તમારા માટે, તમારી સાથે, સતત…

જમ્યા પછી શું ન કરવું જાણો છો?

જમ્યા પછી પાંચ મિનિટ વજ્રાસન કરવું

0 473
  • હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

આયુર્વેદમાં ભોજન પછી સાત કાર્યો કરવા નિષેધ ગણવામાં આવે છે. એક મેડિકલ જર્નલમાં તેની વિગતે ચર્ચા કરવામાં આવી છે. જો આપણે તે પ્રમાણે ચાલીએ તો સદાય સ્વસ્થ રહી શકીએ છીએ.

ઊંઘ અને ભોજન એ બે એવી વસ્તુઓ છે કે જેટલા વધારો એટલા વધે અને જેટલા ઘટાડો એટલા ઘટે. આયુર્વેદમાં કહેવાય છે કે સવારે પાંચ વાગે ઊઠી જવું અને રાત્રે દસ વાગે સૂઈ જવું. દિવસમાં માત્ર બે વખત જ જમવું. આમ કરવાથી શરીરના અવયવોને ફરી વખત શક્તિદાયક બનવાનો અવસર મળે છે અને બીજા દિવસે સારી સ્ફૂર્તિ રહે છે. આયુર્વેદિક મેડિકલ જર્નલમાં જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિએ જમ્યા પછી બહુ બોલવું નહીં, ચાલવું નહીં. સૂવું નહીં. તડકાથી દૂર રહેવું. સ્નાન ન કરવું. ગાવું કે ભણવું નહીં. ગાડીમાં બેસવું નહીં. પાણીમાં તરવું નહીં.

જમ્યા પછી પાંચ મિનિટ વજ્રાસન કરવું. આ એક જ એવું આસન છે જે જમ્યા પછી તરત કરી શકાય છે. જમ્યા પછી તરત પગ વાળી દેવાથી લોહીનું પરિભ્રમણ હોજરી પાસેથી જ અટકીને ત્યાંથી ફરી વાર ઉપર ચડે છે. તેથી લોહીમાં રહેલો જે ઓક્સિજન પાચન માટે ઉપયોગી હોય છે તે હોજરીની આસપાસ થઈ રહેલી પાચનક્રિયામાં મદદરૃપ થાય છે. જમ્યા પછી રાજાની જેમ બેસવું.

જમ્યા પછી સાત કાર્યો ન કરવા તે વિશે હેલ્થ જર્નલમાં જણાવવામાં આવ્યું છે.

*           જમ્યા બાદ ફ્રૂટ્સ ન ખાવાં. જમવાના અંશોમાં એ ભળી જતાં આંતરડાં સુધી પહોંચવામાં વિલંબ કરે છે અને ખોરાકને દૂષિત કરે છે. જમતાં પહેલાં એક દોઢ કલાકનો ગાળો હોય ત્યારે જ્યૂસ કરતાં પણ ફ્રૂટ્સ સમારીને વાપરવું. જમ્યા પછી હોજરીમાં ગરમ પાચક રસો ભળતા હોવાથી મોં પણ ધોવું નહીં. ઠંડંુ પાણી પણ પીવું નહીં.

Related Posts
1 of 55

*  જમ્યા પછી તરત ક્યારેય સ્મોકિંગ ન કરવું, જમ્યા બાદ તરત એક સિગારેટ દસ સિગારેટ જેટલું નુકસાન કરે છે. આવા લોકોને કૅન્સર થવાના ચાન્સ પણ વધે છે તેવું એક રિસર્ચમાં સાબિત થયું છે.

*  જમ્યા પછી ક્યારેય ચા ન પીવી જોઈએ. ચા પીવાથી હોજરીની સ્થિતિસ્થાપકતા બરડ થઈ જાય છે. જો ચાના રસિયા હોય તો વાંધો નહીં, પરંતુ જમ્યા પછી તો ન જ પીવી કેમ કે તેમાં એસિડ હોય છે જે જમવાના પ્રોટીનને સખત કરે છે અને પાચનશક્તિને નબળી પાડે છે.

*  જમ્યા પછી બેલ્ટ લુઝ ન કરવો જોઈએ. એવું કહેવાય છે કે જેની કમરની રેખા મોટી તેની આયુષ્યની રેખા ટૂંકી. બેલ્ટ લુઝ કરવાથી સારું ભોજન અને વધારે ખાવાનું મન થાય છે. આહારને ઔષધની જેમ વાપરવું જોઈએ.

*  જમ્યા પછી શરીર ઠંડંુ ન થવું જોઈએ તેથી સ્નાન ન કરાય અને આઇસક્રીમ તો બિલકુલ ન ખવાય. સ્નાન કરવાથી લોહી હાથ-પગ અને શરીરમાં ફરે છે તેથી હોજરીને લોહીની જરૃર હોય છે તે પ્રાપ્ત થતું નથી.

*  જમ્યા પછી ચાલવું નહીં. જમ્યા પછી સૂવું નહીં. જમ્યા બાદ ઘરમાં ને ઘરમાં જ ૨૦૦ ડગલાં સુધી ચાલી શકાય, પરંતુ બહાર જઈને ચાલવું કે દોડવું નહીં. જમ્યા બાદ બપોરે વામકુક્ષી ઠીક છે, પરંતુ ઘસઘસાટ સૂવું નહીં. જમીને તરત કામ કરવું નહીં.

*  રાત્રે જમવું નહીં. જમ્યા પછી તરત સૂઈ જવાથી અપચો અને આંતરડાંમાં ઇન્ફેક્શન અને ગેસની તકલીફ થાય છે તેથી જમવા અને સૂવા વચ્ચે ત્રણ કલાકનો ગેપ રાખવો.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »