ઉન્નતિ સોલંકી, અમદાવાદ
ફિટનેસ માટે ઘોડેસવારીનો ક્રેઝ... 'ફિટનેસ માટે ઘોડેસવારી શીખવા યુવા પેઢીમાં ક્રેઝ'ની વિગતો રસપ્રદ રહી. નવી જનરેશનમાં ફિટનેસને લઈ અવનવા શોખ વધતાં જાય છે. આવી હોર્સ-ક્લબ દરેક જિલ્લામાં ઊભી થાય તે ઇચ્છનીય છે.
ભાવના પંચાલ, અમદાવાદ
'રાઈટ એન્ગલ' રિલેશનના ટકરાવની કથા... 'અભિયાન'માં પ્રકાશિત થતી નવલકથા 'રાઈટ એન્ગલ' રસપ્રદ બનતી જાય છે. સંસ્કારને અકબંધ રાખતાં પાત્રોના રિલેશનમાં થઈ રહેલા ટકરાવ અને અહમ્ના મુદ્દે કાનૂની જંગે જમાવટ કરી છે.
જયમીન પુરોહિત, ટોરેન્ટો
જામીનાં કાર્ટૂન્સ.... દર અઠવાડિયે જામીનાં કાર્ટૂન્સની મઝા માણીએ છીએ. કાર્ટૂનિસ્ટની સૂઝ-બૂઝને સલામ. કોઈ પણ જાતના અતિરેક વિના ખૂબ જ શાનદાર રીતે કાર્ટૂન્સ રજૂ કરે છે. ધારદાર શૈલી અને ઇફેક્ટિવ ચિત્રો ઘણી હકીકતોને ખુલ્લી પાડે છે.
નવીન પટેલ, ‘કચ્છ અર્પણ’ (વડોદરા)
સસ્તી પ્રશસ્તિ માટેનો કારસો... તંત્રી, અભિયાન આપના તા. ૧૯ મેના અંકમાં પ્રકાશિત 'કચ્છી બોલીની પણ પોતાની લિપિ હોવી જોઇએ' લેખ વાંચ્યો. રાજુલબેન કેલિગ્રાફી નિષ્ણાત છે. તેમને કચ્છી ભાષા કે સાહિત્યનો કોઈ અભ્યાસ કે જાણકારી નથી. કચ્છી વર્ષોથી…
ભાવના પંચાલ, અમદાવાદ
યૂથ જનરેશનની વાત ઃ 'રાઈટ એન્ગલ' 'અભિયાન'માં પ્રકાશિત થતી નવલકથા 'રાઈટ એન્ગલ' યૂથ જનરેશનની નવી સોચ અને જીવનશૈલીને ઉજાગર કરી રહી છે. અદાલતની કાનૂની કાર્યવાહીની સાથે જીવનનાં શાશ્વત મૂલ્યો સાથેની કદમપોશીનું ચિત્ર રસપ્રદ બનતું જાય છે.
હેમંત ગોસ્વામી, વડોદરા
દલિતો સાથેનું જમણ - નકરો દંભ... 'અભિયાન'માં રાજકીય વિશ્લેષણ નોંધપાત્ર બની રહે છે. રાજકારણીઓ દલિતોના ઘરે જમવા જઈ ક્યો ઉદ્દેશ સિદ્ધ કરવા માંગે છે.
મનુભાઈ વાળા, જસદણ
ગુજરાતની 'ખુશ્બૂ' પર પ્રશ્નાર્થ... ટોપ ટેનના પ્રવાસન ડેસ્ટિનેશનમાં ગુજરાતનું સ્થાન નથી રહ્યું. દેશ-વિદેશના પ્રવાસીઓના ગુજરાત આકર્ષવા માટે ઘણી બધી બાબતોમાં ગુજરાત નબળું પડતું જાય છે તે ગંભીર બાબત ગણાય. પ્રવાસન માટે 'ખુશ્બૂ ગુજરાત કી...' માટે…
યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ
છતી આંખે આંધળા બનવા જેવો તમાશો... 'અભિયાન'માં 'ધર્મ, સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ'માં સમાજને માન્ય ન હોય તેવી હકરતોને પોષવા સામે લાલ આંખ દેખાડી. એક બાજુ ન્યાયતંત્ર આસારામને તેણે આચરેલાં કૃત્યો બદલ આજીવન કેદની સજા ફરમાવતું હોય ત્યાં…
જિગર પુરોહિત, વડોદરા
બળાત્કારઃ કાનૂનથી પણ ઊંચી સોચ જરૂરી 'અભિયાન'માં 'ચર્નિંગ ઘાટ' કોલમના લેખક ગૌરાંગ અમીને સમાજમાં બળાત્કારના કિસ્સા બાબતે મનનીય વિચારો રજૂ કર્યા. કાનૂન તો દોષીને જ સજા આપી શકે, તે પહેલાં દુષ્કર્મ કરનાર વ્યક્તિને ગુનેગાર સાબિત કરવો જરૃરી છે જે…
નીરવ ઝાલા, અંકલેશ્વર
'કાસ્ટિંગ કાઉચ' પેટ ચોળી શૂળ ઊભું કર્યાના કારસા... 'કાસ્ટિંગ કાઉચઃ બાત નીકલી હૈ તો દૂર તલક જાની ચાહિએ...'માં કાસ્ટિંગ કાઉચની ઘટનાને લઈ અર્થસભર ચર્ચાની વિગતો જાણવા મળી. 'કાસ્ટિંગ કાઉચ' કરિયરના રોડમેપ આગળ વધવા પર ચૂકવાતી 'લેધર કરન્સી' બની જતી…