તમારા માટે, તમારી સાથે, સતત…

બ્યુટીઃ મૅકઅપ બ્રશના વિકલ્પસમા મૅકઅપ સ્પોન્જ

કોન્ચુરિંગ સ્પોન્જ કોન્ચુરિંગ મૅકઅપ માટે જાણીતું છે

0 178

– હેતલ ભટ્ટ

મૅકઅપ કરવા માટે જુદા-જુદા બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. મૅકઅપ બ્રશની જેમ જ મૅકઅપ સ્પોન્જ આવે છે, જેનો ઉપયોગ તમે મૅકઅપ કરવા માટે કરી શકો છો.

મૅકઅપ સ્પોન્જ જુદા-જુદા આકારમાં અને જુદા-જુદા મટીરિયલમાં ઉપલબ્ધ છે. પ્રમાણમાં નાના એવા આ સ્પોન્જને બ્યુટી બ્લેન્ડર અથવા મૅકઅપ સ્પોન્જ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં માર્કેટમાં સિલિકોન મૅકઅપ સ્પોન્જ ટ્રેન્ડમાં છે. જોકે, ઘણા બ્યુટી એક્સપર્ટના મતે સિલિકોન સ્પોન્જ વાપરવા હિતાવહ નથી, કારણ કે તેનાથી ફિનિશિંગ સારું નથી મળતું અને તેની ખૂબ કાળજી રાખવી પડે છે. સિલિકોન સ્પોન્જ ઉપરાંત કોટન પાવડર પફ, સાટીન પફ, બ્યુટી બ્લેન્ડર સ્પોન્જ, કોન્ચ્યુરિંગ સ્પોન્જ, કોસ્ટમેટિક સ્પોન્જ, કોસ્ટમેટિક વેજિસ, સેલ્યુલોઝ ક્લિન્ઝિંગ સ્પોન્જ જેવાં જુદાં-જુદાં સ્પોન્જ માર્કેટમાં મળે છે.

Related Posts
1 of 55

પ્યોર બ્યુટી બ્લેન્ડર સ્પોન્જનો ઉપયોગ લોશન લગાવવા, સિરમ, પ્રાઇમર વગેરે લગાવવા માટે કરી શકો છો. પ્રોબ્યુટી બ્લેન્ડર સ્પોન્જબ્રોન્ઝર અને ડાર્ક પિગમેન્ટ માટે વાપરી શકાય છે. ઓરિજિનલ બ્યુટી બ્લેન્ડર લિક્વિડ, ક્રીમ, પાવડર, ફાઉન્ડેશન અને ક્રીમ બ્લશ એપ્લાય કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ત્રણેય પ્રકારના સ્પોન્જ સરખી સાઇઝના અને એક જેવા જ દેખાય છે. કોટન પાવડર પફનો ઉપયોગ લૂઝ પાવડર લગાવવા કરી શકાય છે. સેલ્યુલોઝ ક્લિન્ઝિંગ સ્પોન્જ મૅકઅપ દૂર કરવા, રોમછિદ્રોને સાફ કરવા અને એક્સફોલિએશન માટે કરી શકાય છે.

કોન્ચુરિંગ સ્પોન્જ કોન્ચુરિંગ મૅકઅપ માટે જાણીતું છે. જોકે, આ સ્પોન્જ લિક્વિડ અને પાવડર ફોર્મ્યુલા તૈયાર કરવા, હાઈલાઈટર- બ્રોન્ઝર એપ્લાય કરવા માટે કરી શકાય છે. પાવડર લગાવવા માટે સાટીન પફ પણ વાપરવા સારા રહે છે. કોસ્ટમેટિક વેજિસડાર્ક સર્કલ કવર કરવા માટે કન્સિલર એપ્લાય કરવા, ટ્રાયેન્ગલ શેપ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્પોન્જ બ્રશ પણ માર્કેટમાં મળી રહે છે. સ્પોન્જ વાપરવા માટે પહેલાં તો તેને પાણીથી બરાબર પલાળી લો. સ્પોન્જ ફૂલવા લાગશે. પછી સ્પોન્જમાંથી વધારાનું પાણી નીતારી લો અને તેને ટુવાલથી કોરું કરી લો. ત્યાર બાદ આ સ્પોન્જનો ઉપયોગ મૅકઅપ કરવા માટે કરો. સ્પોન્જને સાફ રાખવું પણ જરૃરી છે.

મૅકઅપ કરી લીધા બાદ પાણીથી બરાબર સાફ કરીને સૂકું કરીને સ્પોન્જને મૂકવાથી તેની શેલ્ફ લાઇફ લાંબી રહે છે. માર્કેટમાં સ્પોન્જને સાફ કરવા માટે વિવિધ લિક્વિડ પણ મળે છે. જોકે, તમે માઈલ્ડ શેમ્પૂ અથવા સાબુનો ઉપયોગ કરીને સ્પોન્જને સાફ કરી શકો છો. સ્પોન્જ એકદમ નાજુક હોય છે, તેથી તેની કાળજી રાખવી જરૃરી છે.
——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »