તમારા માટે, તમારી સાથે, સતત…

વિવેક બ્રહ્મભટ્ટ, નડિયાદ

રાજકીય કાંટો કાઢવાનો ખેલ... 'અભિયાન'માં નજીકની ભૂતકાળની ધરબાયેલી રોચક માહિતી વાંચવા મળી. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું તે વખતે મુંબઈ કાયદેસર ગુજરાતને મળવું જોઈતું હતું, પરંતુ કદાવર નેતા મોરારજીનો કાંટો કાઢવા દિલ્હીમાં બેઠા-બેઠા નહેરુએ ખેલ…

શ્રેયા શ્રોફ, પાલનપુર

બળાત્કારીઓનો ઉકેલ 'સજા-એ-ફાંસી' ફેમિલી ઝોનમાં 'બળાત્કારની સમસ્યાનો ઉકેલ શું?' - તેની વિગતે ચર્ચા વાંચવા મળી. બળાત્કારીઓનો ઉકેલ સજા-એ-મોત રહેવી જોઈએ. ચર્ચામાં મુખ્ય ઉકેલ બળાત્કારીને મોતની સજા આપવી જોઈએ.

દેવશંકર જોષી, રાજકોટ

ઢેબરભાઈ - સાલસ રાજપુરુષ...  'અભિયાન'માં 'સૌરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન ઢેબરભાઈ ભાડાના મકાનમાં રહેતા હતા' -માં વિગતો વાંચી ગદગદ થઈ જવાયું. એક સાલસ રાજપુરુષ તરીકે તેમણે રાજધર્મ નિભાવ્યાની અનુભૂતિ થઈ. પ્રજા સાથે સીધો સંવાદ રાખી પ્રશાસન…

વિભા જાની, ખંભાત

ન્યાયતંત્ર સામે 'અવિશ્વાસ'... દેશમાં લોકશાહી ખતરામાં છે, અસહિષ્ણુતા વધતી જાય છે, ન્યાયપાલિકા સ્વતંત્રપણે કામ નથી કરતી વગેરે તથ્યોની કાગારોળ સાથે વિપક્ષોએ સર્વોચ્ચ ન્યાયાધીશ સામે મહાભિયોગની દરખાસ્ત મૂકવાની બાલિશ હરકત કરી છે. વિપક્ષના વરિષ્ઠ…

પરાગ વૈદ્ય, સુરત

ગુજરાતની સમૃદ્ધિ મુંબઈમાં સમાણી... ભાષાવાર રાજ્યોના વિભાજનમાં રાજકીય દાવપેચના કારણે ગુજરાતની સમૃદ્ધિ મુંબઈમાં સમાઈ ગઈ. મુંબઈ પેશવાકાળથી ગુજરાત-સૌરાષ્ટ્રની પ્રજાની વેપાર-વણજથી સમૃદ્ધ બનતું ગયું. વિભાજનની ઘડીએ સૌરાષ્ટ્ર-કચ્છને ઘણું મોટું…

હિમાંશુ સુરાણા, અમરેલી

મુંબાદેવીનું સ્મરણ...સૌરાષ્ટ્રની દેવી મોમાઈ ૧૯૬૦ના આરસાની ગુજરાત-મુંબઈની વિગતો રસપ્રદ રહી. ખાસ તો મુંબઈ સ્થિત મુંબાદેવી મૂળ તો સૌરાષ્ટ્રની દેવી મોમાઈની રોચક વિગતો જાણી આશ્ચર્ય પણ થયું. 'અભિયાન'માં વિભાજન સાથે સંકળાયેલા ગુજરાત અને મુંબઈની…
Translate »