તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

મિથુન : પ્રતિષ્ઠામાં વધારો થશે.

0 370

તા. 18-03-2018 થી તા. 24-03-2018

મેષ :
તા. 18 અને 19 દરમિયાન આપના માટે ચિંતાદાયક તબક્કો રહેશે. આપના ખર્ચમાં વધારો થશે. આપની તબિયતમાં પણ તકલીફ ઉભી થઇ શકે છે. મિત્ર સાથે મનદુઃખ કે પછી નોકરીમાં આપના સાથી કર્મચારીથી અસંતોષ થઇ શકે છે. પરિવારમાં મહેમાનના આગમન પછી કોઈપણ કારણથી પરેશાની થવાની સંભાવના હોવાથી સાચવવું. વિદ્યાર્થીઓને સામાન્ય ભણતરમાં તકલીફ થશે તેથી વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવાની જરુર રહેશે. જે સમસ્યા કે પડકારથી આપ દૂર રહેવામાંગતા હશો તે જ વર્તમાન સમયમાં તમારા માટે તણાવનું કારણ બની શકે છે. તા. 20 કે 21 દરમિયાન આપ શાંતિથી સમય પસાર કરી શકશો. આપને વ્યવસાય માટે મુસાફરીના સંજોગો ઉભા થશે અને તે પણ ફાયદાકારક રહેશે. આપને કોઈના તરફથી ભેટસોગાદ મળી શકે છે. આપને જીવનસાથી જોડે હાલમાં મધુર પળો માણવાની તકો અગાઉની તુલનાએ ઓછી મળે તેવી શક્યતા છે. તા 22 અને 23 દરમિયાન આપ કામકાજમાં વધુ વ્યસ્ત રહેશો. સપ્તાહનો અંતિમ દિવસ સંતોષકારક રહેશે. પારિવારિક સુખશાંતિમાં વધારો થશે. આપ કામને ગંભીરતાથી લેશો જેથી કામનો બોજ પણ ઓછો રહેશે અને માનસિક શાંતિ અનુભશો. છેલ્લા દિવસે સહપરિવાર બહાર ફરવાનું જવાનું આયોજન કરશો.

———————————.
વૃષભ :
તા. 18 અને 19 દરમિયાન ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે. આપને વડીલવર્ગના આશીર્વાદ અને સહકાર મળશે. આ સમય આપના માટે વિજય સુચક રહેશે જેના કારણે કોઈપણ કામ હાથમાં લો તેમાં સફળતાની શક્યતા વધુ રહેશે અને દરેક મોરચે આપનું વર્ચસ્વ વધશે. આ સમય દરમિયાન આપ તેજ ધારદાર રીતે આપની સામે આવેલ મુશ્કેલીનું નિરાકરણ કરવાની સક્ષમતા દાખવશો. સૂર્યનું પાંચમાં સ્થાનમાં ભ્રમણ હોવાથી આપના ઉપરી અધિકારી તરફથી આપના કામની કદર થશે અને બદલામાં તમને બઢતી તેમજ નોંધપત્ર પગાર વૃદ્ધિ પણ મળી શકે છે. આ મહિના દરમિયાનનો પ્રવાસ આપની ઈચ્છા મુજબના પરિણામ વાળો ખુશીઓવાળો રહેશે. તા. 20 અને 21ના દરમિયાન આપ ઘર પરિવાર તરફ ધ્યાન નહીં આપી શકો. તકલીફદાયક સમય રહેશે. આપ અંદરથી પોતાને નિઃસહાય અનુભવશો. આપનાથી ઘર પરિવારના કોઈ સભ્યને દુઃખ પહોંચશે. જેનાથી આપ પોતે અંદરને અંદર ગ્લાની અનુભવશો. તા. 22 અને 23 દરમિયાન આપ તણાવમાંથી રાહત અનુભવશો. આપ નવા કાર્યની શરૂઆત કરશો. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થશે. સમય આપની તરફેણમાં રહેશે તેથી આપ ખુશી અનુભવશો. તા. 24ના રોજ આપના માટે ભાગ દોડ વાળો દિવસ રહેશે. આ સમય દરમિયાન વ્યવસાય માટે કરેલી ભાગ દોડ વાળો પ્રયાસ લાભકારક રહેશે.

———————————.
મિથુન :
તા. 18 અને 19ના રોજનો સમય આપના માન-સન્માન, પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ સમય બહાર હરવા-ફરવા તથા મનોરંજનમાં પસાર કરશો. પ્રણય પ્રસંગ માટે પણ દિવસ સફળ રહેશે. સમય આપના માટે સાનુકૂળ છે. આપને મનમાં સંતોષની લાગણી ઉદ્ભવશે. માનસિક અને બૌદ્ધિક રીતે આપ સક્ષમતા અનુભવશો. સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 20 અને 21 દરમિયાન લાભની સ્થિતિમાં આવી જશો. નોકરિયાતોને તેમના કામની કદર રૂપે કોઈ પુરસ્કાર મળી શકે છે. આપની આવકમાં વધારો થશે જેના કારણે જૂનું ઋણ ચુકવી શકશો. નોકર, ચાકર, વાહન અને ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે વીમા, શેર અને બેંકના કાર્યોમાં આપ વ્યસ્ત રહેશો. આ સમય દરમિયાન કરેલ લાંબો પ્રવાસ આપના માટે લાભદાયી રહેશે. તા. 22 અને તા. 23 દરમિયાન બારમે ચંદ્ર હોવાના કારણે છુપા શત્રુ આપની વિરુદ્ધ ષડયંત્ર કરશે. આપની પીઠ પાછળ આપની નિંદા થઇ શકે છે. આ તબક્કો માનસિક તણાવવાળો રહેશે. જીવનસાથી તથા પરિવાર સાથે નિરર્થક દલીલ ટાળવી. જે ચીજથી આપ દૂર રહેવા માંગતા હશો તેનો જ આપને સામનો થશે. તા. 24ના રોજનો દિવસ સારો રહેશે. તણાવમાંથી મુક્તિ મેળવશો.

———————————.
કર્ક :
18 અને 19 દરમિયાન આપના પર ઈશ્વરની કૃપા રહેશે. આપ વિરોધીઓ સામે જીત મેળવશો. આપે જે નવું કાર્ય મહેનતથી શરુ કર્યું હશે તેમાં સફળતા મેળવશો. સરકારમાં અટકેલા કાર્યો પૂર્ણ થશે. ભૂતકાળના કરેલા કેટલાક નિર્ણયો પર એકવાર ફરી સમીક્ષા કરશો અને જરૂર જણાય ત્યાં ફેરફાર કરવામાં પણ અચકાશો નહીં. મિત્રો સાથે મુલાકાત થાય અને જૂની યાદો તાજી કરશો. તા. 20 અને 21 દરમિયાન સમય આપના પક્ષમાં રહેશે. આપ જે સંબંધો વધારશો તે આપને આગળ કામ આવશે. આપના માન-પ્રતિષ્ઠાનો વધારો થશે. સમાજમાં આપનું વર્ચસ્વ વધશે. જુનું વાહન વેચીને નવું ખરીદશો. જમીન –મિલકતના કાર્યોમાં લાભ મેળવશો. તા. 22અને 23 દરમિયાન આપ પુરા જોશથી કામ કરશો અને સફળતા મેળવશો. શત્રુઓ તથા વિરોધીઓ આપની સામે ટકી નહીં શકે. જીવનની કઠણ પરિસ્થિતિઓનો આપ મક્કમતાથી સામનો કરશો. મિત્રોથી લાભ મેળવશો. જુના રોકાયેલ કે પછી ઉધાર આપેલાનાણાં છુટા થશે. તા. 24ના રોજ વિરોધીઓ તથા શત્રુઓ આપના પર હાવી રહેશે. આપને કોઈ ગેરસમજ થશે અને આપનું મગજ શંકાશીલ રહેશે.

———————————.
સિંહ :
તા 18 અને 19 દરમિયાન દિવસ ચિંતાજનક રહેશે. આપ કોઈની સાથે કારણ વગર વાદવિવાદમાં ઉતરી પડશો, જેથી આપ હેરાન પરેશાન થઇ જશો. જીવનમાં અણધારી આફત નોંતરો તેવું પણ બની શકે છે. આપની વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું. તમે જેને આપ્તજન અથવા અંગત વ્યક્તિ માનો છે તેઓ જ આપની સાથે દગો કરી શકે છે. તા 20 અને 21 દરમિયાન પતિ અને પત્નીમાં ચાલતા તણાવ અને ગેરસમજનું નિરાકરણ આવશે. રાજકીય કાર્યોમાં આપને સફળતા મળશે. સરકારી કાર્યમાં આવેલી મુશ્કેલી દૂર થશે. કામકાજમાં કાયદાકીય મંજૂરીઓ અથવા ટેક્સ જેવા પ્રશ્નો ઉકેલાઈ શકે છે. લાંબાગાળાનું રોકાણ કરવા માટે પણ તમે હાલમાં સક્રીય થશો જેમાં ખાસ કરીને એફડી, મ્યુચ્યુઅલફંડ, વીમા પોલીસી જેવા રોકાણોની શક્યતા વધુ છે. શત્રુ અને વિરોધી આપની આગળ નહીં જીતી શકે. ઉચ્ચ અધિકારી આપનાથી પ્રસન્ન રહેશે. સંગીત અને કળામાં આપની રૂચિ રહેશે. વ્યાપારિક બાબતમાં આપ ગંભીરતાથી વિચારશો. તા 22 અને 23 દરમિયાન આપ ભૌતિક સાધનો પાછળ ખર્ચ કરશો. આપની અંગત બાબતો અને મુશ્કેલી બુદ્ધિથી અને કુશળતાથી ઉકેલશો. તા 24ના રોજ નોકરીમાં આપના માટે સફળતાના યોગ રહેશે. સામજિક કાર્યક્રમમાં આપ ભાગ લેશો. આર્થિક રીતે આપ મજબુત બનશો.

———————————.
કન્યા :
શરૂઆતના ચરણમાં દાંપત્યજીવનમાં પણ નજીવી ખટરાગના પ્રસંગો બનશે. જોકે છતાં પણ પતિ-પત્ની વચ્ચેઆની નિકટતા વધે. સારા વસ્ત્રપપરિધાન, આભૂષણો કે વૈભવી જીવનશૈલીની ચીજોની ખરીદી અને સારૂં ભોજન લેવાની તક મળે. ઘરમાં નવું રાચરચીલું લેવાની પણ યોજના બને. વાણી અને પાણીથી સંભાળીને રહેવું. સપ્તાહના મધ્યમાં આધ્યાત્મિકતા તરફ આપની રુચિ વધશે. જોકે, આર્થિક વહેવારોમાં સો ટકા સતર્કતા રાખવાની સલાહ છે. અદાલતી કાર્યોમાં કોઇના જામીન ન બનતા. બીમાર જાતકોની તબિયત સુધરશે. કાનૂની બાબતોમાં કોઈ પર અંધ વિશ્વાસ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે માટે દસ્તાવેજો પર સહી કરતા પહેલા તેનો ઝીણવટપૂર્ણ અભ્યાસ કરી લેવો. વાહન ચલાવતી વખતે તેમ જ સીડી ચડતી કે ઉતરતી વખતે અકસ્માેતથી સંભાળવું. સપ્તાહના અંતિમ ચરણમાં વિદેશ વસતા મિત્ર કે સ્નેતહીજનના સમાચાર મળશે. આપના કાર્યો વિના અવરોધે પાર પડતા એકંદરે હળવાશ રહેશે. લક્ષ્મીજીની કૃપા રહેતા રોકાણ કે આવકના નવા સ્ત્રોતોનું આયોજન લાભદાયી રહેશે. સપ્તાહના મધ્યમાં મક્કમ વિચારસરણી અને દૃઢ આત્મવિશ્વાસ આપની સફળતાનો પાયો નાંખશે. નોકરિયાતોને બઢતી કે અન્ય પ્રકારે લાભના સંકેત છે. લગ્નોાત્સુશક યુવક યુવતીઓને જીવનસાથીની શોધ પૂર્ણ થશે.

Related Posts
1 of 5

———————————.
તુલા :
તા 18 અને 19 દરમિયાન ઘરની કોઈ વ્યક્તિ માટે આપ માર્ગદર્શક બનશો. આપ્તજનો તેમના કેટલાક પ્રશ્નોમાં તમારી પાસેથી સલાહ માંગશે. આપના માટે બીજી કોઈપણ બાબતોની તુલનાએ સંબંધો સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે. આપ માતા-પિતા અને સંતાન પ્રત્યે આત્મીયતા અનુભવશો. શક્ય હોય ત્યાં સુધી ખાસ કરીને નકારાત્મક વિચારોથી દૂર રહેશો. આપના મિત્રવર્તુળમાં નવા લોકોનો ઉમેરો થઈ શકે છે. આપ પણ અનુભવી અને સફળ લોકોનું માર્ગદર્શન મેળવશો. તા 20 અને 21 દરમિયાન આપ વધુ વ્યાવહારિક બનશો. પતિ-પત્નીના સંબંધોમાં સમજદારી રહેશે. પ્રોફેશનલ મોરચે તમને સોંપાયેલું કામ પુરી મહેનત અને કુશળતાથી પૂર્ણ કરશો. કામની વ્યસ્તતા વચ્ચે તમે શોખ સંતોષવામાં પણ પાછા નહીં પડો. ભૌતિક સાધનોની ખરીદીની શક્યતા પણ જણાય છે. આપ જમીન-મિલકતની ખરીદી કરવાનું વિચારશો. આપનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ત22 અને 23 દરમિયાન આઠમા સ્થાનમાં ચંદ્ર આપના માટે ઘાતક બનશે. ઘણી બાબતોમાં આપ નિરાશા અનુભવશો. વિદ્યાર્થીઓને આ દિવસોમાં સામાન્ય અભ્યાસના બદલે ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં રુચિ વધશે. આપના વિરોધીઓ અને શત્રુ આપની પર હાવી થશે. આપના રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવશે. આપનો સ્વભાવ વધુ શંકાશીલ બનશે. ઘર પરિવારમાં સ્થિતિ આપના પક્ષમાં નહીં રહે. તા 24ના રોજ ફરીથી સમય આપના પક્ષમાં રહેશે.

———————————.
વૃશ્ચિક :
તા 18 અને 19 દરમિયાન સ્થિતિ આપના પક્ષમાં રહેશે. આપના બેંક અને વીમાનું કાર્ય સારી રીતે પૂર્ણ થશે. દલાલી, શરાફી પેઢી, બેંકિંગ, કમિશન, કોમિટિડીની લે-વેચ કાર્યોમાં ગણતરીપૂર્વક આગળ વધવાથી ટુંકાગાળાના નાના-નાના લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓ માટે મહેનત જરૂરી રહેશે. યુવા વર્ગ માટે ઉત્સાહપૂર્વકનો સમય રહેશે. આપના કામ સારી રીતે પૂર્ણ થવાના કારણે રાહત અનુભવશો. પ્રણય પ્રસંગોમાં સફળતા મળશે. નવી મુલાકાતો અથવા નવા પાત્રો સાથે સંબંધોની શરૂઆત થવાના યોગ પણ બનશે. તા 20 અને 21 દરમિયાન ઓફિસમાં આપની આશા પ્રમાણેનું ફળ મળશે. પારિવારિક કાર્યોમાં આપ વ્યસ્ત રહેશો. લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઇને કાર્ય કરશો. ઉચ્ચ અધિકારીઓનો પુરો સહયોગ મળશે. દરેક સુખસુવિધા મેળવશો. કાર્ય કરવાનું તમારામાં અનોખુ ઝનૂન રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે અને તેમની સાથે બંધાયેલા મૈત્રી સંબંધોનો લાભ પણ મેળવશો. તા 22 અને 23 દરમિયાન સારા ભવિષ્ય માટેની તક મળશે. વ્યવસાયમાં સ્થિતિ ખાસ સંતોષકારક નહીં રહે પરંતુ આપના પ્રયાસ અને મહેનતથી જે પણ ફળ મળે તેમાં આપને કાર્યસંતોષ રહેશે. આપ પોતાની પ્રતિષ્ઠા સુધારવાનો પ્રયત્ન કરશો. રોજબરોજના કાર્ય માટે આવશ્યક ફેરફારો કરશો. તા 24ના રોજ વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.

———————————.
ધન :
તા. 18 અને 19 ભાઇ-બહેન સાથેના સંબંધોમાં સુધારો આવે. પડોશીઓ સાથેના સંબંધમાં સુધારો આવશે. દરમિયાન ચતુર્થ સ્થાનમાં રહેલો ચંદ્ર કષ્ટદાયી રહેશે. આપે આવક વૃદ્ધિ માટે જે પણ આયોજન કે વિચાર કર્યા હોય તે અમલમાં નહીં મૂકી શકો. તેના અમલ માટે ખુબ મહેનત કરવી પડશે. આપને યાત્રા દરમિયાન કષ્ટ પડશે. આપ બધી બાજુથી મુસીબતથી ઘેરાયેલા હોવાનો અહેસાસ થશે. જમીન મકાનમાં રોકાણથી ફાયદો થાય. માતાની તબિયત નરમ ગરમ રહે તા. 20 અને 21ના રોજ આપના માટે ધીરેધીરે સમય અનુકૂળ થશે. આપની ભાવનાઓને આપ આપના પરિવાર સામે વ્યક્ત કરશો જેથી આસપાસનું વાતાવરણ આનંદિત થઇ જશે. તા. 22 અને તા. 23 બપોર સુધી આપની ઈચ્છા મુજબ કાર્ય થવાથી મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ પ્રતિસ્પર્ધામાં ભાગ લેશે. આર્થિક કાર્યમાં સમજી વિચારીને આગળ વધજો. આપને સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી પડે. ખાસ તો પેટના દર્દોથી સાચવવું. શેરબજારથી આર્થિક લાભ થાય. હરવા ફરવા માટેનો ઉત્તમ સમય છે. નિઃસંતાન દંપતી માટે સંતાન પ્રાપ્તિ સંબંધિત સારા સમાચાર મળે અથવા આ દિશામાં આશાનું કિરણ દેખાય તેવી સંભાવના છે. પ્રેમસંબંધોમાં મધુરતા આવે. તા. 24ના રોજ તણાવમાંથી મુક્તિ મેળવશો.

———————————.
મકર :
તા. 18 અને 19ના રોજ ઘર-પરિવાર આપની પ્રાથમિકતા રહેશે. આપના આવકના સ્ત્રોત જે હશે તેમાંથી નિયમિત આવક ચાલુ રહેશે. આપની જીવનશૈલીમાં બદલાવ આવશે. આપ આપના કાર્યને પુરી જવાબદારીથી પૂર્ણ કરશો અને અપેક્ષિત ફળ મેળવશો. કમિશન કે દલાલીના કામથી આર્થિક લાભ થવાની શક્યતા છે. તા. 20 અને 21 દરમિયાન ચતુર્થ સ્થાનમાં ચંદ્ર હોવાથી પરેશાનીઓ વધશે. આર્થિક બજેટમાં ગરબડ થઇ શકે છે. જેથી મન અશાંત રહેશે. નજીકના સગાના સ્વાસ્થ્યમાં ગરબડ ઉભી થવાની શક્યતા છે જેના કારણે આપને બેચેની રહ્યા કરે. આપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. વ્યર્થ ખર્ચાઓથી બચવું. તા. 22અને 23 દરમિયાન ધીરેધીરે લાભદાયી પરિસ્થિતિઓમાં આવશો. કોઈ મહત્ત્વપૂર્ણ સોદા થઇ શકે છે. જે કાર્ય માટે ઘણા સમયથી પ્રયત્નશીલ હતા કે પછી મહેનત કરતા હતા તે આ સમય દરમિયાન પૂર્ણ થશે. વિદ્યાર્થીઓએ આ સમય દરમિયાન અભ્યાસમાં ધ્યાન આપવું. જરૂરી છે અન્યથા તમારા લક્ષ્ય પ્રાપ્તિમાં અવરોધ આવી શકે છે. વિદ્યાર્થીઓને કેરિયરમાં નવી દિશા પ્રાપ્ત થશે. અવિવાહીતોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. તા. 24ના રોજ ઉત્તમ સમય છે. શુભ સમાચાર મળવાની શક્યતા છે. નવી વ્યક્તિઓને મળવાનું થશે. કોઈ જુનો વિવાદ ચાલતો હોય તો તેનું નિરાકરણ આવશે. કોઈ મિત્રનો સાથ મળશે. આપના માટે સમય રાહત ભર્યો રહેશે.

———————————.
કુંભ :
વેપારીઓને લાભ થવાની શક્યતા છે. સપ્તાહના મધ્યમાં તમે સાંસારિક બાબતો બાજુ પર રાખીને આધ્યાણત્મિકતા તરફ વળશો. ગૂઢ અને રહસ્યમમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઊંડું ચિંતન અને મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. ઓચિંતો ધનલાભ થાય. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થવાની શક્યતા છે. ઉતાવળે નિર્ણય લઈને પસ્તાવું ન પડે તેનું ધ્યાન રાખવું. પ્રેમ પ્રસંગોમાં સમર્પણની ભાવના વિકસાવી સુખી લગ્નજીવનનો પાયો નાખી શકશો. મિત્રો અને કુટુંબના સ્વ જનો સાથે ખૂબ આનંદમાં સમય પસાર થાય. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્સોં નિમિત્ત બની શકે છે. આખા સપ્તાહમાં કાર્યબોજ અને કમ્યુનિકેશનમાં વ્યસ્ત રહેવાથી વિકએન્ડમાં શરીરમાં સ્ફૂતર્તિનો અભાવ રહેશે. કોઈને કોઈ કારણોસર કામ ખોરંભે પડે. ઓફિસમાં અગત્ય્ના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. આપના મનની એકાગ્રતા ઓછી રહેવાથી અનિદ્રાના ભોગ બનો. શારીરિક સ્વા સ્ય્ણ બગડે. નાણાંની લેવડદેવડ કરતાં ધ્યાાન રાખવું. ટૂંકમાં આ સપ્તાહ સાચવીને પસાર કરી દેવાની સલાહ છે. પરિવારની બાબતમાં ઊંડો રસ લઇ સભ્યો સાથે વિચાર વિમર્શ કરવાનો થશે. એટલે કે બંને મોરચે લડવું પડશે. ટેન્શનપૂર્ણ સમયમાં અકસ્માથતથી સાચવવું. પત્નીનું આરોગ્યવ ચિંતા કરાવે. સરકારી, અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે. સંતાનોથી લાભ થાય. રોજિંદી જીવનશૈલીથી દૂર થઈ સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. દૂર વસતા સ્વળજનના સમાચાર મળે અથવા તેમના સંપર્ક થાય.

———————————.
મીન :
તા 18 અને 19ના રોજ સમય સારો રહેશે. ધનપ્રાપ્તિ માટે અત્યાર સુધી કરેલા પ્રયાસોમાં સફળતા મળશે. હાથમાં લીધેલ દરેક કાર્ય પૂર્ણ થશે. જૂની કોઈ સમસ્યાનો અંત આવશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રૂચી રહેશે. આપની કાર્યક્ષમતા અને કાર્યકુશળતામાં વધારો થશે. ઘરમાં કોઈ નવી વસ્તુ, ગેઝેટ્સની ખરીદી કરશો. પરિવારની ખુશી માટે તમે વાહન ખરીદો અથવા તે અંગે ગંભીરતાથી વિચાર કરો તેવી શક્યતા છે. મિત્રો અને સંબંધીઓ સાથે તમે વ્યસ્ત રહેશો. તા 20 અને 21 દરમિયાન મનમાં સુખશાંતિનો એહસાસ રહેશે. તમને જરૂરિયાતમંદોને મદદરૂપ થશો. દરેક નિર્ણય સમજીવિચારીને લેવા હિતાવહ રહેશે. કોઈ પણ કામને એકાગ્રતાથી પૂર્ણ કરશો. તા 22 અને 23 દરમિયાન ધનલાભના પ્રબળ યોગ છે. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધી કરતા સારું પરિણામ મેળવશો. આપની મહેનત સફળ થશે. સંબંધોમાં તમે વ્યવહારુ રહેવાના બદલે વધુ લાગણીશીલ બનશો. વ્યવસાયને ગંભીરતાથી લેશો. જેના કારણે સકારાત્મક પરિણામ મળશે. તા 24ના રોજ કોઈ ત્રીજી વ્યક્તિના કારણે દાંપત્યજીવનમાં તકરાર થઇ શકે છે. વેપારીઓને નવી આવક ઊભી થવાની, હાલના વ્યવસાયમાં વૃદ્ધિ થવાની તેમજ ઉઘરાણીના નાણાં છુટા થવાની શક્યતાઓ છે. ટૂંકમાં આપના પર લક્ષ્મીજીના ચાર હાથ રહેશે. પિતા સાથે આપના સંબંધો સુધરશે. જોકે, પરિવારના અન્ય સભ્યો સાથે સંબંધો સામાન્ય રહેશે. વિકએન્ડમાં સંતાનો સાથે આપ સારો સમય વિતાવી શકશો.

———————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »