તમારા માટે, તમારી સાથે, સતત…

આઈ લવ યુ, યુવાનોમાં લાગણીની નવી પરિભાષા

આજના યુવાનો, જેમણે પ્રેમની પરિભાષા બદલી નાંખી છે

0 1,125

– હેતલ રાવ

આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. આ શબ્દ હવે સામાન્ય બની ગયો છે. એક સમય એવો હતો કે યુવક પોતાની પ્રેયસીને કે પછી પતિ પોતાની પત્નીને કહેતો, પરંતુ યુવાનોએ આ શબ્દને એટલો બધો કોમન બનાવી દીધો છે કે આજે મિત્રોમાં પણ વારંવાર આઈ લવ યુ યાર, બોલાતું થઈ ગયું છે.

‘નિશા આઈ લવ યુ ડિયર,’ અરે, આરવ આ શું બોલે છે તું. ‘અરે ગાંડી, કંઈ આઈ લવ યુ કહેવાથી આપણે પ્રેમી પંખીડા થોડા બની જઈશું. ચીલ ડિયર, જસ્ટ ફ્રેન્ડ.’ આ છે આજના યુવાનો, જેમણે પ્રેમની પરિભાષા બદલી નાંખી છે અથવા તો એવંુ પણ કહી શકાય કે લાગણી દર્શાવવાની રીત બદલી નાંખી છે. એક બે દાયકા પહેલાં જ્યારે આઈ લવ યુ શબ્દ ફિલ્મોમાં બોલાતો ત્યારે ફિલ્મ જોનારા શરમાઈ જતા અને જો ઘરમાં ટીવી પર ફિલ્મ ચાલતી હોય તો વડીલો આ શબ્દ સાંભળતા જ ખોંખારો ખાતા બહાર જતા રહેતા, પણ ધીમે-ધીમે આ પ્રેમને પ્રગટ કરતો આ શબ્દ માત્ર કપલ માટે ન રહેતા કોમન બની ગયો. જેમાં માતા-પુત્રને અને પિતા પોતાની દીકરીને બહુ લાડ આવતા આઈ લવ યુ બોલતાં થયાં. બાળકો પણ પોતાના પરિવારના વડીલો પેરેન્ટ્સને પ્રેમથી આઈ લવ યુ કહેતા થયાં. જોકે હવે પ્રેમની આ લાગણીઓ મિત્રોમાં પણ વહેંચાઈ રહી છે.  યુવાનોનું માનવું છે કે, પ્રેમ તે બે યુગલ વચ્ચેની જ ગોષ્ઠિ નથી. પ્રેમ તો બે મિત્રો વચ્ચે પણ હોઈ શકે અને એક યુવક કોઈ ગર્લ્સ મિત્રને આઈ લવ યુ કહે તો તેનો મતલબ એ નથી કે એ બંને એકબીજાના પ્રેમમાં છે. બસ તે યુવક યુવતીને ચાહે છે માત્ર એક સારી દોસ્ત તરીકે.

Related Posts
1 of 55

મારી ચાઇલ્ડ ફ્રેન્ડ છે નિરાલી, તેમ કહેતાં દેવમ જાની કહે છે, ‘અમે બાળપણથી જ સાથે રમ્યાં, ભણ્યાં અને મોટા થયાં છીએ. આજે પણ કૉલેજ સાથે જ કરીએ છીએ. નજીકમાં રહેતાં હોવાથી એકબીજાના પરિવાર પણ નજીક છે. હું ઘણી વાર નિરાલીને આઈ લવ યુ કહું છું. તે પણ મને આઈ લવ યુ ટુ ડિયર કહે છે. ફેમિલીમાં અને અમારા સર્કલમાં બધાને ખબર છે કે અમે ખાસ મિત્રો છીએ. થોડા સમય પહેલાં જ તેની સગાઈ નિખિલ સાથે થઈ. તે સમયે પણ તેની સગાઈની પાર્ટીમાં અભિનંદન આપતા મેં તેને હગ કરીને આઈ લવ યુ કહ્યું હતું. મારી લાગણી તેની માટે હંમેશાં એક મિત્રની રહી છે અને મિત્ર છે તો લગ્ન કરીએ તેવું તો ના જ હોય. આઈ લવ યુ તમે કોઈને પણ કહી શકો છો.’

આમ તો પ્રેમને પ્રગટ કરવા જ આઈ લવ યુ શબ્દનો ઉપયોગ થાય છે, પણ જરૃરી નથી કે તેનો ઉપયોગ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ જ કરી શકે. પ્રેમ કરો છો તો કહી દો. પછી તે ભાઈ હોય, બહેન હોય, સાથે કામ કરતા સહકર્મી હોય કે પછી આપણા ઇષ્ટદેવ જ કેમ ન હોય.

આઈ લવ યુ શબ્દ પર કોઈ ખાસ વ્યક્તિની મહોર નથી મારી. જેની માટે લાગણી છે, જેની ઇજ્જત કરો છો અને જેની તમને ચિંતા થાય છે તેવી દરેક વ્યક્તિને આઈ લવ યુ કહી શકાય છે. યુવાનોની બદલાતી નજરે આ નવા ટ્રેન્ડને નવી દિશા આપી છે.
———————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »