એમ.બી.એસ.ની વાત નીકળી ‘ચર્નિંગ ઘાટ‘માં…‘અભિયાન’ના ગૌરાંગ અમીન લિખિત ‘ચર્નિંગ ઘાટ’ તાજગીભર્યા વિચારો સાથે આવે છે. વાંચવી ગમી. ‘આપણા માટે સાઉદી અરેબિયા, રણમાં ખીલેલું એક કમળ છે’માં રોચક વિગતો વાંચવા મળી. અતિ ધનાઢ્ય દેશનો યુવાન પ્રમુખ એમ.બી.એસ.ની વિગતો જાણી આશ્ચર્ય થયું. નવી જનરેશન માટે તેમના વિચારો આવકારદાયક રહેશે.