તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

મકર : ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓથી ખુશાલીનો માહોલ રહેશે.

0 1,828

તા. 20-05-2018 થી તા. 26-05-2018 ( સાપ્તાહિક રાશી ભવિષ્ય )

મેષ : આ સપ્તાહે શરૂઆતના બે દિવસમાં તમને માનસિક અજંપો વધુ રહેશે અને પરિવાર કે પ્રોફેશનલ મોરચે કોઈને કોઈ વ્યક્તિ સાથે કલેશમાં સમય પસાર થશે. આપે વાસ્તવમાં હાલમાં પોતાના વર્તનનું વિશ્લેષણ કરવું જોઈએ એવો અહેસાસ થશે. પરિવાર સાથે મનદુઃખ થવાની સંભાવના છે. કોઈ મતલબ વગરના વાદવિવાદ થઇ શકે છે. ખૂબ પ્રયત્નો છતાં આપનું કાર્ય પુરું નહીં કરી શકો. માનસિક અંશાતિ અનુભવશો. મકાન-વાહન કે જમીનની બાબતોમાં મુશ્કેલી વધશે. તા. 22 અને 23 દરમિયાન સમય સામાન્ય રહેશે. આપની ઈચ્છા મુજબનું કામ મળવાથી આપ ખુશ હશો. પ્રણયના પ્રસંગો બની શકે છે. જોકે, હાલમાં અનૈતિક સંબંધોની શક્યતા અથવા વિવાહિતોને લગ્નેતર સંબંધોની શક્યતા છે માટે સાવધાન રહેવું અન્યથા તે ઉજાગર થતા આપની પ્રતિષ્ઠા ખંડિત થશે અને વર્તમાન સંબંધોમાં ભંગાણ આવી શકે છે. વિદ્યાર્થીઓને કારકિર્દીને લઇને ચિંતા રહેશે. આગળના અભ્યાસ માટે કયું ક્ષેત્ર પસંદ કરવું તે નક્કી કરવા માટે તમે ગુંચવણમાં રહેશો. તા. 24 અને 25 દરમિયાન આપની આવકમાં વૃદ્ધિ જણાશે. આપ પ્રેરણાત્મક કાર્ય કરશો. આપના માટે શુભ કાર્યમાં ખર્ચ પણ થઇ શકે છે. જીવનસાથી જોડે દિવસ સારી રીતે પસાર થઇ શકશો. બહાર ફરવા જવાનું થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. તા. 26 દરમિયાન આપના પ્રેમપ્રસંગ માટે શ્રેષ્ઠ દિવસ પુરવાર થશે. પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં પણ સરળતા રહેશે.
———————————.

વૃષભ : તા. 20 અને 21ના રોજ ધનલાભનો પ્રબળ યોગ છે. આપ કોઈ માંગલિક કે શુભ કાર્યના આયોજનમાં વ્યસ્ત રહેશો. કોઈ નવીન કાર્યમાં પ્રવૃત બનશો. પરંતુ રાહુ-ચંદ્રના કારણે આપનો દિવસ થોડો સુસ્તમય પસાર થાય. પાડોશી સાથે વાદવિવાદ થવાના યોગો છે. તાત્કાલિક ફાયદો મળવાની લાલચમાં મોટુ આર્થિક નુકસાન થવાના યોગો છે. તા. 22 અને 23 દરમિયાન સમય ખરાબ છે. નાણાકીય બાબતમાં હાથ તંગ રહેશે. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે ઘરપરિવારમાં કડવાશ ભર્યું વાતાવરણ રહેશે. પ્રેમપ્રસંગ જાહેર થઇ શકે છે. નોકરીના સ્થળે કોઈ સહકર્મચારી આપની પીઠ પાછળ દાવ રમી શકે છે. કામકાજમાં થયેલી બેદરકારીનું આપને નુકસાન થઇ શકે છે. બોસ કે પછી ઉપરી અધિકારીનો ઠપકો સાંભળવો પડે. તા. 24ને 25ના રોજ મુશ્કેલ પરિસ્થિતિનો આપ સાવધાની પૂર્વક ધૈર્ય સાથે સામનો કરવા સક્ષમ બનશો. આપને મહેનત વધુ કરવી પડશે અને અમુક નિર્ણય સાવધાનીપૂર્વક સમજી વિચારીને લેવા જરૂરી છે. તા. 26ના રોજ આપ પોતાના માટે કે પરિવારજન માટે નવા કપડાની ખરીદી કરશો. આપના માટે કે પરિવાર માટેના ખર્ચનું પ્રમાણ વધુ રહેશે.
———————————.

મિથુન : તા. 20 અને 21 દરમિયાન સમય મધ્યમ છે. સગા સંબંધીઓ સાથે મુલાકાત થશે. આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવી આંખની પીડાથી સંભાળવું. આ સમયમાં તમે વસ્ત્રો અને આભૂષણોમાં મોટી ખરીદી કરો તેવી શક્યતા છે. મહિલાઓ ખાસ કરીને સૌંદર્યપ્રસાધનો પાછળ વધુ ખર્ચ કરશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે કારણ કે હાલમાં તમારું મન મોટાભાગે ઈતરપ્રવૃત્તિઓમાં પરોવાયેલું રહેશે. ભાગીદારીના ધંધામાં લાભ થાય. તા. 22 અને તા. 23 દરમિયાન આર્થિકક્ષેત્રમાં લાભ થશે. નવા કાર્યની શરૂઆત થશે. ભાઈ-બહેનોના સંબંધોમાં સુખ-શાંતિ રહેશે. ટૂંકી મુસાફરીના યોગ છે. પ્રણય પ્રસંગમાં પણ સમય વ્યતિત થાય. બીજા પર આશા ન રાખતા પોતાના કાર્ય પોતેજ કરવા જેથી આપને આત્મસંતોષ પણ મળશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. તા. 24 અને 25 દરમિયાન ચોથા સ્થાનમાં રહેલો ચંદ્ર કષ્ટદાયી રહેશે. આપે આવક વૃદ્ધિ માટે જે પણ આયોજન વિચાર કાર્ય હોય તે અમલમાં નહીં મૂકી શકો. આર્થિક આયોજનને અમલમાં મુકવા માટે ખુબ મહેનત કરવી પડશે. હાલમાં વાહનો અને ઈલેક્ટ્રોનિક ચીજોના રિપેરિંગમાં ખર્ચ આવી શકે છે. આપને યાત્રા દરમિયાન કષ્ટ પડશે. માતાની તબિયત નરમ ગરમ રહે. તા. 26ના રોજ આપના માટે ધીરેધીરે સમય અનુકૂળ થશે. આ સમયમાં ખાસ કરીને રક્ત સંબંધિત સમસ્યા હોય તેમને સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે.
———————————.

કર્ક : સપ્તાહની શરૂઆત તમે આનંદપ્રમોદ સાથે કરશો. અત્યાર સુધી કરેલા કાર્યોમાં સફળતા મળવાના યોગો છે. જોકે આપે આરોગ્યની ખાસ કાળજી કરવી જરુરી છે. વાત રોગ સંબંધિત સમસ્યાની શક્યતા છે. તા. 21 દરમિયાન સમય આનંદ મનોરંજનમાં પસાર કરશો. જીવનસાથી જોડે ક્યાંક બહાર જવાનો કાર્યક્રમ બનશે. આર્થિક બાબતોમાં નિર્ણય લેવો આપના માટે ફાયદાકારક રહેશે. ધનની પ્રાપ્તિ થશે. આપનામાં સ્ફૂર્તિનો અનુભવ થશે. ધંધામાં નફાનું પ્રમાણ વધે. સામાજિક સ્તરે પણ આપની માન-પ્રતિષ્ઠા વધે. સરકારી કામકાજમાં સફળતા મળે અને ઉપરીઓની કૃપા તેમજ તમારી કાર્યનિષ્ઠાથી નોકરીમાં પ્રમોશનના યોગો બને છે. તા. 22 અને 23 દરમિયાન વ્યવસાયમાં પરિણામ અનુકૂળ મળશે. તમારો મોટાભાગનો સમય કામકાજમાં વ્યસ્તતામાં પસાર થશે. જોકે તમે કામપુરી કરીને માનસિક સંતોષ મેળવશો. કારકિર્દી સંબંધિત વિઘ્ન દૂર થશે. તા. 24 અને 25 દરમિયાન ક્યાંક નજીકમાં બહાર ફરવા જવાનો કાર્યક્રમ બનાવશો. વેકેશનનો પૂરો આનંદ માણશો. પ્રોફેશનલ મોરચે આપની પ્રતિભામાં વધારો થશે. આપ અગાઉનું કોઈ દેવું કે ઉધારી ચુકવી શકશો. આપના વર્તનથી આપ બીજાનું દિલ જીતી લેશો. આપને પૈસા, ખુશી તથા, સંતોષ જેવી દરેક ચીજ મળશે. તા. 26 દરમિયાન ચતુર્થ સ્થાનમાં રહેલા ચંદ્રનું ફળ આપના માટે થોડુ વિપરિત પુરવાર થઈ શકે છે. આપને માનસિક તણાવ રહેશે જેથી કોઈપણ કાર્ય માટે પૂર્વાયોજન કરવું. નિરર્થક કાર્યમાં સમય પસાર કરશો. આપની કોઈ યાત્રા નિષ્ફળ જશે.
———————————.

સિંહ : સપ્તાહની શરૂઆતનો સમય આપની તરફેણમાં નથી. દરેક મોરચે કપરાં ચઢાણની તૈયારી રાખજો. તા 20 અને 21 દરમિયાન કોઈ અશુભ સમાચાર મળશે. મિત્ર અને સહયોગી આપનાથી દગો કરી શકે છે. ધનપ્રાપ્તિમાં મુશ્કેલી આવી શકે છે. આપના મહત્વપૂર્ણ કાર્યને શક્ય હોય ત્યાં સુધી સ્થગિત રાખવા. આપને કારકિર્દી અને વ્યવસાયની ચિંતા રહેશે. રૂપિયા-પૈસાની બાબતમાં હાથ તંગ રહેશે. આપની લોકપ્રિયતામાં ઘટાડો થશે. તા 22, 23 દરમિયાન દિવસ સફળતા દાયી રહેશે. ધન અને પ્રેમ બંને મેળવશો. આપ સુઝબુઝથી કામ લેશો તો વ્યવસાયમાં પ્રગતી થશે. આર્થિક સ્થિતિ મજબુત થશે. આપ ઘર પરિવારમાં વ્યસ્ત રહેશો. આપની બુદ્ધિક્ષમતાથી દરેક કાર્યમાં સફળતા મેળવશો. તા 24, 25 અને 26 દરમિયાન સમય મિશ્ર ફળદાયી રહેશે. આપની વાણીથી આપ દરેકને વશ કરશો. ખાસ કરીને સેલ્સ અને માર્કેટિંગ અથવા શિક્ષણ, કન્સલ્ટિંગ વગેરેમાં જોડાયેલા જાતકો આ સમયમાં સારી પ્રગતી કરી શકશે. લોકો આપની નિંદા અને આલોચના તો કરશે પણ આપ પરવા કાર્ય વગર ઉન્નતિના માર્ગ પર આગળ વધશો. પૈસા આવતાં પહેલા જ જવાનો રસ્તો તૈયાર હશે.
———————————.

Related Posts
1 of 13

કન્યા : નોકરી કે વ્યવસાયમાં ભોંયમાંથી ભાલા ઊભા થવા જેવો ઘાટ સર્જાશે અર્થાત્ અણધારી મુસીબતો આવશે. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો બે જણની સલાહ લઈને કરજો. સપ્તાહના મધ્યમાં કામના બોજ અને ટેન્શનના કારણે શરીરમાં સુસ્‍તી અને થાક અનુભવાય. ઓફિસમાં અધિકારીવર્ગ સાથે સંભાળીને કામ લેવું. આ સમયમાં ધાર્મિક કાર્યો, પરોપકાર, જનસેવા પાછળ ખર્ચ થશે પરંતુ તેનાથી આપને અલગ પ્રકારનો આનંદ મળશે. સપ્તાહના અંતિમ ચરણમાં કલ્પનાની સૃષ્ટિમાં વિહરવાનું આપને ગમશે. સાહિત્‍ય લેખનમાં આપની સર્જનાત્‍મકતા પ્રગટ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. વ્યવસાયિક ક્ષેત્રે આપના માટે ઉજળી તકો લઈને આવશે. ભાગીદારીના કામકાજ કે નવા કરારો કરવા માટે ગણેશજી અને ઈષ્ટદેવનું સ્મરણ કરીને આગળ વધો, જરૂર સફળ થશો. સાહિત્‍ય સર્જકો, કલાકારો અને કસબીઓ પોતાની સર્જનાત્‍મકતા નિખારી શકશે, અને કદર પામશે. પાર્ટી પિકનિકના માહોલમાં મનોરંજન માણી શકશો. દાંપત્યજીવનનો ભરપૂર આનંદ માણી શકશો. નવા વસ્‍ત્રો આભૂષણો કે વાહનની ખરીદી થાય. મિત્રો, ૫ત્‍ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે. છેલ્લા બે દિવસમાં આપની આવકમાં દેખીતો વધારો થવાની શક્યતા છે. ઉઘરાણી સંબંધિત કાર્યો આ સમયમાં ઉકેલી શકશો.
———————————.

તુલા : તા 20 અને 21 દરમિયાન સમાજમાં પ્રતિષ્ઠા વધશે. સમાજને ઉપયોગી થાય તેવા કાર્યોમાં તમારી સક્રીયતા વધશે. કોઈ વગદાર અથવા મોભાદાર વ્યક્તિ સાથે મુલાકાતની શક્યતા બનશે. રાજનીતિમાં જોડાયેલા જાતકોનું વર્ચસ્વ અને પ્રતિષ્ઠા વધશે. આપના વ્યક્તિત્વમાં પરિવર્તન આવશે જેથી કોઈ આપનાથી પ્રભાવિત થશે. કાર્યની વ્યસ્તતાના કારણે પરિવાર માટે સમય નહીં કાઢી શકો. નાણાંની લેવડદેવડ શક્ય હોય ત્યાં સુધી ના કરવી. તા 22,23 દરમિયાન સંતાન તરફથી ખુશી મળશે. તેમને મળેલી સફળતા તમને મનોમન હર્ષિત કરશે. તેમની સાથે ટુંકા પ્રવાસ કે પિકનિકનું આયોજન કરી તમે સમય આપવાનો પ્રયાસ કરશો. આર્થિક સ્થિતિ એકંદરે સારી રહેશે. ક્યાંયથી રોકાયેલા કે ઉધાર આપેલા પૈસા પાછા આવશે. લોન સંબંધિત કામકાજોમાં પણ આશાનું કિરણ દેખાય અથવા કામ સરળતાથી પાર પડી જાય. આપની મહેનતના પ્રમાણમાં ધારેલું પરિણામ મેળવશો જે તમારામાં નવા આત્મવિશ્વાસ અને મનોબળનો સંચાર કરશે. તા 24,25 દરમિયાન વ્યર્થ કાર્યમાં સમય પસાર થશે. પારિવારિક તણાવની સ્થિતિ રહેશે. જો અજંપો વધુ જણાય તો એકલતામાં થોડો સમય વિતાવી માનસિક શાંતિ માટે મેડિટેશન કરો તેવી સલાહ છે. પાડોશી અને મિત્રોથી અણબનાવ થઇ શકે છે. આપના ઓફિસના કાર્યમાં ઉપરી અધિકારીનો ઠપકો સાંભળવો પડે. તા 26ના રોજ મનની ઈચ્છા પુરી થશે. ઘર-પરિવારમાં વ્યસ્ત રહેશો.
———————————.

વૃશ્ચિક : તા 20 અને 21 દરમિયાન સમય ધીરે ધીરે અનુકૂળ થતો જશે. પ્રિયપાત્ર સાથે સામીપ્ય વધશે. વિવાહોને સંતાનો તરફથી કોઈને કોઈ ખુશી મળી શકે છે. આપનામાં ધીમ ધીમે આત્મવિશ્વાસ વધશે અને દરેક કાર્ય પુરું કરવાનું ઝનૂન રહેશે. નોકરીમાં આપના કાર્યથી ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. આપની રચનાત્મકતામાં વધારો થશે. તા 22 અને 23 દરમિયાન લોકપ્રિયતામાં વધારો થશે. સંતાન તરફથી ખુશી મળશે. કેરિયર અને આર્થિક બાબતોમાં તમારા આયોજન અનુસાર બધુ આગળ વધશે. સમય સાથે ખુબ સારી રીતે તાલમેલ બેસાડી શકશો. ગણેશજી આપને આ શુભ સમયનો મહત્તમ લાભ મેળવવાની સલાહ આપે છે. ઘણા સમયથી અટકેલા કાર્યો પુરા થશે. આપના અવિવાહિત સંતાન માટે વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. તા 24 અને 25 દરમિયાન આર્થિક લાભ રહેશે. આપ પોતાના કાર્યને ખુબ સારી રીતે અને ગંભીરતા પૂર્વક પૂર્ણ કરશો. તેનું પરિણામ સકારાત્મક આવશે. બૌદ્ધિક અને માનસિક પ્રગતિ કરશો. જીવનને એક નવા દૃષ્ટિકોણથી વિચારશો. તા 26ના રોજ સમય ખરાબ છે. આ સમય દરમિયાન બહારગામ જવાનું ટાળવું નહીં તો તકલીફ વળી યાત્રા રહેશે.
———————————.

ધન : તા. 20 અને 21 દરમિયાન સમય મધ્યમ છે. સગા સંબંધીઓ સાથે મુલાકાત થશે. આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવી આંખની પીડાથી સંભાળવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે. પાર્ટનરશીપનાં ધંધામાં નુકસાન થાય. તા. 22 અને તા. 23 દરમિયાન આપ આધ્યાત્મિક તારા ખેંચાણ અનુભવશો. આપ ધર્મ સ્થળની મુલાકાત લેશો તથા પૂજા-પાઠમાં સમય વ્યતિત કરશો. તા. 24 અને 25 દરમિયાન દરમિયાન આપના માટે માન-પ્રતિષ્ઠાની દિવસો રહેશે. આપના કરેલા કાર્યની પ્રસંશા થશે. કામમાં વ્યસ્તતા વધુ રહેશે. પરંતુ આપની આ વ્યસ્તતા તથા મહેનત આપને સફળતા અપાવશે અને તે પણ ધાર્યા મુજબ મેળવશો. ઉઘરાણી માટે દિવસો સારા રહે. આપના વ્યવસાયિક પ્રવૃત્તિ સફળતાપૂર્વક આપની તરફેણમાં રહેશે. તા. 26ના દરમિયાન સમય અતિ શુભ રહેશે. આપના માટે પ્રસન્નદાયી દિવસો રહેશે. કાયદાકીય કોર્ટ કેસ તથા કાનૂની દાવા બાબતમાં પરિણામ આપના તરફી રહેશે. આપ સંતાન બાબતમાં રાહત અનુભવશો. આપ સંતાનના અભ્યાસ બાબતમાં લાઈન કઈ લેવી તેનો મહત્ત્વનો નિર્ણય લેશો. જમીનના પૈતૃક સંપત્તિનો ઉકેલ આવે.
———————————.

મકર : સપ્તાહની શરૂઆત ચુસ્તી અને સ્‍ફૂર્તિ સાથે થાય. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આપને ખુશ કરી દે. હસીખુશી અને આનંદ મેળવવા જીવનસાથી તેમજ બાળકો માટે સમય ફાળવશો. તારીખ 21ના રોજ ઘરનું બંધિયાર વાતાવરણ છોડી તમે સુંદર સ્થળે ફરવા જશો. નવા કામના શ્રીગણેશ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાની મનોકામના પૂર્ણ થશે. સપ્તાહના મધ્યમાં કુટુંબ અને કાર્યના ક્ષેત્રે થોડું બાંધછોડભર્યું વલણ હશે તો ઘર્ષણના બનાવો ટાળી શકાશે. તા. 22 અને 23 મનની ઉદાસી આપનામાં નકારાત્‍મક વિચારો લાવશે, પરંતુ તેને હટાવી દેવાની સલાહ છે. વધુ પડતો ધન ખર્ચ થવાના યોગ છે માટે “પાણી પહેલા જ પાળ બાંધવા”ની સલાહ છે. તા. 24 અને 25 પિત્ત વિકાર, બળતરા, પેટના વિકારની ફરિયાદ રહે. સપ્તાહના અંતે આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની પ્રેરણા થશે. જોકે, તમે એ અંગે ચોક્કસ નિર્ણયનહીં લઈ શકો. તા. 26 નોકરી કે વ્‍યવસાયમાં સ્‍પર્ધાત્‍મક વાતાવરણ રહે. હિતશત્રુઓ ઉપરીઓની નજરમાં આપને ઉતારી પાડવાના ચક્કરમાં રહે. નાની મુસાફરી માટેના સંજોગો સર્જાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે અને તેમનાથી લાભ થાય.
———————————.

કુંભ : જો આપ પોતાનું વાહન લઇને પ્રવાસ કરતા હોવ તો સાવધાની રાખવી જરૂરી છે. કઠોર પરિશ્રમ અને નવી ચેલેન્જોનો સામનો કરવા તૈયાર રહેજો. તમે મોટા ભાગે ઘણા બધા લોકોના સંપર્કમાં હશો જેનો પ્રભાવ આપ બીજા પર પાડી શકશો. આ ઉપરાંત આપ સમય કાઢીને પ્રવાસ ખેડશો અને પરિવાર માટે પણ સમય ફાળવી શકશો. આ મહિને આપ સતત ગતિમાં રહેવા પ્રયત્ન કરશો. તમારા જીવનમાં કેન્દ્ર સ્થાને માત્ર કામ- કામ ને કામ જ રહેશે. સીઝન પ્રમાણેનો ખાવાપીવાનો આનંદ પણ લઇ લેશો, તેવું ગણેશજી જોઇ રહ્યા છે. જોકે, તેમાં અતિરેક થશે તો આપ સામે ચાલીને બીમારીને આમંત્રણ આપી બેસશો. આ સમયમાં તમે થોડું બજેટ બનાવીને આગળ વધો તો સારું રહેશે, નહીંતર જે કામનું છે તે રહી જશે અને બિનજરૂરી જંગી ખર્ચાઓ વધી જશે જેથી છેવટે તમારી આર્થિક સ્થિતિ ડામડોળ થઈ જશે. મિત્રો, થોડાં ગણતરીપૂર્વકના જોખમ અને યોગ્ય બજેટ બનાવી આગળ વધશો તો વાંધો નહીં આવે. વધુ મહેનતે ઓછું પરિણામ મળવા છતાં ખંતપૂર્વક આગળ વધી શકો. લાંબાગાળાના મૂડી રોકાણ કરી શકો. આપનું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે. આપના કાર્યો ધાર્યા મુજબ પાર પડે.
———————————.

મીન : તા 20 અને 21 દરમિયાન અનુચિત કાર્યથી દૂર રહેવું. સરકારી કાર્યમાં ગોટાળા થઇ શકે છે. નોકરીમાં બોસ સાથે વાદવિવાદ થઇ શકે છે. આ તબક્કો મિશ્ર ફળદાયી રહેશે. સમય સામાન્ય રહેશે. ઘરની જવાબદારી સારી રીતે નિભાવશો. તા 22 અને 23 દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઘર પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. કંઈક સારું કરવાની પ્રેરણા મળી શકે છે. આપ જે કામ માટે મહેનત કરતા હશો તે કામ તેના યોગ્ય સમયે ખુબ સારી રીતે સંપન્ન થશે. નોકરીમાં સહયોગીઓનો સાથ મળશે. તા 24 અને 25 દરમિયાન આર્થિક સ્થિતિ મજબુત બનશે. નોકરીમાં સમય સુખદ રહેશે. ઘર પરિવારમાં વ્યસ્ત રહેશો. સુખ શાંતિનો અનુભવ થશે દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. સામાજિક કાર્યમાં ભાગ લેશો. તા 26ના રોજ કોઈ આપની લાગણીને ઠેશ પહોચાડી શકે છે. રોકાણની રકમ સલવાઇ ન જાય તેનું ધ્યાન રાખશો. દેખાદેખીથી ખર્ચો કરવો નહીં, મિત્રો સાથેની સોબત આપને બગાડે નહીં તે જોજો. ભાગ્‍યવૃદ્ધિના પ્રસંગો બને. નવી યોજનાઓના શ્રી ગણેશ કરવા માટે યોગ્ય સમય છે. બિઝનેસમેન કે વેપારી વર્ગને સરકારી કોન્ટ્રાક્ટ કે ઓર્ડર મળવાની શક્યતા છે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવવાના યોગ છે. ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે.
———————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »