‘પંચામૃત’ – ભૂપત વડોદરિયા
સત્તરમા સૈકામાં ડબ્લિન શહેરમાં જન્મેલા અને અઢારમા સૈકામાં મૃત્યુ પામેલા જોનાથન સ્વીફ્ટને અંગ્રેજી ભાષાના સૌથી સમર્થ કટાક્ષલેખક ગણવામાં આવે છે. દુનિયાભરમાં આજે પણ જોનાથન સ્વીફ્ટ ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’ના લેખક તરીકે જાણીતા છે. જોનાથન સ્વીફ્ટ ઈસવી સંવત સોળસો સડસઠમાં જન્મ્યા હતા અને ઈ.સ. સત્તરસો પિસ્તાળીસમાં ૭૮ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પર બે સૈકા સુધી જાણે કે એ પ્રભાવ પાથરીને બેઠા હતા!
જોનાથન સ્વીફ્ટની લાંબી લેખન-કારકિર્દીમાં પુરસ્કારરૃપે તેમને બસો પાઉન્ડ એક જ વાર મળ્યા હતા અને તે ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’ને માટે! સ્વીફ્ટને પોતાનાં લખાણોના કર્તા તરીકે પોતાનું નામ પણ સંતાડવું પડતું હતું. સ્વીફ્ટની તેજાબી કલમથી રાજકર્તાઓ ખાસ ડરતા હતા અને કનડગત કરવાની કોઈ તક જતી નહોતા કરતા. એટલે સ્વીફ્ટ પોતાનું નામ જાહેર કરી શકતા નહીં. ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’ના મુદ્રકને ખબર નહોતી કે તે કોની ચોપડી છાપી રહ્યો છે!
આજે પણ જોનાથન સ્વીફ્ટને અંગ્રેજી ભાષાના સૌથી સમર્થ કટાક્ષલેખક ગણવામાં આવે છે. તેમણે રાજકીય પત્રિકાઓ લખી છે, નિબંધો લખ્યા છે, કાવ્યો લખ્યાં છે. તેના પત્રો અને નોંધપોથીઓમાં પણ તેની સર્જક કલમનો જાદુ છે. તેનાં માર્મિક વચનોના થોડાક નમૂના અહીં આપ્યા છે – ભાવાર્થ આપ્યો છે – શબ્દશઃ તરજુમો નથી. એનાં આવાં માર્મિક વચનો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે.
વધુ માર્મિક વચનો વાંચવા માટે ‘અભિયાન’નું લવાજમ સબસ્ક્રાઇબ કરો…