ઢેબરભાઈ – સાલસ રાજપુરુષ… ‘અભિયાન‘માં ‘સૌરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન ઢેબરભાઈ ભાડાના મકાનમાં રહેતા હતા‘ –માં વિગતો વાંચી ગદગદ થઈ જવાયું. એક સાલસ રાજપુરુષ તરીકે તેમણે રાજધર્મ નિભાવ્યાની અનુભૂતિ થઈ. પ્રજા સાથે સીધો સંવાદ રાખી પ્રશાસન કરવામાં વિનમ્રતા, જમીનવિહોણા ગરીબ પરિવારોને જમીન અપાવી, વિમાનને બદલે ટ્રેનમાં મુસાફરી કરવી, જેવા કાર્યો તેમને મૂઠી ઊંચા ‘સ્ટેટમેન‘ બનાવી દીધા.