તમારા માટે, તમારી સાથે, સતત…

જમતાં પહેલાં ખાઓ યોગર્ટ પેટના રોગોથી દૂર રહો

યોગર્ટની સરખામણીએ દહીંમાં પ્રોબાયોટિક પ્રોપર્ટી ઓછી હોય છે

0 182

– ભૂમિકા ત્રિવેદી

થોડા સમય પહેલાં અમેરિકાના નિષ્ણાતોએ પાચનતંત્રને લગતી સમસ્યા દૂર કરવા માટે ભોજનમાં યોગર્ટનો નિયમિત સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. તેનો એપેટાઇઝર તરીકે ઉપયોગ કરવો જોઈએ. રોજ જમતાં પહેલાં ૨૨૫ ગ્રામ લો ફેટ યોગર્ટ લેવામાં આવે તો માત્ર પાચનતંત્રમાં નહીં, શરીરમાં ઓલઓવર ઇન્ફ્લેમેશન થવાની શક્યતાઓ ઘટે છે.

યોગર્ટ અને દહીંમાં તફાવત શું ?
આપણે યોગર્ટ અને દહીંને એક જ સમજીએ છીએ. બંનેની બનાવવાની પ્રક્રિયા ભિન્ન હોવાથી હેલ્થની રીતે પણ અલગ ફાયદા છે. દહીં બનાવવા મેળવણ તરીકે થોડું દહીં વાપરીએ છીએ. સહેજ હૂંફાળા દૂધમાં લેક્ટિક એસિડ મેળવવાથી અંદર કુદરતી રીતે બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે અને દૂધ જામીને દહીં બને છે. યોગર્ટ બનાવવા ગરમ કરીને ઠંડા પાડેલા દૂધમાં બે પ્રકારના બેક્ટેરિયાનું કલ્ચર ઉમેરવામાં આવે છે. આ બેક્ટેરિયાના કારણે દૂધમાં ફર્મેન્ટેશન થાય છે અને એ જામી જાય છે. બેક્ટેરિયલ ફર્મેન્ટેશનના કારણે યોગર્ટ થોડું ઓછું સોલિડ હોય છે. ટેક્સ્ચર ઉપરાંત તેમાં બેક્ટેરિયલ પ્રોપર્ટીનો પણ ફરક હોય છે.

Related Posts
1 of 55

યોગર્ટ છે નેચરલી પ્રોબાયોટિક
યોગર્ટ બેક્ટેરિયલ કલ્ચરથી બનતું હોવાથી નેચરલી જ પ્રોબાયોટિક હોય છે. પ્રોબાયોટિક એટલે આપણી પાચનવ્યવસ્થા માટે જરૃરી સારા બેક્ટેરિયાથી ભરપૂર. પ્રોબાયોટિક યોગર્ટમાં સારા બેક્ટેરિયા હોય છે જે આંતરડાની અંતઃત્વચા પરનું ઇરિટેશન ઘટાડી શકે છે. જ્યારે પેટમાં ખરાબ બેક્ટેરિયાનો ફેલાવો વધે છે ત્યારે ખોરાકમાંથી પોષકતત્વોને એબ્સોર્બ થવામાં અવરોધ ઊભો કરે છે. આ બેક્ટેરિયા આંતરડાની અંતઃત્વચામાં ભળીને લોહીમાં ભળે છે અને રક્તવાહિનીઓને ઇફેક્ટ કરે છે. પેટમાંના ખરાબ બેક્ટેરિયા લોહી વાટે શરીરમાં ફરીને કોઈ પણ ભાગમાં ઇન્ફ્લેમેશન પેદા કરી શકે છે. ખરાબ બેક્ટેરિયા મરે એ માટે પણ પેટમાં સારા બેક્ટેરિયા જવા જરૃરી છે. ભોજનની સાથે યોગર્ટ લેવાય તો પાચન સુધરે છે, પરંતુ એપેટાઇઝર તરીકે એટલે કે જમતાં પહેલાં ખાલી પેટે યોગર્ટ લેવાય તો તેનાથી જઠર અને આંતરડાની અંતઃત્વચા તૈયાર થઈ શકે છે. પ્રોબાયોટિકનો નેચરલ ખજાનો ખાલી પાચનતંત્રમાં જાય તો તેને અંતઃત્વચાના ડેમેજને સુધારવાનો સમય મળી રહે છે.

દહીંમાં હોય છે ઓછા પ્રોબાયોટિક
યોગર્ટની સરખામણીએ દહીંમાં પ્રોબાયોટિક પ્રોપર્ટી ઓછી હોય છે. પાચનતંત્રનું ઇન્ફેક્શન ઘટાડવું હોય તો દહીં ખાવાથી ફાયદો થાય છે. દહીં ધીમે-ધીમે ફાયદો કરે છે. યોગર્ટ અને દહીં કેલ્શિયમની પૂર્તિ માટે ખૂબ જ સારા છે. નાનાં બાળકો, કસરત કરતા યુવાનો અને મેનોપોઝમાં કેલ્શિયમની ઊણપ ઊભી થવાની શક્યતાઓ હોય છે ત્યારે આ બંને વસ્તુ ભોજનમાં કે ભોજન પહેલાં જરૃર લેવી જોઈએ. એન્ટિબાયોટિક દવાઓ ચાલતી હોય ત્યારે દૂધ પચવામાં ભારે પડી શકે છે. આવા સમયે યોગર્ટ લેવાય તો દવાઓની અસર પણ ઝડપથી થશે. પેટમાં સારા બેક્ટેરિયાનો નાશ થતો પણ અટકશે….

——————

Leave A Reply

Your email address will not be published.

Translate »