સંસ્થા થકી વ્યક્તિનું અસ્તિત્વ હોય… ‘અભિયાન’ની કવર સ્ટોરી અર્થસભર રહી. સંસ્થાની ગરિમા સાચવી અને વ્યક્તિગત અહમ્ને કિનારે કરી પ્રવીણભાઈની અતિ મહત્ત્વકાંક્ષાનાં પરિણામો જનમાનસમાં અંકિત કર્યા. સંસ્થા થકી વ્યક્તિનું અસ્તિત્વ છે, નહીં કે વ્યક્તિથી સંસ્થાનું. ‘વિહિપ’નો ઉજ્જવળ ઇતિહાસ અને દેશહિતનાં કાર્યોને પ્રજાસમક્ષ મુક્યા. વિહિપની નવી નેતાગીરીની પ્રતિબદ્ધતા સાથે બંધિયાર નેતાગીરીને તેમની ભૂલો અરીસામાં દેખાડી આપી.