તમારા માટે, તમારી સાથે, સતત…

કલ્પેશ પટેલ, મહેસાણા

નવો દાવ ખેલતા યુવા ખેડૂતો... - ગ્લોબલ વૉર્મિંગના યુગમાં વરસાદી ખેતીને માત આપી ગુજરાતના યુવા ખેડૂતોએ પરંપરાગત ખેતીને બદલે નવા પ્રયોગ કરી શિખરમાન પરિણામો મેળવ્યાની વિગતો ખરેખર આશ્ચર્યચકિત કરનારી છે. ગુજરાતમાં 'ચંદન' અને 'કેસર'ની ખેતી થઈ રહી…

જિજ્ઞેશ દેસાઈ, આણંદ

કોઠાસૂઝના વાવેતર દ્વારા બદલાતી તાસીર - 'અભિયાન'ની કવર સ્ટોરી 'ગુજરાતના પ્રયોગશીલ ખેડૂતો કેસર, ચંદન ઉગાડે છે...'માં ટિપિકલ ઇન્ફોર્મેશન મળી. ગ્લોબલ વૉર્મિંગ વચ્ચે ગુજરાતનો ખેડૂત તેની આગવી કોઠાસૂઝથી પ્રયોગશીલ ખેતીમાં 'પૈસા'નો પાક ઉતારતો થયો…

આરતી આપ્ટે, કાંદિવલી

કવિ નીરજ - સદાબહાર નગમોંના કવિ... સ્વ. નીરજને અપાયેલી શ્રદ્ધાંજલિ હૃદયસ્પર્શી રહી. હિન્દી ફિલ્મોમાં નીરજજીની રચનાઓએ શ્રોતાઓને ડોલાવી દીધા છે. ઘણા એવા ફિલ્મી ગીતો જે આજે પણ યુવા પેઢી ગણગણે છે.. 'રંગીલા રે, તેરે રંગમેં.... અને 'એ ભાઈ જરા દેખ…

કાજલ વઘાસિયા, ડીસા

'રખડપટ્ટી' કારકિર્દીનો પર્યાય બને.. 'અભિયાન'માં 'નવી ક્ષિતિજ'માં યુવા જનરેશન માટે રોજગારીને અસંખ્ય તકોની માહિતી નિયમિત મળતી જાય છે. રખડપટ્ટીના આનંદમાં રોજગારીની તકની વાત યુવા જનરેશન માટે ઉપયોગી બની રહેશે.

તૃપ્તિ પરમાર, પાલનપુર

હોમલેસ પિપલ - સમૃદ્ધિનું કલંક... 'હોમલેસ પિપલ - કેલિફોર્નિયાને મૂંઝવી રહેલી નવી સમસ્યા' લેખ વાંચી આશ્ચર્ય સાથે શરમની લાગણી પણ અનુભવી. વિશ્વના સમૃદ્ધ દેશોમાં જેની ગણતરી થાય તેવા દેશોમાં પણ ઘરવિહોણા લોકોની સમસ્યા ત્યાંની સરકાર અને પ્રજા માટે…

જ્યોત્સના બારડ, અમરેલી

સંતાનોને ખુલ્લું મેદાન - ખુલ્લા મન આપો બાળકોના ઉછેરમાં માતાપિતા દેખાદેખી કરી રહ્યાં છે. પોતાના બાળકનાં કૌવત અને મર્યાદા સમજ્યા વિના સંતાનો પાસેથી મોટી આશા લઈને બેઠા હોય છે. 'ધક્કા મારવાથી સંતાનો સફળ થતાં નથી' લેખ દરેક પેરેન્ટ્સે વાંચવા જેવો…

પ્રજ્ઞા શુક્લ, સુરત

સોશિયલ મીડિયા - રાજકારણની કૂથલી સોશિયલ મીડિયા ઘેટાંનાં ટોળાં જેવું બનતું જાય છે. પોતાના સ્વતંત્ર વિચારો કરતાં 'કોપી-પેસ્ટ'નો વ્યવહાર વધતો જાય છે. 'આપણે પાછળ રહી ન જઈએ'ની ઉતાવળમાં દે-ઠોક પોસ્ટ ઍર થતી જાય છે. ગણ્યાગાંઠ્યા યુઝર્સ પોઝિટિવ…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

'વિપશ્યના' - તંત્રને સુધારવાની કવાયત... 'વિપશ્યનાઃ શાસન અને તંત્રને સુધારી શકે?'વાળી વાત ગળે ઊતરતી નથી. સરકારી કર્મચારીઓ તેમના કામ પ્રત્યે વફાદારી રાખે, નિષ્ઠાપૂર્વક કામ કરે કે પોતાની જવાબદારી પૂરી રીતે નિભાવે તે દરેકની વ્યક્તિગત રુચિ રહે…

શિવાની જાડેજા, પોરબંદર

એનઆરઆઈ - મહેદી રંગ નથી લાવતી... 'એનઆરઆઈ સાથે લગ્ન કરતાં પહેલાં સો વાર વિચારજો....'માં વિગતો વાંચી દુઃખ સાથે ક્ષોભ પણ અનુભવ્યો. દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જોયાજાણ્યા વગર વિદેશ ગયેલા યુવક સાથે લગ્ન કરી દેતાં માતાપિતાને તેનાં ભયસ્થાનો દેખાતાં…
Translate »