તમારા માટે, તમારી સાથે, સતત…

લડકા ઔર લડકી અચ્છે દોસ્ત ભી હોતે હૈ..!

સાચી મિત્રતા લોહીની સગાઈથી પણ પર હોય છે

0 1,513

યુવા ( ફેમિલી ઝોન ) – હેતલ રાવ

મિત્રતા એવો સંબંધ છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ. એટલંુ જ નહીં, સાચી મિત્રતા લોહીની સગાઈથી પણ પર હોય છે. માટે જ કહેવાય છે કે દોસ્તી તો એલઆઈસી જેવી છે જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી, પરંતુ મિત્રતા માત્ર બે યુવક કે બે યુવતી વચ્ચે જ હોય તે જરૃરી નથી. ઘણીવાર યુવક અને યુવતીની દોસ્તી લોકો માટે મિસાલ બની જાય છે.

Related Posts
1 of 55

શ્રદ્ધા મારી લંગોટિયા ફ્રેન્ડ છે, એટલે કે અમને ચડ્ડી પહેરતાં પણ નહોતી આવડતી ત્યારથી અમે બંને મિત્રો છીએ. તેમ કહેતાં અખિલ આનંદ કહે છે, ‘પ્લે ગ્રૂપથી લઈને કૉલેજ સુધી અમે બંને સાથે જ અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં, પણ નાના મોટા તહેવારો, સારા-નરસા દિવસો, દુઃખ-આનંદ, દરેકે દરેક ક્ષણ અમે વહેંચીને જીવ્યા છે. જીવનની દરેક પલને માણી છે. શાળાથી લઈને કૉલેજમાં અમારું ઘણું મોટંુ ગ્રૂપ હતું, પરંતુ મને અને શ્રદ્ધાને જેટલું એકબીજા સાથે કમ્ફર્ટ લાગતંુ તેટલું બીજા સાથે ક્યારેય લાગ્યું નથી. અમારા પરિવાર પણ એકબીજાની ઘણા નજીક હતા. માટે જ એક દિવસે ઘરના વડીલોએ અમારા લગ્નની વાત કરી, (હું અને શ્ર, શ્રદ્ધાને હું પ્રેમથી શ્ર કહેતો અને તે મને અખુ કહેતી) અમે બંનંે તો અવાક્ જ બની ગયાં અને પછી ખૂબ જ હસ્યાં, પરિવારના લોકોને અમારા હાસ્ય પાછળનું કારણ ના સમજાયંુ. ત્યારે શ્રએ ઘરનાને જણાવ્યું કે, અમે તો બેસ્ટી છીએ. અને જીવનભર બેસ્ટી જ રહી છું. અમે ક્યારેય એકબીજા સાથે લગ્ન ના કરી શકીએ, કારણ કે અખુ તો એન્જલને પ્રેમ કરે છે. જલ્દીથી તે તમારી પરમિશન સાથે લગ્નગ્રંથિએ પણ બંધાશે.’

કેમ તમને પણ શ્રદ્ધા અને અખિલની કેમેસ્ટ્રી ના સમજાઈને..? સમજાય પણ ક્યાંથી કારણ કે આપણા ત્યાં તો ફિલ્મી ડાયલોગો પ્રમાણે એક લડકી ઔર એક લડકા કભી અચ્છે દોસ્ત નહીં હોતે ને જ સાચંુ માનવામાં આવે છે, પણ હકીકતમાં એવું નથી. એક યુવક અને યુવતી એટલા સારા દોસ્ત બની શકે છે કે લગ્નથી પણ પર તેમના સંબંધ હોય છે. જેમાં લાગણી, પ્રેમ, વિશ્વાસ અને હંમેશાં સાથ નિભાવવાની સાચી ભાવના હોય છે. કદાચ સમજવામાં વાર લાગશે, પરંતુ હવે યુવાનોમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે. સારી મિત્રતા છે એટલે લગ્ન કરી લેવા તેવી સમજથી યુવાનો હવે ઉપર આવી રહ્યા છે. યુવક, યુવતી સમજતાં થયાં છે પતિ-પત્નીના સંબંધની જેમ જ એક મિત્રનો સંબંધ પણ ખૂબ જરૃરી છે અને તેની ગરિમા સચવાય તે રીતે તે નિભાવવાની જરૃર પણ એટલી જ છે. માટે હવે જ્યારે પણ યુવક યુવતીને સાથે જુઓ તો જીએફ કે બીએફ માની લેતાં પહેલાં તે સારા મિત્રો હશે તેવંુ માનવંુ વધુ સારું રહેશે, કારણ કે ‘લડકા ઔર લડકી સીર્ફ અચ્છે દોસ્ત ભી હોતે હૈ.’
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »