રાજકીય કાંટો કાઢવાનો ખેલ… ‘અભિયાન’માં નજીકની ભૂતકાળની ધરબાયેલી રોચક માહિતી વાંચવા મળી. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું તે વખતે મુંબઈ કાયદેસર ગુજરાતને મળવું જોઈતું હતું, પરંતુ કદાવર નેતા મોરારજીનો કાંટો કાઢવા દિલ્હીમાં બેઠા-બેઠા નહેરુએ ખેલ પાડ્યો. પોતાના રાજકીય પ્રતિસ્પર્ધી ગણાતા મોરારજી દેસાઈને ગુજરાતમાં જ અળખામણા બનાવી લોકમતને ઉપરવટ જઈ ગુજરાતને મુંબઈ ન મળે તે કારસામાં તેઓ સફળ થયા. વિગતો અભ્યાસપૂર્ણ રહી. ‘ગુજરાત-દિન’ની ઉજવણી પાછળ એક અન્યાયના માતમનો ઇતિહાસ ‘અભિયાન’એ ઉજાગર કર્યો.