જળ સંગ્રહ ‘અભિયાન‘ની નવી દિશા… ‘અભિયાન‘ની કવર સ્ટોરી અભ્યાસપૂર્ણ રહી. વિષયને કેન્દ્રમાં રાખી ખૂબ જ વિસ્તારપૂર્વક અને માહિતીસભર લેખ અને ‘દરિયા‘ના પાણીથી જે આગળ વધતી ખારાશ અને મીઠા પાણીના સંગ્રહ વિશેનો વિગતવાર અહેવાલ વાંચવા મળ્યો. ‘રણ સરોવર‘ કચ્છના નાના રણ ખાતે જે વિશાળ મીઠા પાણીનું સરોવર બની શકે તેમ છે તેની વિગતો આવકારદાયક રહી. પ્રસ્તુત માહિતીમાં આપના તરફથી જો હજુ ‘રણ સરોવર‘ બાબતે સેપરેટ વિસ્તૃત વિગતો સાથેનો અહેવાલ ‘અભિયાન‘ દ્વારા પ્રકાશિત કરાય તો ગુજરાતના નવ જિલ્લાના પચ્ચીસ લાખ લોકોનો જે પ્રાણપ્રશ્ન પાણીનો છે તે જનહિત માટે મદદરૃપ બની રહેશે. ‘અભિયાન‘ ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને નંબર-વન મેગેઝિન છે અને તેમાં જો ‘રણ સરોવર‘ બાબતે અહેવાલ આવે તો જરૃર આ પ્રોજેક્ટ માટે લોકો જાણતા થશે.