલન-મુલાકાત અને કમ્યુનિકેશનની શક્યતા વધશે. જોકે, થોડું આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.
——————————–

Related Posts
1 of 12

તુલા :
તા 3 અને 4 દરમિયાન કોઈ વિવાદ અને લડાઈ ઝગડાથી દૂર રહેવું. પરિવારમાં કોઈ અન-બન અને વિવાદની સ્થિતિ બની શકે છે. આર્થિક સ્થિતિ તંગ રહેશે. આપનો અહં આપની પ્રગતિની વચ્ચે આવી શકે છે. આપના પ્રણય સબંધોના કારણે ઘરમાં તણાવ રહી શકે છે. આપને અંગત માણસોથી જ મુશ્કેલીઓ થઇ શકે છે. તા 5 અને 6 દરમિયાન પરોપકાર અને સમાજસેવાના કાર્યમાં વ્યસ્ત રહેશો. સમાજને લગતી કોઈ જવાબદારી કોઈ સ્વીકારવા તમે સામેથી તૈયાર થશો. કામકાજના સ્થળે ઉપરી અધિકારીઓથી અને રાજનેતા કે વગદાર વ્યક્તિ સાથે ચર્ચા દ્વારા તમે તેમની સાથે સંબંધોમાં ઘનિષ્ઠતા લાવી શકશો. કોઈ નોકરી સંબંધિત ચર્ચા કે ઈન્ટરવ્યું માટે જવાનું થઇ શકે છે. આપ નવી જ્ઞાનવર્ધક જાણકારી મેળવશો. રમત-ગમત અને ફિટનેસ તેમજ વ્યાયામમાં આપ વ્યસ્ત રહેશો. તા 7,8 અને 9 દરમિયાન શત્રુ અને વિરોધીઓ આપનું નુકસાન નહીં કરી શકે . જમીન અને મકાનનો સોદો થઇ શકે છે. આપના અધુરાં કાર્ય પૂર્ણ થશે. કામકાજમાં મન લાગેલું રહેશે. પત્ની સાથે ચાલતો વિવાદ દૂર થશે. તા 9 થી શુક્ર આપની રાશિથી દસમાં સ્થાનમાં ભ્રમણ કરશે કાર્યસ્થળ પર પ્રગતિ થશે. સહકર્મચારીનો સાથ મળશે. શત્રુથી સાવધાન રહેવું.
——————————–

વૃશ્ચિક :
તા 3 અને 4 દરમિયાન આનંદ અને સુખની સ્થિતિનો અનુભવ કરશો. ક્યાંયથી રોકાયેલા કે ઉધાર આપેલા પૈસા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો થશે. અગાઉ કરેલા કામનું ફળ હવે મળશે જેથી તમારી આર્થિક સ્થિતિમાં દેખીતો સુધારો આવશે. તમે હાલમાં રોકાણ અંગે પણ ગંભીરતાથી વિચાર કરશો. કોઈપણ કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરશો. તા 5,6 અને 7 બપોર સુધી આપ વિપરીત પરિસ્થિતિનો અનુભવ કરશો. આપનો અહં આપના માટે અવરોધ બનશે. આપને અપમાનનો સામનો કરવો પડશે. કોઈની સાથે બિનજરૂરી દલીલબાજીની સંભાવના પણ છે. ઘરમાં વાતવરણ તણાવ પૂર્ણ રહેશે. વ્યવસાયિકોને કોઈ મોટો ઓર્ડેર હાથમાંથી નીકળી શકે છે. તા 7 બપોર પછી અને 8 અને 9 દરમિયાન જૂની પરેશાનીમાંથી મુક્તિ મળશે. કોઈ અજાણી વ્યક્તિ અથવા જેમની પાસેથી ક્યારેય અપેક્ષા ન રાખી હોય તેમની સહાય મેળવશો. સમાજમાં આપની ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તા 9 થી શુક્ર આપની રાશિથી નવમાં સ્થાનમાં ભ્રમણ કરશે આપની અપેક્ષા કરતા વધુ લાભ મળશે. સુખસમૃદ્ધિમાં વધારો થશે. સરકાર તરફથી લાભ થશે. ઘરમાં માંગલિક પ્રસંગો બની શકે છે.
——————————–

ધન :
તા. 3 અને 4 દરમિયાન આપના સકારાત્મક વિચારો રહેશે. આપનો પરિશ્રમ સફળ થશે. આપ આપના સંબંધોમાં મજબૂતી લાવશો. આ સમયમાં અન્ય લોકોને મળવાનું થાય તેમજ તમારા પરિચિતોની સંખ્યામાં દેખીતો વધારો થાય તેવી શક્યતા છે. યાત્રા-પ્રવાસ કરશો. સામાજિક પ્રસંગોમાં આનંદ, મનોરંજન મેળવશો. ધાર્મિક કાર્યમાં સમય વ્યતીત કરશો. તમે દાનપુણ્ય કરો તેવી સંભાવના પણ છે. પારિવારિક દૃષ્ટિએ સારો સમય રહે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય તા. 5,6 અને તા. 7 દરમિયાન સમય મિશ્ર ફળદાયી રહેશે. માનસિક તણાવ ચિંતા ઓછી થશે. જે પણ કાર્ય હાથમાં લેશો તેને પૂર્ણ કરીને જ જંપશો. રોજની સમસ્યાનું સમાધાન મેળવશો. આપની વ્યસ્તતામાં ઘટાડો થશે જેથી આપ પાડોશી,સગા-સંબંધી તથા પરિવાર સાથે સમય પસાર કરી શકશો. તા. 7 સાંજ પછી તથા તા. 8 અને 9 મકાન-વાહન પ્રાપ્તિ માટેના સારા યોગો છે. વિદ્યાર્થીને ભણવામાં સફળતા મળે. તમારી સમજશક્તિ અને યાદશક્તિમાં સુધારો આવશે. માતા સાથેના સંબંધો સારા રહે.
——————————–

મકર :
સપ્તાહના પ્રારંભમાં આપ જોમ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપના તન-મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. પરિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. તારીખ 4ના રોજ મિત્ર- સ્‍નેહીજનોનો મિલાપ થાય. જોકે, સમય પસાર થાય તેમ આરોગ્‍યમાં ગરબડ ઊભી થવાના યોગ હોવાથી ખાન પાન પર ધ્યાન આપવું. તા. 5,6 તથા તા. 7 દરમિયાન ચીડિયા સ્વભાવના કારણે પરિવારજનો સાથે મનદુઃખના પ્રસંગ બને. કોઇની સાથે બોલાચાલી ન થાય તે માટે જીભ પર કાબૂ રાખવા ગણેશજી સલાહ આપે છે. પરિવાર અને કાર્યક્ષેત્રમાં સમાધાનકારી વલણ અપનાવવું. સપ્તાહના મધ્યમાં ગણેશજી આપને ગજા ઉપરાંતનો ખર્ચ ન કરવાની સલાહ આપે છે, કારણ કે વિશેષ ધનખર્ચનો યોગ છે. જોકે, આ નાણાં આપ ગૃહ સજાવટ અને પરિવારના સભ્યો માટે વસ્ત્રો, ભેટ સોગાદો તેમજ તેમની સુખસગવડ માટે ખર્ચશો છતાં નાણાંકીય બાબતોમાં સાવધ રહેવું અને લેવડદેવડમાં ચેતીને ચાલવું. સપ્તાહના અંતે નવું કામ કરવાની પ્રેરણા મળે અને ગણેશજીના આશિષથી નવા કામની શરૂઆત કરી પણ શકો. નોકરી કે વ્‍યવસાયમાં આપને સ્‍પર્ધાનો સામનો કરવો પડે. હિતશત્રુઓ કે હરીફો આપને હંફાવવાનો પ્રયાસ કરે પરંતુ આપ એક યોદ્ધાની જેમ લડશો. કોઇ ચોક્કસ હેતુ માટે કાર્ય કરવા પ્રેરાઓ.
——————————–

કુંભ :
આપની કલ્પનાશક્તિ પૂરબહારમાં ખીલતાં સાહિત્‍ય લેખનમાં કોઇ કૃતિનું સર્જન કરો અથવા સારૂં પ્રદર્શન કરી શકો. કલાકારો અને રમતવીરો માટે ખૂબ સારો સમય છે. તેમને પોતાની પ્રતિભા અને પરફોર્મેન્‍સ બતાવવાની તક મળશે. સપ્તાહનો મધ્યગાળો સામાન્ય રહેશે. આપ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને પૂરતા આત્‍મવિશ્વાસથી કરી શકશો. વારસાગત સંપત્તિથી લાભ થવાનો યોગ છે. પિતા સાથે વધુ મનમેળ રહે. આપનો બિન્દાસ સ્વભાવ અને રખડુ મિત્રોની સોબત નહીં છોડો તો અભ્યાસ પર અસર પડશે. મન ચિંતાગ્રસ્‍ત રહે. માંગલિક પ્રસંગોમાં જવાનું થાય. બીમાર જાતકોને માંદગીમાં સુધારો થતો જણાશે. કાર્યસ્થળે સહકર્મીઓથી લાભ થાય. મહેનતના પ્રમાણમાં ઓછું વળતર મળે તો નિરાશ ન થશો કારણ કે આપના કૌશલ્યની નોંધ તો જરૂર લેવાશે. વાણી અને વર્તન પર સંયમ રાખવો જરૂરી છે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવું. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું. કામકાજમાં વિલંબ થાય પણ આપની મહેનત જરૂર રંગ લાવશે. દરવાજા તરફ પીઠ રાખીને અભ્યાસ ન કરવો તેમજ શક્ય હોય તો ઈશાન અથવા પૂર્વમાં સ્ટડી રૂમ રાખવો. ઋતુજન્ય બીમારીઓને બાદ કરતા એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે. આપના ખંત અને કૌશલ્ય જોઈને ઉપરીઓ પ્રસંશા કરશે. એટલું જ નહીં, સપ્તાહના મધ્યમાં નોકરી વ્‍યવસાયના સ્‍થળે પદોન્‍નતિના સમાચાર મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. આપનો ભૂલકણો સ્વભાવ હોવાથી મહત્વની વિગતો ડાયરીમાં ટપકાવવાની આદત રાખો.
——————————–

મીન :
તા 3 અને 4ના રોજ પ્રણય પ્રસંગોમાં સફળતા મળશે. બેરોજગારોને રોજગારીની તક મળશે. લાભદાયી દિવસ રહેશે. વ્યાપાર વ્યવસાયમાં ગંભીરતાથી કામ કરશો. કોઈ મજબુત નિર્ણય લેશો જેથી આપને વધુ નફો મળશે. આપનો ઉદારવાદી દૃષ્ટિકોણ આપના માટે ઘણું સારું પરિણામ આપશે. સમાજમાં આપના પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ વડીલ વ્યક્તિનો સહયોગ અને માર્ગદર્શન મળશે. સમાજકલ્યાણના કાર્યોમાં આગળ રહીને ભાગ લેશો. તા 5, 6 અને 7 ના મધ્યાહન સુધી બીજાની સામે નીચું જોવાનું થશે. કોઈનાથી અપમાનિત થઇ શકો છો. કામકાજ અને નોકરીમાં આપની પર કામનું દબાણ રહેશે. તા 7 બપોર પછી અને 8 તેમજ 9 દરમિયાન માનસિક અને ભાવનાત્મક રીતે આપ સક્ષમ રહેશો. તા 9ના રોજ પ્રણય સબંધો માટે શુભ સમય છે. સામાજિક સંપર્ક વધી શકે છે. આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. ક્યાંય બહાર સિનેમા કે નાટક જોવા જેવા મનોરજનના કાર્યક્રમમાં વ્યસ્ત રહેશો. આપ બૌદ્ધિક કાર્યો અને ચર્ચામાં ભાગ લેશો. આપની સર્જનશક્તિને ખૂબ સારી રીતે કામે લગાડી શકો જેના કારણે કોઈ નવસર્જન થશે. પ્રિયપાત્ર સાથેનું મિલન રોમાંચક રહેશે, આનંદો! માનસિક અને શારીરિક સ્વસ્થતા ખૂબ જ સારી રહેશે.
——————————–

‘અભિયાન’માં નિયમિત પ્રકાશિત થતી ‘સમસ્યા અને નિરાકરણ’ કોલમમાં તમે પણ તમારી મૂંઝવતી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. પ્રશ્ન મોકલવા માટેનું મેઇલ અાઇડી નીચે મુજબનું છેઃ
abhiyaan@smabhaav.com
પ્રશ્ન મોકલતી વખતે જન્મનો સમય, સ્થળ, જન્મ તારીખની વિગતો સાથે આપનો પ્રશ્ન મોકલી આપો.
આપની ઓળખ ગુપ્ત રાખવા માંગતો હોય તો તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે.

——————————–

 

Leave A Reply

Your email address will not be published.

Translate »