તમારા માટે, તમારી સાથે, સતત…

ફ્લાવર ડેકોરેશનમાં રસ છે તો ફ્લોરલ ડિઝાઇનર બનવાનો શ્રેષ્ઠ સમય

ફ્લાવર્સનો ઉપયોગ અનેક પ્રકારે કરવામાં આવે છે

0 143

ફ્લાવર્સનો ઉપયોગ અનેક પ્રકારે કરવામાં આવે છે. જો તમને ફ્લાવર ડેકોરેશનમાં રસ છે, તો તેમાં કારકિર્દીના અનેક સ્કોપ રહેલા છે. એટલું જ નહીં, ભારતમાં ફ્લાવર ડિઝાઇનર તરીકે પોતાનો સ્વતંત્ર બિઝનેસ પણ શરૃ કરી શકો છો. ફ્લાવર ડિઝાઇન આપણા જીવનનો મહત્ત્વનો ભાગ કહી શકાય. જન્મદિવસ, સુવર્ણજયંતી, તહેવારો, ઑફિસ મીટિંગ્સ, ઇવેન્ટ, સભા-સમ્મેલન અને લગ્નપ્રસંગનમાં ફ્લાવર્સ ડેકોરેશનને અગ્રતા આપવામાં આવે છે. ફ્લાવર્સનો ઉપયોગ દવામાં અને ફૂડ સંબંધિત અનેક વસ્તુઓમાં કરવામાં આવે છે. એટલું જ નહીં, વર્તમાન સમયમાં ફ્લોરલ ડેકોરેશન અને ફ્લાવર ડિઝાઇનિંગના બિઝનેસમાં પણ દિન-પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે. ભારતની વાત કરીએ તો ફ્લાવર ઇન્ડસ્ટ્રીનું માર્કેટ ૧૦૦ કરોડ કરતાં પણ વધારે છે. વિશ્વમાં ફ્લાવર ડિઝાઇનિંગની કલા દાયકાઓથી પ્રચલિત છે, કારણ કે આપણી દિનચર્યામાં, જુદા-જુદા સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોમાં ફુલ અને તેનાથી બનતી ડિઝાઇનનો ઉપયોગ થાય છે. રાજકારણ, શિક્ષણ ક્ષેત્રથી લઈને નાનામાં નાના કાર્યક્રમમાં ફૂલોનું મહત્ત્વ છે. આવા અનેક કારણોસર ફ્લાવર ડિઝાઇનિંગનો બિઝનેસ ટચ અને પ્રોફેશનલ્સ માટે કારકિર્દીના રસ્તા મોકળા બન્યા છે.

એજ્યુકેશન અને ક્રાઇટેરિયા

ફ્લાવર ડિઝાઇનર ક્ષેત્ર માટે એલિજિબિટી ક્રાઇટેરિયા નક્કી કરવામાં નથી આવ્યો. પરંતુ પ્રોફેશનલ્સે માન્યતાપ્રાપ્ત બોર્ડમાં ધોરણ ૧૨ પાસ કર્યું હોય અને ક્ષેત્રને સંબંધિત કોઈ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોય તેમને વધુ યોગ્ય સમજવામાં આવે છે. એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન પ્રોફેશનલ્સ માટે બેસ્ટ રહે છે.

કોર્સની માહિતી

ભારતમાં ઘણી કૉલેજ અને યુનિવર્સિટી છે જેમાં યુવાનો એજ્યુકેશનલ કોર્સીસ કરી શકે છે.

*           સર્ટિફિકેટ- ફ્લોરિકલ્ચર

*           સર્ટિફિકેટ- ફ્લોરિકલ્ચર ટૅક્નોલોજી

*           બીએસસી- ફ્લોરિકલ્ચર

*           બીએસસી-ફ્લોરિક્લ્ચર એન્ડ લેન્ડસ્કેપિંગ

*           એમએસસી-ફ્લોરિક્લ્ચર બિઝનેસ મૅનેજમૅન્ટ

*           એમએસસી- ફ્લોરિકલ્ચર એન્ડ લેન્ડસ્કેપિંગ

મુખ્ય સંસ્થાઓ

*           મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમ્યુનિકેશન્સ, અમદાવાદ

*           મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન્સ, અમદાવાદ એફએનપી

*           ફ્લોરલ ડિઝાઇન સ્કૂલ, નવી દિલ્લી

*           ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્લોરલ ડિઝાઇન, મહારાષ્ટ્ર

*           એપીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, નવી દિલ્લી

*           મેગા ફ્લાવર બોક્સ, બેંગલોર, કર્નાટક

સ્કિલ્સ

ક્રિએટિવિટી ઃ નવી-નવી ફ્લોરલ ડિઝાઇનિંગ કરવા માટે નવા વિચારોની પણ જરૃર હોય છે. તમારું માઇન્ડ ક્રિએટિવ હશે તો જ નવા કામ કરી શકશો.

આર્ટિસ્ટિક ટચ ઃ સિમ્પલ ફ્લાવર્સથી સુંદર ડિઝાઇનિંગ કરવાની આવડત તમને સફળ બનાવે છે. સાથે જ ફ્લાવર્સ અને પ્લાન્ટની સારી જાણકારી જરૃરી છે.

Related Posts
1 of 55

મટીરિયલની સમજ ઃ ફ્લોરલ મટીરિયલ અને લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સની માહિતી અને ઉપયોગની યોગ્ય સમજ.

મૅનેજમૅન્ટ ઃ ટાઇમ મૅનેજમૅન્ટ અને કમ્યુનિકેશન્સ સ્કિલ્સ સારી હોવી જોઈએ. ઉપરાંત કસ્ટમર સર્વિસમાં એક્સપર્ટ હોવંુ જરૃરી છે. જો તેમાં તમે નિપુણતા મેળવશો તો તમારું કામ પણ સારું થશે.

ટ્રેન્ડ્સ ઃ ફ્લાવર ડેકોરેશનના લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને પેટર્ન્સની સારી રીતે પરિચિત હોવું પણ અનિવાર્ય છે.

જોબ પ્રોફાઇલ માટેના કોર્સ

ફ્લોરલ ડિઝાઇનિંગમાં પસંદગીના કોર્સ કરો છો તો જોબ પ્રોફાઇલ માટે સૂટેબલ કેન્ડિડેટ બની શકો છો. જેમાં ઇન્ટીરિયલ ડેકોરેટર્સસ, લેન્ડસ્કેપ ડિઝાઇનર ફ્લાવર્સ, ફ્લાવર ડીલર, ઇવેન્ટ ઓર્ગેનાઝજર, ફ્લોરલ એરેન્જર્સ, ફ્લોરિસ્ટ અને ફલોરલ ડેકોરેટ જેવા કોર્સનો સમાવેશ થાય છે.

કરિયર ઓપ્શન અને રિક્રૂટિંગ એજન્સીઓ

*           ફાર્મા કંપનીઓ

*           એગ્રીકલ્ચરલ કૉલેજ અને યુનિવર્સિટી

*           નર્સરીઝ

*           જિનેટિક કંપનીઓ

*           એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ કંપનીઓ

*           રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

*           બોટનિક્લ ગાર્ડન

*           કોસ્મેટિક એન્ડ પરફ્યૂમ મેન્યુફેક્ચરિંગ

*           ઇન્ડિયન એગ્રીક્લ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

*           બિરલા ફ્લોરિકલ્ચર

*           ટર્બો ઇન્ડસ્ટ્રી

*           ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયો-એનર્જી રિસર્ચ

સેલરી પેકેજ

ફ્લોરલ ડિઝાઇનિંગમાં સૂટેબલ કોર્સ કરી પોતાનો બિઝનેસ શરૃ કરનારા પ્રોફેશનલ્સ પ્રતિમાસ ૩-૫ લાખ રૃપિયા અને તેનાથી વધુની પણ આવક મેળવી શકે છે. ક્યારેક મોટા ઇવેન્ટ પ્રોગ્રામની ફ્લોરલ ડેકોરેશન માટે પ્રોફેશનલ્સ સહેલાઈથી એક-બે લાખની આવક કરે છે. કોઈ એજન્સીમાં ફ્લોરલ ડિઝાઇનર તરીકે જોબ મેળવનાર પ્રોફેશનલ્સને શરૃઆતના સમયમાં ૧૫થી ૨૦ હજાર રૃપિયા પ્રતિમાસ સેલરી મળે છે. અનુભવ અને સારા કામના આધારે સેલરીમાં વધારો થતો રહે છે. મોટા ભાગે પ્રોફેશનલ્સે અનુભવ મેળવવા માટે કોઈ એજન્સીમાં જોડાવું વધુ યોગ્ય રહે છે, કારણ કે માત્ર ડિગ્રી મેળવીને ફ્લોરલ ડિઝાઇનર નથી બની શકાતું. એના માટે તમારે જુદા-જુદા ઇવેન્ટ પ્રોગ્રામનો અનુભવ મેળવવો જરૃરી છે. ઉપરાંત પોતાના બિઝનેસમાં પૈસા રોકીને અનુભવ કરતાં જોબ સેક્ટર વધુ યોગ્ય રહે છે.

ફ્લોરલ બિઝનેસનું મહત્ત્વ વર્તમાન સમયમાં વધી રહ્યું છે. સાથે જ આ વિષયમાં રસ દાખવતા યુવાનો માટે પણ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવી સારી રહે છે.

– હેતલ રાવ

Leave A Reply

Your email address will not be published.

Translate »