તમારા માટે, તમારી સાથે, સતત…

અશોક દેસાઈ, અમલસાડ

0 87

આઝાદીના લડવૈયાઓની પ્રેમકથા…
‘અભિયાન’માં  ‘ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ’માં દેશની આઝાદીના લડવૈયાઓની પ્રેમકથાના અંશો વાંચવા મળે છે. તેમની પ્રણય કથા દેશદાઝ સાથે જોડાયેલી છે. ઇતિહાસમાં ગરકાવ થઈ ગયેલા લડવૈયાઓની જિંદગીના એક અપ્રકાશિત પાસાની ઘટનાકીય ક્રમની રજૂઆત નવી પેઢીના વાચકો માટે શુષ્ક લાગે, પણ તેમના પ્રણય ત્રિકોણમાં દેશની આઝાદી કેન્દ્રમાં રહેતી. ઘણા એવાં પાત્રો જાણવા મળ્યા કે તેના ઉલ્લેખ સુદ્ધાં ઇતિહાસમાં જોવા નથી મળ્યા. ઐતિહાસિક દસ્તાવેજ બનતી ‘ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ’ કોલમ ગુલદસ્તોં બની રહેશે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »