તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

કર્ક : આભૂષણોની ખરીદી કરશો.

0 875

મેષ :
તા. 11 અને તા. 12 દરમિયાન આપની પર ખોટા આક્ષેપો થઇ શકે છે. ધાર્મિક કાર્યોના પ્રસંગ બનશે તેમજ ધાર્મિક યાત્રાના સ્થળે જવાના પણ પ્રંસગો બનશે. વડીલો, મિત્રો, ભાઈ ભાંડુઓ સાથે વિરોધ ઉભો થઇ શકે છે. સંતાનના અભ્યાસ સંબંધિત ચિંતા રહેશે. આપ આવકના સાધનો અને તેની સંભાવના પર વિચાર કરશો. તા. 13 અને 14 દરમિયાન ઉચ્ચાધિકારી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મળવાના પ્રસંગો ઉભા થઇ શકે છે. પ્રોફેશનલ મોરચે પરિચિતોની સંખ્યામાં વધારો થશે. આપને નોકરીમાં ઉંચો હોદ્દો કે બઢતી મળી શકે છે. આપના યશકીર્તિમાં વધારો થશે. આપ જોખમ ઉઠાવવાના કાર્યમાં આનંદ મેળવશો. તા 15 થી સૂર્ય આપની રાશિથી 12મા સ્થાનમાં ભ્રમણ કરશે. આપને અને ક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે. મિત્રો સાથે વાદવિવાદ થાય. વિદેશગમન થઇ શકે છે. આપને કોર્ટ કચેરીના કાર્યમાં નિષ્ફળતા મળશે. તા. 15, 16 અને તા. 17 દરમિયાન આપ આધ્યાત્મિક કાર્ય કરવા પ્રેરાશો. ઘરમાં આપને કામકાજમાં અનુકૂળતા અને સરળતા રહેશે. મિત્રોથી લાભ થશે. આપના વિચારોમાં સાત્વિકતા રહેશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. વીમા, બેંક અને શેરબજારના કાર્યોમાં આપ વ્યસ્ત રહેશો.

——————————–.

વૃષભ :
તા. 11 અને 12 બપોર સુધી સમય સુસ્ત રહેશે. આપનો અનુભવ આપને ઘણો કામ આવશે જે આપના કાર્યમાં આપને સફળતાનો પાયોનાખવામાં મદદરૂપ થશે. તા. 12 બપોર પછી અને તા. 13, 14 દરમિયાન કોઈ અટકેલ સરકારી કામ પૂર્ણ થવાની શક્યતા છે. આપને ક્યારેક અનિર્ણાયક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. આપને ઓફિસના કામથી બહાર જવાનો પ્રસંગ બનશે અને તે મુસાફરીનું ફળ મધ્યમ રહેશે. બહાર ગામ જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું હિતાવહ નથી. આ સમય દરમિયાન તમે માનસિક હતાશા અનુભવશો. તા. 15, 16 અને તા. 17 બપોર સુધીમાં આપની ચિંતા દૂર થશે. આપ સંતોષજનક રીતે કાર્ય કરી શકશો. આપ દાંપત્યજીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે સારી રીતે તાલમેલ સાધી શકશો. સમાજમાં આપની પ્રતિષ્ઠા અને માન વધશે. નવા વાહનની ખરીદીની શક્યતા પણ જણાઈ રહી છે. આપ પોતાની વાત સારી રીતે રજૂ કરી શકશો. પરિવાર સાથે સમય આનંદદાયી રીતે પસાર થશે. નોકરીના સ્થળે આપના ઉપરી અધિકારી આપના કાર્ય, કામ કરવાની શૈલી, ધગશ, કાર્યકુશળતા અને ખંતથી ખુશ રહેશે. ધંધામાં ઉઘરાણી સફળતાપૂર્વક મેળવી શકશો. તા. 17 બપોર પછીનો સમય મિત્રો સાથે પસાર કરશો.

——————————–.

મિથુન :
તા. 11 અને તા. 12 બપોર સુધીનો સમય સારો છે. આ સમય આપની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ છે. આપ આપના ભવિષ્યને બહેતર બનાવવા માટે આપની આજ પર ધ્યાન આપશો અને આપ જીવનમાં અગ્રેસર થવા માટેના અવસરની પ્રતીક્ષા કરશો. નોકરીમાં પરિવર્તના યોગો છે. આ સમય દરમિયાન તમે આળસ અનુભવશો. તા. 12 બપોર પછી અને તા. 13 તથા 14 દરમિયાન ચંદ્ર આઠમે હોવાના કારણે સમય કષ્ટદાયક પસાર થાય. પરેશાનીનો ભોગ બનશો. દાંપત્યજીવનમાં કડવાશ આવી શકે છે. કારકિર્દીને લઈને આપના માટે અનિર્ણાયક પરિસ્થિતિ રહી શકે છે. લોકો સાથે આપનો તાલમેલ બરાબર બેસી નહીં શકે. આપના સ્વભાવમાં ચિડીયાપણું રહેશે. તા. 14ના રોજ સૂર્ય આપની રાશિથી દસમાં સ્થાનમાં ભ્રમણ કરતો હોવાના કારણે આપને આપના કાર્યમાં સફળતા મળશે. ઉચ્ચ સરકારી અમલદારો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાતના પ્રસંગો મળશે. તા. 15, 16 અને તા. 17 દરમિયાન આપની કાર્યક્ષમતામાં વધારો થશે. આપની સહનશક્તિ પણ વધશે. આપ બીજાને મદદરૂપ થશો. કોઈને કરેલી મદદ આપના ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. પરિવાર સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવાઈ શકે છે. આપ લાંબા સમય પછી સંતાન સાથે બહાર ફરવા જવાનો આનંદ માણશો.

——————————–.

કર્ક :
તા. 11 અને 12 દરમિયાન નવા વસ્ત્ર તથા આભૂષણોની ખરીદી કરશો. આપ આરામ કરવાનું પસંદ કરશો. આપના લક્ષ્યને પ્રાપ્ત કરીને આપ રાહત અનુભવશો. આપ બહાર ફરવા જવાનો કાર્યક્રમ બનાવશો. તા. 13 અને 14 દરમિયાન આપ વ્યવહારિક કાર્યોમાં આગળ રહેશો. આપ આપના કામને પુરી મહેનત અને કુશળતા પૂર્વક પૂર્ણ કરશો. આપના મોજ-શોખ પુરા કરશો. આ દિવસો દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે. આપ આપના કાર્યમાં બીજાની મદદ મેળવશો. આપનું મન ભૌતિક બાબતો તરફ વળશે. તા. 15 દરમિયાન સૂર્યનું નવમાં સ્થાનમાં ભ્રમણ ખોટા આળ તથા આક્ષેપોથી બચવું. વડીલો સાથે વિરોધ ઉભો થઇ શકે છે. માન-હાનિ થઇ શકે છે. તા. તા. 15 અને 16 દરમિયાન તથા તા. 17 બપોર સુધી આઠમાં સ્થાનમાં ચંદ્ર ઘાતક રહી શકે છે. આપને કેટલાક કામોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ તથા શત્રુઓ આપને હેરાન કરી શકે છે. જે આપના પર હાવી થઇ શકે છે. આપને દરેક કાર્યમાં વિધ્ન આવશે. આપનું મન શંકાશીલ તથા ભયભીત રહેશે. ઉતાવળમાં કોઈ કાર્ય કરવું નહીં. આપની સાથે દગો થઇ શકે છે. આપની પોતાની વ્યક્તિ આપનું અપમાન કરવાની શક્યતા છે. તા. 17 બપોર પછીનો સમય સારો રહેશે. આપ આવકના નવા સ્ત્રોત માટે વિચાર કરશો. આપની વ્યક્તિગત ઉન્નત્તિ થશે.

——————————–.

સિંહ :
તા 11 અને 12 દરમિયાન આપના કાર્યના સારા પરિણામથી આપ રાહત અનુભવશો. મુશ્કેલ પરિસ્થિતિનું આપ ધૈર્ય અને સાવધાનીથી સામનો કરશો. પોતાની વ્યક્તિઓનો સ્નેહ મેળવશો. તા 13 અને 14 દરમિયાન ઓફિસમાં આપના કરેલ કાર્યનું આપની આશા મુજબ ફળ મળશે. આપ ઉચ્ચ અધિકરીનો પૂરો સહયોગ મેળવશો તેમજ તેમના માર્ગદર્શનથી મોટા કાર્યો પાર પાડીને તમારી પ્રગતિનો માર્ગ તૈયાર કરી શકશો. પારિવારિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. નવા કપડા અને ઝવેરાતની ખરીદી કરશો. તા 14 થી સૂર્ય આપની રાશિથી આઠમાં સ્થાનમાં ભ્રમણ કરતા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. અપચન અને પેટના રોગ થઇ શકે છે. બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા સંબંધિત સમસ્યા હોય અથવા કરોડરજ્જૂમાં દુખાવો હોય તેમણે પણ વધુ ધ્યાન રાખવું પડશે. કાયદાકીય અને સરાકરી કાર્યોમાં ખર્ચમાં વધારો થાય. શત્રુઓથી ભય રહેશે. આપની માનહાનિ પણ થઇ શકે છે. તા 15 અને 16 દરમિયાન વ્યાપારિક સ્થિતિ ખાસ સંતોષજનક નહીં રહે. જોકે, આપ પોતાના પ્રયત્નોથી સંતુષ્ટ રહેશો. આપનો દૃષ્ટિકોણ આશાવાદી રહેશે. આપની વ્યસ્તતાતો રહેશે, પરંતુ પરિણામ ઓછુ લાભદાયી રહેશે. તા 17 દરમિયાન દિવસ ચિંતાજનક રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં ગરબડ થઇ શકે છે.

——————————–.

કન્યા :
લાંબા અંતરની મુસાફરી કે ધા‍ર્મિક સ્‍થળની મુલાકાત થાય. શરીરમાં થાક, આળસ હોવા છતાં આપના કાર્યો વિના અવરોધે પાર પડે. ધનલાભનો યોગ છે. લાંબા ગાળાનું આર્થિક આયોજન કરવા કે આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે આપ ગંભીરતાપૂર્વક વિચારી શકો છો. વ્યવસાયિક બાબતે ખૂબ સારી પ્રગતિ થશે. આર્થિક સામાજિક અને પારિવારિક દૃશ્ટિએ આપના માટે લાભકારક સમય છે. લગ્‍નોત્‍સુકોને લગ્‍નનો પ્રશ્‍ન ઉકેલાવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને એકાગ્રતાનો અભાવ વર્તાઈ શકે છે. એકાગ્રતા માટે તેમ જ વિદ્યામાં અવરોધો દૂર કરવા આપ નિયમિત “ૐ હ્રીં ઐં હ્રીં ૐ સરસ્વત્યૈ નમઃ” જાપ કરી શકો છો. ગણેશજીની પૂજા-અર્ચના આપને રાહત આપશે. જોકે, આપના સ્‍વભાવમાં ક્રોધની લાગણી વિશેષ રહેશે. નકારાત્‍મક વિચારોને કાઢી નાખશો તો આપ દરેક વ્યક્તિ સાથે ખૂબ સારા સંબંધ જાળવી શકશો. સપ્તાહના અંતમાં સ્‍વાર્થી વલણ છોડીને બીજાનો વિચાર કરશો તો અલગ પ્રકારની માનસિક શાંતિ મેળવી શકશો. કૌટુંબિક અને આર્થિક બાબત પર આપ વધારે ધ્‍યાન આપો. આપ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરી શકો. પિતૃપક્ષ તરફથી લાભ થાય.

——————————–.

Related Posts
1 of 13

તુલા :
તા 11 અને 12 બપોર સુધીનો સમય પ્રત્યેક કાર્ય એક વિશેષ ઊર્જા અને ઉત્સાહથી પૂર્ણ કરશો. આપ કમ્યુનિકેશનની વિવિધ એપ્સ પર ચેટીંગમાં સમય પસાર કરશો. યુવા વર્ગ પોતાનું લક્ષ્ય સારી રીતે પાર કરશે. તા 13 અને 14 દરમિયાન ક્રોધ અને આવેશને નિયંત્રિત કરવો. અન્યથા બનેલું કાર્ય બગડી શકે છે. પતિ- પત્ની વચ્ચે મતભેદ થઇ શકે છે. એકબીજાને સમજવાનો પ્રયાસ કરજો અને જરૂર જણાય ત્યાં સાથે મળીને જવાબદારી નિભાવજો. તેનાથી તમારી વચ્ચે આત્મીયતા વધશે. રોજ-બરોજની સમસ્યા અને પરેશાનીથી આપ ત્રસ્ત રહેશો. બીજાના ઝગડામાં વચ્ચે આવશો તો કોઈની સાથે આપના સંબંધ બગડી શકે છે. તા 15 થી સૂર્ય આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે જેથી સ્વાસ્થ્યમાં થોડી તકલીફ તો આવશે પણ ચિંતાજનક સ્થિતિ નથી. ધનની સ્થિતિ એકંદરે સામાન્ય રહેશે. ઈશ્વર પ્રત્યે આપનો વિશ્વાસ થોડો ઓછો થઇ શકે છે. તા 15 અને 16 દરમિયાન કોઈને કોઈ કારણસર આપના અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે. નોકરીમાં બોસ આપના કામથી ખુશ થશે. તા 17ના રોજ અચાનક ક્યાંક બહાર જવાનો કાર્યક્રમ બનશે.

——————————–.

વૃશ્ચિક :
સપ્તાહની શરૂઆત સામાન્ય ફળદાયી છે. તા 11 અને 12ના રોજ કરેલો પ્રવાસ લાભદાયી રહેશે અને તેના કારણે મન પ્રફુલ્લિત થાય તેવા સમાચાર મળી શકે છે. આપ આરામદાયક સ્થિતિમાં રહેશો અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જોકે, પ્રોફેશનલ બાબતોની થોડી ચિંતા રહેશે. તા 13 અને 14 દરમિયાન ધનદાયક દિવસ રહેશે. વ્યાપારમાં વધારો થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કામકાજમાં આપ દિલથી મહેનત કરશો. આર્થિક ક્ષેત્રમાં આવેલ મુશ્કેલીનું નિવારણ આવશે. તા 15 થી સૂર્ય આપની રાશિથી પંચમ સ્થાનમાં ભ્રમણ કરશે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં વિઘ્નો અને મુશ્કેલી વધશે. ખોટી ભ્રમણાઓ તમારી લાચારી વધારી શકે છે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ટાળવો. તા 15,16 અને 17 બપોર સુધીનો સમય ચતુર્થ સ્થાનમાં ચંદ્ર હોવાથી પરિવાર સાથે તમે વધુ સમય વિતાવી શકશો. જોકે, કેટલીક પ્રતિકૂળતાઓ પણ આવી શકે છે. માથાના દુખાવાની સમસ્યા રહેશે. કામની વ્યસ્તતાના કારણે સ્વાસ્થ્યનું ધ્યાન ઓછુ રાખી શકશો. આપના કોઈ પણ કાર્ય સારી રીતે પૂર્ણ ન થાય તો ઝડપથી તમે અકળાઈ જશો. કામનો યશ પણ નહીં મળે. તા 17 બપોર પછી સમય સારો રહેશે.

——————————–.

ધન :
તા. 11 અને તા. 12 દરમિયાન દરમિયાન કષ્ટદાયક પસાર થાય. પરેશાનીનો ભોગ બનશો. દાંપત્યજીવનમાં કડવાશ આવી શકે છે. કેરિયરને લઈને આપના માટે અનિર્ણાયક પરિસ્થિતિ રહી શકે છે. લોકો સાથે આપનો તાલમેલ બરાબર બેસી નહીં શકે. આપના સ્વભાવમાં ચિડીયાપણું રહેશે. સમય સારો નથી માટે આપે સાવધાની રાખવી જરૂરી છે. તા. 12 બપોર પછી અને તા. 13 તથા આપને માથાના દર્દની ફરિયાદ રહેશે. બપોર સુધીનો સમય સારો છે. આ સમય આપની ઈચ્છા પૂર્તિ માટે શ્રેષ્ઠ છે. આપ આપના ભવિષ્યને બહેતર બનાવવા માટે આપ આજ પર ધ્યાન આપશો. આપ જીવનમાં અગ્રેસર થવા માટેના અવસરની પ્રતીક્ષા કરશો. આ સમય દરમિયાન તમે આળસ અનુભવશો. તા. 14ના રોજ સૂર્ય આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરતો હોવાના કારણે આપને આપના કાર્યમાં સફળતા મળશે. ઉચ્ચ સરકારી અમલદારો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાતના પ્રસંગો મળશે. તા. 15,16 અને તા. 17 દરમિયાન આપની કાર્યક્ષમતામાં વધારો થશે. આપની સહનશક્તિ પણ વધશે. આપ બીજાને મદદરૂપ થશો. કોઈને કરેલી મદદ આપના ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. પરિવાર સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવાઈ શકે છે. આપ લાંબા સમય પછી સંતાન સાથે બહાર ફરવા જવાનો આનંદ માણશો.

——————————–.

મકર :
સપ્તાહના આરંભે કામકાજમાં તમારી પાછીપાની થાય અથવા આત્મવિશ્વાસમાં ઘટાડો થતા તમે કોઈપણ કામ હાથમાં લીધા પછી તેની પૂર્ણતા અંગે નિશ્ચિંત નહીં બની શકો. મિત્રો અને ભાગીદારો સાથે મતભેદ થશે. પાડોશીઓ જોડે વાદ-વિવાદ થઇ શકે છે. આ સમયમાં આપના ખર્ચનું પ્રમાણ વધશે. કાર્ય યોગ્ય સમયે પૂર્ણ નહીં થાય જેથી મનોમન વ્યાકુળતા વધશે. ક્યાંકથી અશુભ સમાચાર મળી શકે છે. આપની પીઠ પાછળ પોતાના જ માણસો નિંદા કરશે. તા. 13 અને 14ના રોજ આપની જૂની મુશ્કેલીનો ઉકેલ આવશે. કોઈ પણ કાર્ય આપ એકાગ્રતા સાથે પૂર્ણ કરશો. આપ પોતાનું કાર્ય ખુબ સારી રીતે પુરું કરશો. આપના વિચારોમાં સકારાત્મકતા આવશે. તા. 15 દરમિયાન સૂર્યનું આપની રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ ખોટા આક્ષેપોનું કારણ બની શકે છે માટે પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યો કે સંજોગોથી બચવું. ભાઇ-બહેનો સાથે વિરોધ ઉભો થઇ શકે છે. તા. તા. 15 થી 17 દરમિયાન વારસાગત સંપત્તિનો ઉકેલ આવી શકે છે. જે કાર્ય આપે વિચાર્યું હશે તે શરુ થશે. સગા-સંબંધીઓ તથા મિત્રો જોડે સમય પસાર કરશો. તહેવારનું સ્વાગત પુરા હર્ષ-ઉલ્લાસ અને જોશથી કરશો. આપને વર્ષ દરમિયાન નવી આશા અને ઉમ્મીદ રહેશે. પરિવાર સાથે હસી-ખુશીથી સમય પસાર કરશો.

——————————–.

કુંભ :
દાંપત્યજીવનમાં મીઠા ઝઘડા થઈ શકે છે. આનંદમય વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. સપ્તાહના મધ્યમાં આપને સમાધાનકારી વલણ અપનાવવું પડે. સામાજિક ક્ષેત્રે તેમજ જાહેર ક્ષેત્રે લોકોની પ્રસંશાઓ મેળવી શકો. ધનલાભના યોગ છે. કૌટુંબિક જીવનમાં તેમજ  સુખ અને સંતોષનો અનુભવ થાય. કાર્ય સ્‍થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દે વિચાર વિમર્શ થાય. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે. ઘર- પરિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. ઘર-પરિવારના સભ્યો માટે ખર્ચ વધવાની શક્યતા છે. જોકે, તે ખર્ચ સારા કાર્ય પાછળ થશે. વધુ પડતો હાથ છુટો ન રહે તેની કાળજી લેવી. માનસિક વ્યગ્રતા- ટેન્શન દૂર કરવા સમય મુજબ ગણતરીપૂર્વકનું આયોજન કરવું. નવું કાર્ય શરૂ કરવાની પ્રેરણા મળે અને કાર્યારંભ આપ કરો પણ ખરા. નાનો કે નજીકનો પ્રવાસ થાય. આર્થિક ક્ષેત્રે આપની નોંધપાત્ર પ્રગતી થશે. મિત્રો અને સગાં સ્‍નેહીઓ સાથે મિલન થતાં ઘરનું વાતાવરણ આનંદ ઉલ્‍લાસભર્યું રહે. મિત્રો તથા શુભેચ્‍છકો તરફથી ભેટ- ઉપહાર મળતાં પ્રસન્‍નતા અનુભવો. વિદ્યાભ્‍યાસ માટે સમય મધ્‍યમ છે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો પ્રોજેક્ટ વર્કમાં વ્યસ્ત રહેશે. નિકટના લોકોના કાર્યમાં ઇચ્‍છા- અનિચ્‍છાએ જોડાવું પડે. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઇ શકશો પણ તેમાં આપે સમાધાનકારી વલણ અપનાવવું પડશે.

——————————–.

મીન :
તા 11ના રોજ થયેલી નવી મુલાકાતો લાભદાયક રહેશે. જાહેરજીવનમાં આપના માન-સન્માન અને યશ પ્રતિષ્ઠામાં વધારો થશે. આપ પોતાની સમક્ષ આવેલી તકનો પૂરો લાભ મેળવશો. મોજ-મસ્તી અને આરામમાં સમય પસાર કરશો. તા 12, 13 અને 14 દરમિયાન થયેલા યાત્રા પ્રવાસ લાભદાયી રહેશે. કામકાજમાં અદ્વિતીય સફળતા મળશે. આપની ક્ષમતા કરતા વધુ કામ કરશો. સંતાન તરફથી કોઈ ખુશી મળશે. શુભ સમાચાર મળશે અને શુભ કાર્યો પૂર્ણ થશે. આપ ભવિષ્ય માટેની યોજના બનાવશો. તા 15,16 અને 17 બપોર સુધી ચિંતા અને તણાવ વધશે. વધુ કામના કારણે થાક અનુભવશો. પરિવાર અને વ્યવસાયની બાબતોથી મનમાં ચિંતા રહેશે. દાંપત્યજીવનમાં ક્યારેક તકરાર રહેશે. જાતીય સંબંધોમાં પણ નિરુત્સાહ રહેશો. તા 15થી પરિવારમાં વિખવાદ ઉભો થતા માનસિક સંતાપ રહેશે. વૈવાહિક જીવનમાં પણ નાના-મોટા મતભેદ રહેશે. તા 17 બપોર પછી સમય આપના પક્ષમાં રહેશે. ગણેશજી આપને જીવનસાથી અને સંતાનોના આરોગ્‍ય અંગે વિશેષ કાળજી લેવાની ચેતવણી આપે છે. કોઇપણ પ્રકારના વાદવિવાદ કે બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવું. પેટને લગતી બીમારીઓથી તકલીફ થાય. થોડી બેચેની, અજંપો અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહે. નોકરી -ધંધાના સ્‍થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉપરી અધિકારીઓનું વલણ સહકારભર્યું ન રહેવાથી માનસિક હતાશા ઉદભવે.

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »