તમારા માટે, તમારી સાથે, સતત…

ફિલ્મ અને કલા, દેહ અને આત્મા શ્લીલ-અશ્લીલનું સત્ય-અસત્ય

ન્યૂડ પેઇન્ટિંગ બનાવવા માટે સામે કોઈ મૉડેલનું બેસવું જરૃરી છે

0 594

કવર સ્ટોરી – લતિકા સુમન

એક ચિત્રકારને ન્યૂડ મોડેલ મળવી બહુ કઠિન છે અને મળ્યા બાદ ચોરીછૂપી પેઇન્ટિંગ કરવું પણ એટલું જ મુશ્કેલ છે, કારણ કે પેઇન્ટિંગ બનાવ્યા બાદ એ પેઇન્ટિંગના વખાણ થાય છે કે પછી તેને થપ્પડ ખાવી પડે છે? આ વાત એ કલાકાર પોતે પણ નથી જાણતો હોતો. ભારતીય સંસ્કૃતિમાં કોઈ મહિલાનું નિર્વસ્ત્ર ચિત્ર બનાવવું અસભ્ય માનવામાં આવે છે. તેથી ન્યૂડ મૉડેલિંગ કરવાવાળા આર્ટિસ્ટ માટે એક ન્યૂડ મૉડેલનું મળવું પણ મુશ્કેલ હોય છે. છતાં લોકોની માનસિકતાની પરવા કર્યા વિના કલાકાર પોતાના પ્રયત્નો થકી ન્યૂડ મૉડેલ શોધી કાઢે છે અને પોતાની કળાને આકાર આપવાનો પૂર્ણ પ્રયાસ કરે છે. શું આ રીતનું પેઇન્ટિંગ કરવું એ ખરેખર તેની કળાનો એક ભાગ છે?…શું તેણે આ પ્રકારની કલાને આકાર આપવાની જરૃર છે ખરી?… ‘અભિયાનએ આ મુદ્દાની છણાવટ કરવાનો પ્રયાસ કર્યો છે.

દિગ્દર્શક રવિ જાદવની મરાઠી ફિલ્મ ન્યૂડ(નગ્ન) ચર્ચાનો વિષય રહી. આ ફિલ્મના નામ પર ખૂબ વિવાદ થયો. ન્યૂડ- આ નામને કારણે જ ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાંથી આ ફિલ્મને હટાવવામાં આવી હતી અને આખરે ૨ એપ્રિલના રોજ આ ફિલ્મ મુંબઈના થિયેટરોમાં પ્રદર્શિત થઈ. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મના નામને કારણે જ દર્શકો થિયેટર સુધી ખેંચાઈ આવ્યા હતા. ફિલ્મને જોવા માટે ઉત્સુકતા જાગી હતી. જોકે, આ ફિલ્મ જોયા બાદ કલાકારની કલાની ખૂબસૂરતીનાં દર્શન થયાં. વિચારવા પ્રેરે તેવા ઘણા પ્રશ્નો અને નિઃશબ્દ કરી દેનારો અંત – દર્શકો મનમાં કેટલાય પ્રશ્નો લઈને થિયેટરની બહાર નીકળતા હતા. જો આ ફિલ્મને એક જ શબ્દમાં વર્ણવવાની હોય તો તે છે – અપ્રતિમ કલાકૃતિ.

લંડનમાં રહેનારા રાધાવિનોદ શર્મા માટે એક ન્યૂડ મૉડેલનું આર્ટિસ્ટની સામે બેસવું ખૂબ જરૃરી છે. આજે તેમની સંસ્થામાં લગભગ ૫૦ મહિલા અને ૫૦ પુરુષ ન્યૂડ મૉડેલિંગ કરે છે. ત્યાં ન્યૂડ મૉડેલિંગ અને ન્યૂડ પેઇન્ટિંગને લઈને કોઈ પ્રકારની આપત્તિ નથી ઉઠાવવામાં આવતી. જેવી રીતે કોઈ નોકરી હોય એવી રીતે અહીં આર્ટિસ્ટ અને મૉડેલનો પ્રોફેશનલ સંબંધ હોય છે. ન્યૂડીટીને લઈને અહીં કોઈની વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થતી. કલાકાર અને મૉડેલ વચ્ચે જો કોઈ ચર્ચા થાય તો તે તેમના કામને લઈને થતી હોય છે, પણ ભારતમાં સાવ વિપરીત પરિસ્થિતિ છે. અહીં કોઈ પણ મહિલા આ પ્રકારનું કામ નથી કરી શકતી અને જો કરે તો પણ તેણે તેની ઓળખ છુપાવીને રાખવી પડે છે. આ વાતની ક્યાંય કોઈ પણ જગ્યાએ ચર્ચા નથી થતી. તેને ડર હોય છે કે જો તેની ઓળખ છતી થશે તો સમાજમાં તેની બદનામી થશે. ન્યૂડ ફિલ્મમાં મુંબઈમાં રહેનારી લક્ષ્મીની વાત છે. આજે ૨૫ વર્ષ પછી તે લોકોની સામે આવી અને તે પણ આ ફિલ્મના માધ્યમથી અને ફિલ્મની સાથે-સાથે લક્ષ્મીની પણ ચર્ચા થવા લાગી.

Related Posts
1 of 262

ધનલક્ષ્મી મુદ્દલિયાર દસ વર્ષની ઉંમરે તામિલનાડુથી મુંબઈ આવી હતી. માટુંગાની ઝૂંપડપટ્ટીમાં તે રહેતી હતી. ધનલક્ષ્મીનો પતિ કચરો ઉઠાવવાનો કોન્ટ્રાક્ટ લેતો હતો. બે દીકરા હતા. ખાધે-પીધે સુખી પરિવારમાં એક જ તકલીફ હતી. એ તકલીફ એટલે લક્ષ્મીનો પતિ ખૂબ શરાબ પીતો અને બધા જ રૃપિયા શરાબ પાછળ ઉડાવી દેતો. જ્યારે મોટો દીકરો પાંચ વર્ષનો હતો ત્યારે લક્ષ્મીના પતિનું મૃત્યુ થયું. બધું જ ખતમ થઈ ગયું. જે પરિવાર ખાધે-પીધે સુખી-સંપન્ન હતો, ત્યાં બધું તહેસનહેસ થઈ ગયું. પરિવારનું ગુજરાન ચલાવવા માટે લક્ષ્મી કામ શોધવા લાગી, પણ યુવાન હોવાને કારણે કોઈ લક્ષ્મીને કામ નહોતું આપતું. ઝૂંપડપટ્ટીમાં બે બાળકો સાથે રહેનારી યુવાન વિધવા લક્ષ્મીની પાસે પુરુષો બીજા પ્રકારની અપેક્ષા રાખતા હતા. લક્ષ્મી આખરે હતાશ થઈ ગઈ. તે પોતાની પડોશમાં રહેતી આક્કાને કામ વિશે પૂછવા લાગી, ત્યારે આક્કાએ જવાબ આપ્યો કે તે જે.જે. સ્કૂલ ઓફ આટ્ર્સમાં ઝાડુ મારવાનું કામ કરે છે, પણ એ મહિલા લક્ષ્મીને ક્યારેય પોતાની સાથે લઈને ન ગઈ. એક દિવસ લક્ષ્મી એ મહિલાનો પીછો કરતાં-કરતાં જે.જે. સ્કૂલ ઓફ આટ્ર્સમાં પહોંચી ગઈ. વૉચમેને લક્ષ્મીને રોકી અને પૂછપરછ કરી ત્યારે લક્ષ્મીએ કહ્યું કે, તે કામની શોધ માટે આવી છે. લક્ષ્મીએ અંદર જઈને એક બારીમાંથી અંદર ખંડમાં ઝાંખીને જોયું ત્યારે તે મહિલા વિદ્યાર્થીઓની સામે ન્યૂડ પોઝમાં બેઠી હતી. બધાં વિદ્યાર્થીઓ તેનું ડ્રોઇંગ બનાવી રહ્યા હતા. આ જોઈને લક્ષ્મીને આશ્ચર્ય થયું. લક્ષ્મીએ એ મહિલાને પૂછ્યું કે આ કેવા પ્રકારનું કામ તે કરી રહી છે. ત્યારે મહિલાએ જવાબ આપ્યો કે, આ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ છે. તેઓ મારા શરીરનો અભ્યાસ કરી રહ્યા છે. હું આ જ કામ કરું છું અને મને તેમાં કોઈ લજ્જા નથી આવતી. તું પણ કર. એ દિવસે લક્ષ્મીએ ન્યૂડ પેઇન્ટિંગ માટે મૉડેલિંગનું કામ શરૃ કર્યું. તે ખૂબ રડી, પણ બાળકોનો ચહેરો યાદ આવતા તેણે હિંમત એકઠી કરી અને આ કામ ચાલુ રાખ્યું. છેલ્લાં ૨૫ વર્ષોથી લક્ષ્મી જે.જે. સ્કૂલ ઓફ આટ્ર્સમાં ઝાડુ મારવાની સાથે વિદ્યાર્થીઓ માટે ન્યૂડ મૉડેલ તરીકેનું કામ પણ કરે છે. વિદ્યાર્થીઓ લક્ષ્મીને અમ્મા કહીને સંબોધે છે. વિદ્યાર્થીઓ માટે અમ્મા ઈશ્વર સમાન છે, જે તેમના અભ્યાસક્રમ માટે પોઝ આપે છે અને તેમની કલાને આકાર આપવામાં મદદ કરે છે. કોઈ પણ વિદ્યાર્થી અમ્માને ક્યારેય ખરાબ નજરથી નથી જોતો. બધાં આદરની નજરથી જુએ છે. પોતાના પરિવારની વ્યક્તિની પેઠે હંમેશાં દરેક વ્યક્તિ અમ્માની સાથે પ્રેમથી વર્તતો આવ્યો છે. શું આ પ્રકારનો આદર અને પ્રેમ લક્ષ્મીને શરીર ભૂખ્યા સમાજ પાસેથી મળી શક્યો હોત? લક્ષ્મી જ્યારે પણ કોઈની પાસે કામ માગવા જતી ત્યારે સૌ કોઈ પહેલાં તો તેના દેહ તરફ જ કુદૃષ્ટિ નાંખતા. અમ્મા કલાકો સુધી પોતાના વિદ્યાર્થીઓ સામે ન્યૂડ બેસી રહી અને વિદ્યાર્થીઓ તેની દેહરચનાને કાગળ પર ઉતારતા રહ્યા, પણ ક્યારેય કોઈએ કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર નથી કર્યો. વિદ્યાર્થીઓએ અમ્માને મા માની અને ઈશ્વરનો દરજ્જો આપ્યો. ન્યૂડ મૉડેલને ઈશ્વરનો દરજ્જો આપનારો કોઈ આર્ટિસ્ટ ક્યારેય પોતાની કલાને ઉભારવા માટે કોઈ સ્ત્રીનું અપમાન કરી શકે ખરો? અમ્માના દીકરા શ્રીગણેશને તેની મા શું કામ કરે છે તેના વિશે ખ્યાલ નહોતો, પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ તેની માનું સત્ય તેની સામે આવ્યું. ‘અભિયાન’એ જ્યારે શ્રીગણેશને પૂછ્યું કે તમે તમારી મા વિશે શું કહેવા માગો છો… ત્યારે તેમણે માત્ર બે જ વાક્યો કહ્યા. તેમનું કહેવું હતું કે પહેલાં તો મારી મા મારા માટે ફ્કત મા જ હતી, પણ આજે હવે તેણે ઈશ્વરનો દરજ્જો હાંસલ કરી લીધો. મા વિશે આનાથી વિશેષ કશું કહેવા માટે મારી પાસે શબ્દો નથી.

આર્ટિસ્ટ રાધાવિનોદ શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સામે જ્યારે કોઈ ન્યૂડ મૉડેલ બેઠી હોય ત્યારે તમારા મનમાં કેવા ભાવ પ્રકટતા હોય છે? પ્રશ્નના ઉત્તરમાં શર્માજીએ જવાબ વાળ્યો કે એક કલાકાર જ્યારે પણ કોઈ કલાકૃતિ બનાવે છે ત્યારે તે તેમાં પૂરેપૂરો ડૂબી ચૂક્યો હોય છે. તે ઇચ્છે છે કે તેનું પેઇન્ટિંગ ડ્રામેટિકલ ન લાગે અને આ જ આશયથી તે પોતાની સામે ન્યૂડ મૉડેલને બેસાડે છે. કલાકાર પોતાના ચિત્રમાં એ અહેસાસ લાવવા માગે છે જે એ પોતે અનુભવી શકે. કોઈ ભાવને કલાકૃતિમાં ઢાળવા માટે વિષયને સામે રાખ્યા વિના એ ભાવ લાવવો મુશ્કેલ હોય છે. કલાકારની સામે જ્યાં સુધી કોઈ ઘટના ન ઘટે કે વિષય ઉપસ્થિતિ ન આવે ત્યાં સુધી તેનું ચિત્રાંકન કરવું મુશ્કેલીભર્યું રહે છે. તેથી જ્યારે પણ ન્યૂડ પેઇન્ટિંગ બનાવવાનું હોય ત્યારે ન્યૂડ મૉડેલનું સામે હોવું ખૂબ જરૃરી હોય છે. એક રીતે તે વ્યક્તિના શરીરનો અભ્યાસ કરી રહ્યો હોય છે. ન્યૂડ મૉડેલમાં માત્ર મહિલાઓ જ નહીં, પુરુષો પણ હોય છે. દરેક પ્રકારનાં કદ-કાઠી, રંગ ધરાવતા વ્યક્તિઓનું ચિત્ર બનાવવામાં આવે છે. તેનાં હાથ-પગ, કાન-નાક, ગળું-હોઠ, છાતીથી લઈને કમર સુધીનાં દરેક અંગોનો અભ્યાસ કરીને આર્ટિસ્ટે તેને કાગળ પર ઉતારવાનો હોય છે. મૉડેલનો અભ્યાસ કરતાં-કરતાં કલાકાર એ વ્યક્તિ કેવી હશે તે જાણવાનો પ્રયત્ન કરે છે. વાતો કરતાં-કરતાં તે એ મૉડેલને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આર્ટિસ્ટ તેના આત્મા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને એક સુંદર કલાકૃતિ તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે. એ સમયે કલાકાર એ વાત ભૂલી જાય છે કે તેની સામે બેઠેલી વ્યક્તિએ કપડાં પહેર્યા છે કે નહીં. નગ્નતા કલાકારના મનને સ્પર્શતી જ નથી. તેનું સમગ્ર ધ્યાન પોતાના અભ્યાસ પર જ કેન્દ્રિત રહે છે. ન્યૂડ પેઇન્ટિંગ બનાવનારા કલાકારનું સમગ્ર ધ્યાન તેના અભ્યાસ પર જ રહે છે. એ દરેક સમયે તેની સામે ઉપસ્થિત વિષય કે અભ્યાસ અંગે જ વિચારે છે. સારું પેઇન્ટિંગ બનાવવા માટે આ બધું જરૃરી છે. બીજું કશું જ નહીં.

ન્યૂડ પેઇન્ટિંગ બનાવવા માટે સામે કોઈ મૉડેલનું બેસવું જરૃરી છે. શું કલ્પનાના આધારે આર્ટિસ્ટ પોતાની કલાને આકાર ન આપી શકે… આ અંગે રાધાવિનોદનું કહેવું છે કે, ‘કલાકાર હંમેશાં બે પ્રકારના હોય છે. એક જે વિચારીને પેઇન્ટિંગ બનાવે છે અને બીજા એ જે અનુભવીને પેઇન્ટિંગ બનાવે છે. મેં પણ ઘણા ન્યૂડ પેઇન્ટિંગ બનાવ્યાં છે, પણ જ્યારે તમે સામે ન્યૂડ મૉડેલને બેસાડીને પેઇન્ટિંગ કરો છો તો તમે તેને અનુભવીને પેઇન્ટિંગ બનાવો છો. એ કલામાં જાન આવી જાય છે અને દરેક કલાકાર તેને જીવિત કરવા માટે ન્યૂડ મૉડેલને પોતાની સામે રાખે છે. જોકે, વડોદરાના આર્ટિસ્ટ શૈલેષ પટેલ આ બધી વાતો સાથે પૂરેપૂરી રીતે સહમત નથી. તેમણે ‘અભિયાન’ને જણાવ્યું કે, એક ઉત્કૃષ્ટ કલાકાર પોતાની કલ્પનાશક્તિને આધારે મહિલાનું સારામાં સારું ન્યૂડ પેઇન્ટિંગ બનાવી શકે છે અને સાબિત કરી શકે છે કે તે તેની કલ્પનાશક્તિના આધાર પર શું નથી કરી શકતો…જો કોઈ કલાકારે ન્યૂડ પેઇન્ટિંગ બનાવવું હોય તો તેના માટે કોઈ ન્યૂડ મૉડેલ બેસાડવાની જરૃર નથી. મેં પોતે પણ આવા ઘણા પેઇન્ટિંગ બનાવ્યાં છે, તે વખણાયા પણ છે અને વેચાયા પણ છે.’

એક અત્યંત વિવાદાસ્પદ વિષયની મર્યાદા-લોપ વિનાની પ્રસ્તુતિની આગળની કડી સાથે જોડાવા ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »