તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

ચિરંતન દવે, અમદાવાદ

વૈશ્વિક રાજનેતાની ઓળખ... - અટલજીની આઇડેન્ટિટી એક સ્ટેટ્સમેન તરીકેની રહી. વૈશ્વિકસ્તરે તેમનાં કાર્યો અગણિત રહ્યાં. અટલજીનાં કાર્યોને 'અભિયાને' સ્થાનિક સંસ્મરણોના વાડામાં બાંધી લીધાની ફિલિંગ જરૃર થઈ.

ચંદ્રશેખર દેશમુખ, અમદાવાદ

અટલજીએ ગુજરાતને ઘણો પ્રેમ આપ્યો... - 'અભિયાને' ભારતરત્ન અટલજીને શ્રદ્ધાંજલિ આપી સાથે ગુજરાતનો નાતો કેટલો ઘનિષ્ઠ હતો તેની વિગતો રજૂ કરી.  ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે તેમનો પ્રેમ અકબંધ રહ્યો. અટલજીને શત શત નમન.

ઉલ્લાસ કદ્રેકર, અમદાવાદ

રાષ્ટ્રહિત સર્વોપરીને વરેલા યુગપુરુષ - દેશને ગૌરવ થાય તેવું જાહેરજીવન અટલ બિહારી વાજપેયી  જીવી ગયા. એક નિષ્કલંક રાજપુરુષ તરીકેની છાપ છોડતા ગયા.  ઇતિહાસમાં અંકિત થાય તેવા દૂરંદેશી લેવાયેલા નિર્ણયો તેમની રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે છે. દેશને એક…

હિતેશ રાજ્યગુરુ, રાજકોટ

એક સ્વપ્ન અધૂરું રહી ગયાની લાગણી... 'અભિયાન'માં ભારતરત્ન અટલજીને શ્રદ્ધાંજલિના લેખો હૃદયને સ્પર્શી ગયા. અટલજીને જાણવાની એક ખ્વાઇશ પૂરી થઈ. અટલજીનાં કાર્યો વિપક્ષમાં રહીને પણ 'નેશન ફર્સ્ટ'ના ધ્યેય સાથે કરેલી કામગીરીનું દેશવાસીઓને ગૌરવ જરૃર…

જયંતી દેસાઈ, સુરત

જામીનાં કાર્ટૂન્સ લાજવાબ... 'અભિયાન'માં જામીનાં કાર્ટૂન્સની રંગત કંઈ ઓર જ હોય છે. કોઈ અતિરેક કે પૂર્વગ્રહ વગર સમાજમાં બનતી ઘટનાઓ પર કટાક્ષ કરવામાં જામી ચૂકતા નથી. નવા અંદાજમાં કાર્ટૂન્સ રજૂ થયાનો આનંદ માણીએ છીએ.

જયેશ કનખરા, જામનગર

સાંપ્રત રાજકીય ઘટના- તટસ્થ ત્વરિત વિશ્લેષણ... 'અભિયાન'માં રાજકીય ઘટનાચક્ર સતત ફરતું રહે છે. દેશમાં રાજકીય સ્તરે બનતી ઘટનાઓનું વિશ્લેષણ વાંચવા મળે છે.

સુનિલ ઉપાધ્યાય, અમદાવાદ

સંશોધન ઇતિહાસને ઉજાગર કરે છે... '૨૦૧૯માં ભાજપ-સંઘનાં સમીકરણો કેવાં હશે? તેમાં 'The RSS : A View to the Inside' પુસ્તકના લેખકોની વાત અભ્યાસપૂર્ણ અને અતીતનાં સમીકરણો અને ભાવિની સંભાવના સાથે રજૂ થયાનાં તારણો જોવા મળ્યા. લોકશાહીમાં તટસ્થ…

અશોક દેસાઈ, અમલસાડ

'સ્વાસ્થ્ય ગીતા'નું એક નવું પ્રકરણ... ચર્નિંગ ઘાટમાં ગૌરાંગ અમીનનો લેખ વાંચી  આપણી ખાણીપીણીની રીતરસમોની વિગતો જાણવા મળી. આપણા સ્વાસ્થ્ય માટે આપણો ખોરાક જ મહત્ત્વનો છે. 'પેટ એ કરન્ટ એકાઉન્ટ છે, સેવિંગ્સ નથી...,' લેખ મનનીય રહ્યો.
Translate »