અશ્વિની છેડા, બેંગલુરુ
આર્ટ ઑફ લિવિંગઃ ચેલેન્જ ચેઇન્જ્ડ્ લાઇફ 'ગુજ્જુ ગર્લે ઉગ્રવાદીઓનાં હૃદય પરિવર્તન કર્યાં.....'માં દીપા દવેની વિગતો વાંચી. અંતિમવાદીઓને સમાજના પ્રવાહમાં લાવી તેમના મનમાં ઘર કરી ગયેલી દેશદ્રોહની ભાવનાને રાષ્ટ્રભક્તિના જળનું સિંચન કરવાની કવાયત…
આરતી આપ્ટે, કાંદિવલી
તિરસ્કૃત મનોરોગીઓને આશરો... 'કૈલાસયાત્રાએ ન જઈ શક્યો એમાં ઈશ્વરનો સંકેત હતોઃ વાટવાણી...' લેખ હૃદયસ્પર્શી રહ્યો. સમાજમાં તિરસ્કૃત અને અછૂત એવા મનોરોગીઓની સેવા કરવાની ધૂણી 'શ્રદ્ધા'માં ધખાવનાર ડૉ. ભરત વાટવાણીની કામગીરી આવકારદાયક છે. જેઓને…
વિરેન જોશી, કેનેડા
તબાહીનો નિઃશબ્દ ઇતિહાસ... 'અભિયાન'ની કવર સ્ટોરી 'મચ્છુનો જળપ્રલયઃ તબાહીનો એ દિવસ, ૩૮ વર્ષે પણ ભૂલાયો નથી...'ની વિગતો જાણી રૃવાંટા ખડા થઈ ગયા. મચ્છુ ડેમ તૂટ્યાની ઘડીનો નજારો જોનારા હયાત વ્યક્તિઓ પાસેથી અભિયાને નિઃશબ્દ ઇતિહાસ લખી ચાર દાયકા…
મીનળ જાડેજા, વીસનગર
દીકરીના જન્મના અનોખા વધામણા... રાજસ્થાનના રાજસમંદ ગામના લોકો દીકરી જન્મના અનોખા વધામણા કરી રહ્યા છે તે વિગતો જાણી આનંદ થયો. દીકરીના જન્મને વધાવવા વૃક્ષારોપણ ઝુંબેશ કરે છે.
ઉષા ભટ્ટ, અમદાવાદ
શ્રદ્ધાંજલિ - શબ્દોની અણસમજ...
કોઈના નિધનના શોકાંજલિ સંદેશામાં 'સદ્ગતના આત્માને ચિર શાંતિ મળે..' અથવા અંગ્રેજીના 'ઇૈંઁ' શબ્દપ્રયોગ થાય છે. 'ચર્નિંગ ઘાટ'માં આ બંને શોકસંદેશાની સમજણ આપી. સદ્ગત હોય તે શાંતિમાં જ હોય અને આત્મા તો પરમાત્મામાં…
સીમા વ્યાસ, ભરૂચ
મનોરંજનનું માધ્યમ - 'ટૉપ એફએમ' ગુજરાતમાં 'ટૉપ એફએમ'ની શરૃઆતથી આનંદ થયો. વાચકો પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવનાર સમભાવ મીડિયા એક પછી એક મીડિયા ટૂલ્સ દ્વારા કનેક્ટ થઈ ગયું તેનું ગૌરવ થયું. ગુજરાતમાં 'ટૉપ એફએમ' મનોરંજનનું માધ્યમ બની રહેશે. ફુલફ્લેગ…
જાનકી અગ્નિહોત્રી, નાસિક
વ્રજભાષા પાઠશાળા - કવિઓની જનની... 'ભુજમાં મોજૂદ હતી કવિઓ તૈયાર કરવાની પાઠશાળા...'માં તત્કાલીન રાજવી રાવ લખપતજી દ્વારા સ્થપાયેલી વ્રજભાષા પાઠશાળાની વિગતો જાણી આનંદ સાથે ગૌરવની લાગણી થઈ. અતીતના સંભારણા જેવી સાહિત્ય-કલાની ધરોહરની સ્મૃતિ તાજી…
જયદીપ સુરાણા, પોરબંદર
રસીકરણ - અનિવાર્ય ઝુંબેશ... - રાજ્યની શાળાઓમાં હાલ રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. 'રૃબેલા-ઓરીની રસીથી ડરવાની જરૃર નથી...'માં વિગતો ઉપયોગી બની રહેશે. ન્યૂ જનરેશન ડિસીસ ફ્રી બની રહે તે માટે રસીકરણ જરૃરી છે.
અશોક દેસાઈ, અમલસાડ
માતૃભાષા - ભ્રમણામાં ન રહો... 'ગુજરાતીમાં બોલવું' - 'ગુજરાતીમાં ગીતો ગાવા' એ આજની જનરેશન માટે ગિલ્ટી ફીલ બની ગઈ છે. આ ભ્રમણા દૂર કરવા માટે 'અભિયાન'માં ઉપયોગી અને અભ્યાસપૂર્ણ માહિતી જાણવા મળી. 'સંતાનોને માતૃભાષાથી વંચિત ન રાખો...' લેખ…
શ્રેયા શ્રોફ, પાલનપુર
નવી ક્ષિતિજ - રોજગારીની તકો બતાવે છે - 'અભિયાન'ની 'નવી ક્ષિતિજ' કોલમમાં અવનવી અને અજાણી પણ રોજગારલક્ષી તકો અને અભ્યાસક્રમની વિગતો જાણવા મળી રહે છે જે અમારા માટે ઉપયોગી બની રહે છે. અભ્યાસ સાથે રોજગારીના એવા ઘણા ક્ષેત્રો જેની જણકારી ન્યૂ…