તમારા માટે, તમારી સાથે, સતત…

હસતાં રહેજો રાજ – માણસ કરતાં રૂપિયો મહાન

'ત્રણસો રૃપિયા માટે તે જીવ જોખમમાં મૂક્યો?'

0 331
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

આદી શંકરાચાર્યજીએ ગણેશ, દુર્ગા, મહેશ, વિષ્ણુ અને સૂર્ય એમ પાંચ મૂળ અને પ્રમુખ દેવનો મહિમા કર્યો અને સનાતન હિન્દુ ધર્મને તૂટતો બચાવી લીધો. આપણે સૂર્યને દેવ માનીએ છીએ, સૂરજનારાયણ માંડવરાયજી એવા નામ સાથે મંદિર પણ બનાવીએ છીએ, પરંતુ ઘણીવાર એવું લાગે કે સૂરજ, વરુણ જેવા દેવતાઓ પૂર્વ કરતાં પણ પશ્ચિમ ઉપર વધુ મહેરબાન છે. કેનેડામાં રાતના નવ વાગ્યા સુધી ક્રિકેટ રમી શકાય તેવો સૂર્યપ્રકાશ હોય છે. એ ભલે ઉનાળામાં જ હોય છે, પરંતુ હોય છે. પૃથ્વીના મીઠા પાણીના પંચોતેર ટકા પાણી અમેરિકા અને કેનેડા પાસે છે. અહીં દરિયા જેવા વિશાળ પાંચ સરોવર છે જે મીઠા પાણીનો સર્વોત્તમ જથ્થો સંઘરી બેઠા છે. પશ્ચિમના દેશોમાં ચોપડાનું પૂજન કે લક્ષ્મીપૂજન કરવાનો રિવાજ નથી, પરંતુ વેપાર-ઉદ્યોગ અને લક્ષ્મીની છનાછન આ બાજુ વધુ છે એટલે તો જાનના જોખમે પણ લોકો આ બાજુ આવવા માટે તલપાપડ હોય છે.

હું ભાવનગર-બ્રાન્દ્રા ટ્રેનમાં ઉપર મુજબ વિચારો કરતો જતો હતો ત્યાં ચેઇન-પુલિંગ થયું અને વગડામાં ગાડી ઊભી રહી ગઈ. સાંકળ ખેંચાવાનું કારણ એવું હતું કે એક મ્ઁન્ ટોઇલેટમાં ગયો હતો. આ મ્ઁન્ એટલે બાપના પૈસે લીલાલહેર. એ મ્ઁન્નું વૉલેટ બે પાટા વચ્ચે પડી ગયું. એ હાંફળો ફાંફળો બહાર આવ્યો.

‘શું થયુ ભાઈ? ચેઇન શા માટે ખેંચો છો?’ કોઈકે પૂછ્યું.

‘મારું વૉલેટ ટોઇલેટમાં પડી ગયું.’ મ્ઁન્  બોલ્યો.

‘તો પછી સાંકળ ખેંચવી જોઈએ.’ બીજો પ્રવાસી બોલ્યો.

મારો મિત્ર ભોગીલાલ બને ત્યાં સુધી એસ.ટી. બસમાં જવા મુસાફરી કરે છે, કારણ એ એસ.ટી. બસમાં કંડક્ટર હોવાથી બસમાં પરિવાર સાથે મફત મુસાફરીની મઝા માણી શકાય છે. જ્યાં બસની સગવડ ન હોય અથવા સમય ન હોય ત્યારે નાછૂટકે જ ટ્રેનમાં બેસે છે. એવી જ રીતે ગોપાલજી ગાર્ડ જ્યાં ટ્રેન ન જતી હોય ત્યાં જ બસમાં જાય છે.

ભોગીલાલ ટ્રેનમાં ટોઇલેટની અંદર લઘુશંકા કરવા ગયો. એ સમયે એની ઘડિયાળ પડી ગઈ. એ પણ નસીબનો નબળો કે પેલા મ્ઁન્ના વૉલેટની માફક બહાર જ જતી રહી. મેં ભોગીલાલને રૃબરૃ મળવાનું થયું ત્યારે પ્રથમ સવાલ કર્યો ઃ ‘સાંકળ ન ખેંચી?’ મારો સવાલ સાંભળી ભોગીલાલે કહ્યું કે, ‘મેં તો તરત જ ખેંચી, પરંતુ પાણી નીકળ્યું.’ એ મૂરખ ટોઇલેટમાં ફ્લશની સાંકળ ખેંચતો હતો.

મ્ઁન્ સાવ ભોગીલાલ જેટલો મૂર્ખ નહોતો એટલે એણે બહાર આવીને સાંકળ ખેંચી. થોડીવારમાં જ ટ્રેન ઊભી રહી ગઈ. મ્ઁન્ સાથે બીજા બે-ચાર હરખપદુડા પ્રવાસીઓ પણ ટ્રેનમાંથી નીચે ઊતર્યા અને દસ મિનિટની શોધખોળ બાદ વૉલેટ શોધવામાં સફળ થયા.

‘પાકીટમાં કેટલા રૃપિયા હતા?’ મેં પૂછ્યું.

‘બસો રૃપિયા…’મ્ઁન્ બોલ્યો.

‘બસો રૃપિયા જ હતા અને સાંકળ ખેંચી?’

‘શીશશશશ…’ મ્ઁન્ નાક ઉપ આંગળી મુકી મને શાંત થવા માટે ઇશારો કરી આગળ બોલ્યો ઃ ‘વૉલેટમાં મારો ફોટો અને મારું બિઝનેસ કાર્ડ હતું. કોઈને વૉલેટ મળે તો ખબર પડી જાય કે આવડા મોટા શેઠનો છોકરો માત્ર બસો રૃપિયા ખિસ્સામાં રાખે છે. એની પાસે મારી આબરૃ ન જાય એટલે મેં સાંકળ ખેંચી હતી.’ મ્ઁન્ બુદ્ધિશાળી નીકળ્યો.

મને મ્ઁન્ની વાત સાંભળીને ચુનીલાલનો કિસ્સો યાદ આવ્યો. ચુનીલાલ એકવાર રાત્રે બે વાગે રેલવે સ્ટેશન ઊતર્યો. એનું ઘર નજીક હોવાથી અને પોતે થોડો કંજૂસ પણ હોવાથી ચાલતો જતો હતો. રસ્તામાં નિર્જન રસ્તે ચાર લૂંટારુ આવી ચડ્યા. ચુનીલાલ ચારે લૂંટારુ સાથે જીવ સટોસટની બાજી ખેલ્યો. એણે લૂંટારુઓને હંફાવી દીધા. ફાઇટિંગ કરતી વેળા ચુનીલાલે રાડારાડ પણ કરી અને લૂંટારુ ભાગી ગયા.

ભોગીલાલની માફક ચુનીલાલ પણ મને મળ્યો એટલે મેં પૂછ્યું, ‘તારી પાસે કેટલા રૃપિયા હતા?’ ચુનીલાલે કહ્યું ઃ ‘ત્રણસો રૃપિયા.’

‘ત્રણસો રૃપિયા માટે તે જીવ જોખમમાં મૂક્યો?’

‘હા…’

‘શા માટે…?’

‘લૂંટારાને ખબર ન પડવી જોઈએ કે રાહદારી સાવ લુખ્ખો છે.’

અમારી ટ્રેન ફરી શરૃ થઈ. હું અને મ્ઁન્ વાતે વળગ્યા. મેં કહ્યું કે તમે શું કરો છો? એણે મને કહ્યું કે હું અમેરિકાના વિઝા લેવા જઉં છું.

‘અમેરિકા શા માટે જવું છે?’

‘બેટર લાઈફ માટે.’

‘અહીંયા લાઈફ બીટર (કડવી) છે?’

‘ના…’

Related Posts
1 of 29

‘તો પછી અમેરિકા શા માટે જવંુ જોઈએ.’.

‘રહેવા દો અંકલ… એ તમને સમજાશે નહીં.’

‘તમે સમજાવશો તો સમજી જઈશ.’

‘સબસે બડા રૃપૈયા… માણસ કરતાં પણ રૃપિયો મહાન છે.’

‘હું માનવા તૈયાર નથી.’ મને મ્ઁન્ની વાતમાં અતિશયોક્તિ લાગી એટલે મેં એની વાતનો અસ્વીકાર કર્યો.

‘હું પાંચ મિનિટમાં સાબિત કરી દઉં અંકલ.’ મ્ઁન્ ઉવાચ.

‘બોલો… શાંતિથી બોલો… હજુ મુંબઈ આવવાને ઘણી વાર છે.’ મને મ્ઁન્ની વાતમાં રસ પડ્યો.

‘રૃપિયાની નોટ ક્યારેય રસ્તા ઉપર રઝળતી નથી. માણસ બિચારો ફૂટપાથ ઉપર સબડતો હોય છે. કોઈ માણસ ચાલતો જતો હોય અને રસ્તા ઉપર નોટ જોઈ જાય તો શુકન માનીને પોતાના ખિસ્સામાં મુકી દે છે. એ જ માણસ જમીન ઉપર માણસને પડેલો જુએ તો એને ઊભો કરવાની દરકાર કરતો નથી.’

‘આપની વાત વિચારવા જેવી તો છે.’

‘બીજું, માણસ જીવનમાં અનેક વખત પોતાની માનવતા ગુમાવે છે, પરંતુ રૃપિયાની નોટનો કાગળ ક્યારેય પોતાની કાગળતા ગુમાવતો નથી.

‘અરે વાહ… આપકી બાતમેં દમ હૈ.’ મેં અનુમોદના આપી.

‘મેરી હરેક બાતમેં દમ હૈ અંકલ. ત્રીજી વાત એ કે તમે રૃપિયાની નોટ બતાવો એટલે રણબીરસિંહ પણ નાચે અને દીપિકા પદુકોણ પણ નાચે છે. રૃપિયાની નોટ જોઈને માણસ નાચે છે. ગમે તેવા મહાન માણસને જોઈને નોટ ક્યારેય નાચતી નથી.’

‘વાહ દોસ્ત… આપની સાથે સહમત છું.’

‘વધુ એક વાત. રૃપિયાની નોટ માટે થઈ બે સગા ભાઈ વચ્ચે સંબંધ તૂટી જાય છે. પતિ-પત્ની વચ્ચે સંબંધ તૂટી જાય છે. પિતા-પુત્ર વચ્ચે સંબંધ તૂટી જાય છે, પરંતુ ક્યારેય માણસ માટે થઈ બે નોટ વચ્ચેનો સંબંધ તૂટતો નથી.’ મ્ઁન્ને હવે મ્ઁન્ કહેવો પણ મૂર્ખામી હતી.

‘અંકલ… રૃપિયાની નોટ મળી જાય તો માણસનો રંગ બદલાઈ જાય છે, પરંતુ ક્યારેય માણસ મળી જાય તો નોટનો રંગ બદલાતો નથી.’

‘માણસ કરતાં પણ રૃપિયો મહાન છે એ આપના વિધાન સાથે હું સંપૂર્ણ સહમત છું.’ મેં મારી હા કબૂલી લીધી.

‘હજુ મારી વાત પુરી થઈ નથી.’

‘વધુ બોલો, તમને સાંભળવાની મઝા આવે છે.’ મેં કહ્યું.

‘રૃપિયા માટે માણસ માણસની હત્યા કરે છે. ક્યારેય માણસ માટે નોટ નોટની હત્યા કરતી નથી. જો નોટ બતાવો તો એ અચેતન સરકારી કર્મચારીમાં ચેતન પ્રગટે છે. એ દોડવા લાગે છે, પરંતુ ક્યારેય માણસને જોઈને રૃપિયાની નોટમાં ચેતન પ્રગટતું નથી.’

‘વાહ … દોસ્ત… વાહ…’

‘છેલ્લી વાત. બે હજારની નોટમાં પાંચસોની નોટ, પાંચસોની નોટમાં બસો રૃપિયાની નોટ, બસોની નોટમાં સો રૃપિયા. સો રૃપિયાની ગોદમાં પચાસ, પચાસના ખોળામાં વીસ, વીસના ખોળામાં દસ, દસની ગોદમાં પાંચ રૃપિયા એમ નાની-મોટી દરેક નોટ સંપીને રહે છે. એકબીજાની હૂંફમાં રહે છે. માણસમાં એવી કોઈ એકતા નથી.’

‘વાહ… દોસ્ત. હું માની ગયો કે ઈશ્વરે તમને જ્ઞાની બનાવ્યા છે. હું આપને જુદા સમજતો હતો એ મારી ભૂલ હતી.’ મેંે મારી ગેરસમજણનો સ્વીકાર કર્યો.

‘હવે હું અમેરિકા શા માટે જઉં છું તે કહી દઉં. હું રૃપિયા કમાવા જઉં છું એ વાત સાચી, પરંતુ એ રૃપિયા હું ગરીબોની સેવામાં વાપરવા માંગુ છું. મારા પિતાજી પાસે લાખો રૃપિયા છે, પરંતુ એમનો સેવાનો જીવ નથી એટલે દાન કરી શકતા નથી. હું હવે જાતે કમાઈને ગરીબોની સેવા કરવા માંગુ છું.’ એ યુવાને વાત પુરી કરી.

‘મને આપની સદ્ભાવના જોઈને પ્રસન્નતા થાય છે. હું તમારા ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. ઈશ્વર આપને અઢળક આપે. ઈશ્વર સૌને આપના જેવા દીકરા આપે.’ મેં રાજી થઈને એ યુવાનનો હાથ પકડી લીધો. ત્યાં જ ગાડીએ પાવો માર્યો અને અમારી વાત પુરી થઈ.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »