તમારા માટે, તમારી સાથે, સતત…

પૂર્વતૈયારી સાથેના હલકા-ફૂલકા નાસ્તા

બિસ્કિટ ટોપિંગ્સ

0 147
  • ખાણીપીણી – હેતલ રાવ

ઝડપી જીવનશૈલી અને કેટલીકવાર વ્યાવસાયિક કારણોસર સગાં-સંબંધીઓ કે મિત્રોને મળવાનો મોકો નથી મળતો. આવા સમયે ઘણા લોકો વ્યસ્તતાની વચ્ચે નાનકડા ગેટ ટુ ગેધરનું આયોજન કરતા હોય છે. હેવી ફૂડની જગ્યાએ ચા-કૉફી અને સાથે લાઇટ નાસ્તાના વિકલ્પને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેને કારણે ઘરની મહિલાઓ પણ રસોડામાં ભરાઈ રહેવાને બદલે બધાની સાથે હળવાશની પળો માણી શકે છે. જ્યારે આ પ્રકારના ગેટ ટુ ગેધરનું આયોજન કરવું હોય ત્યારે કેટલીક પૂર્વતૈયારીઓ સાથેના કેવા નાસ્તા આપી શકાય તેની વાત આપણે કરવાના છીએ.

બિસ્કિટ ટોપિંગ્સ

સામગ્રી ઃ કોઈ પણ સોલ્ટેડ બિસ્કિટ, ચીઝ, કાંદા, ટામેટાં, સિમલા મિર્ચ, સોસ, કોથમીર.

Related Posts
1 of 55

રીત ઃ ટામેટાં-ડુંગળી અને સિમલા મિર્ચને એકદમ ઝીણા સમારી લો. કોથમીરને પણ ઝીણી ઝીણી સમારી લો. હવે જ્યારે નાસ્તો સર્વ કરવો હોય તે સમયે બિસ્કિટ પર ટામેટા-ડુંગળી, સિમલા મિર્ચ મૂકો. તેની પર ચીઝ છીણીને નાંખો. કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે બિસ્કિટ ટોપિંગ્સ. ઘણા લોકો આ ટોપિંગ્સ પર સોસ નાંખીને ખાતા હોય છે. તો તમે સાથે સોસની વાડકી પણ આપી શકો છો. ચા-કૉફી સાથે આ પ્રકારનો હળવો નાસ્તો સારો લાગે છે. તેમ જ ખૂબ  ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. બિસ્કિટ પર અગાઉથી ટામેટાં-ડુંગળી નહીં પાથરવા.
———.

મસાલા ઈડલી

સામગ્રી ઃ ઈડલી, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ડુંગળી, ટામેટાં, સિમલા મિર્ચ, કોથમીર, તેલ, ઘી અથવા બટર.

રીત ઃ ઈડલીના ખીરામાંથી ઈડલી ઉતારો. હવે સ્ટવ પર એક કડાઈ મૂકો. આંચ ધીમી રાખો. આ કડાઈમાં તેલ અથવા ઘી અને સાથે થોડું બટર ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો, ચપટી હિંગ ઉમેરો. વઘાર તતડે એટલે તેમાં ઈડલી ઉમેરો. આ ઈડલીને વઘારનું કોટિંગ થઈ જાય એટલી સાંતળો. થોડી ક્રન્ચી થાય એટલે સ્ટવ બંધ કરી તેને સાઇડ પર મૂકી દો. હવે ફરી એકવાર કડાઈમાં તેલ મૂકો. તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા, ટામેટાં, સિમલા મિર્ચ ઉમેરો. ડુંગળી બ્રાઉન થાય, ટામેટાંનું પાણી બળી જાય ત્યાં સુધી તેને ચઢવા દો. હવે આ ગ્રેવીમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું ઉમેરો. બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં વઘાર કરેલી ઈડલી ઉમેરો. ઉપરથી ઝીણી સમારેલી ઈડલીના ટુકડા ઉમેરી ગાર્નિશ કરો. તો તૈયાર છે મસાલા ઈડલી. પૂર્વતૈયારીના ભાગરૃપે તમે ઈડલી અગાઉથી તૈયાર કરીને રાખી શકો છો. ઈડલીમાં પણ મીઠું-મરી ઉમેરી શકો છો. આખી ઈડલી ના વઘારવી હોય તો ઈડલીના ટુકડા કરી શકો છો. આ રીતે ઈડલી તૈયાર કરી, અગાઉથી ડુંગળી, ટામેટાં, સિમલા મિર્ચ વગેરે સમારીને તૈયાર રાખી શકો છો. જ્યારે નાસ્તો પીરસવાનો સમય થાય ત્યારે ગ્રેવી બનાવી ઈડલી ઉમેરી મહેમાનોને પીરસી શકો છો. ગ્રેવીને બહુ પાણીવાળી નહીં રાખવી.
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »