તમારા માટે, તમારી સાથે, સતત…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

0 27

છતી આંખે આંધળા બનવા જેવો તમાશો… ‘અભિયાન’માં ‘ધર્મ, સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ’માં સમાજને માન્ય ન હોય તેવી હકરતોને પોષવા સામે લાલ આંખ દેખાડી. એક બાજુ ન્યાયતંત્ર આસારામને તેણે આચરેલાં કૃત્યો બદલ આજીવન કેદની સજા ફરમાવતું હોય ત્યાં હિન્દુત્વથી દીક્ષિત  સાધ્વી પ્રજ્ઞા કયા પ્રમાણો દ્વારા જાહેરમાં આસારામના નિર્દોષ હોવાનો હુંકાર કરે છે? અને તત્કાલીન સમયે હિન્દુત્વના પુરસ્કર્તા અશોક સિંઘલ ‘હિન્દુત્વને બદનામ કરવાની ‘પશ્ચિમી લોબી’ની સાજિશ બતાવી આસારામના બચાવ કરવાની વાત મનમાં ઉતરતી નથી. સામાજિક-ધાર્મિક-સાંસ્કૃતિક સંસ્થા તેના ઉત્તરદાયિત્વમાંથી ચલિત થાય તેવા આસારામ જેવા પાખંડીઓને સમર્થન આપવામાં પ્રવીણ તોગડિયા તેના પુરસ્કર્તા રહ્યા તે ગંભીર બાબત છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »