વિવાદના રાજકારણનું સત્ય… ‘ભારતે અમેરિકાની ધમકીને વશ થઈ પ્રતિબંધિત દવાઓની નિકાસ કરવી પડી…’ આ પ્રકારના સોશિયલ મીડિયાના વાયરલ મેસેજ ધડ-પગના બની રહ્યા. ‘અભિયાન’માં ‘અમેરિકાને દવાની નિકાસનો નિરર્થક વિવાદ….’માં હકીકતને સ્પષ્ટ થતાં જોઈ-વાંચી. સોશિયલ મીડિયામાં તથ્યોને તોડી મરોડી રજૂ કરવાની ફેશન બની ગઈ છે. ભારતે સંકટના સમયે દેશમાં જરૃરિયાત કરતાં વધારે સ્ટોક ઉપલબ્ધ કરાવી વિદેશોમાં નિકાસ કરી છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતે તાત્કાલિક ધોરણે ઉત્પાદન કરી જરૃરિયાતવાળા દેશોને દવા મોકલી આપી તેમાં બ્રાઝિલના વડાપ્રધાને ભારતનો આભાર પ્રગટ કર્યો તે આનંદની વાત છે.