બાળકોની ગળથૂથીમાંથી વાર્તા ક્યાં ગઈ.. ‘ગુજરાતી બાળસાહિત્યનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે’માં વિગતો અભ્યાસપૂર્ણ રહી. બાળકોને ગળથૂથીમાં જે ‘જ્ઞાન’ આપવાનું હતું તે અદ્રશ્ય બની ગયું. કુમળા માનસ પર મોબાઇલ-એપ્સ, કમ્પ્યૂટર જેવા ડિવાઇસિસે ભરડો લઈ લીધો છે. વિદ્વાન બાળ સાહિત્યકારોની વાત નજરઅંદાજ ન કરાય, સાથે સાથે બાળસાહિત્યની સામગ્રી ઉપલબ્ધ રહે તેવા પ્રયાસો નહીં કરાય તો નવી જનરેશન પાસે ‘સંસ્કાર’ના નામે કશું બાકી નહીં રહે.