રિયલ ઍડિક્શન – ‘અભિયાન’ની કવર સ્ટોરી ‘પબજી ગેમનું ડ્રગ્સ જેવું ઍડિક્શન’માં વિગતો અર્થસભર બની રહી. મોબાઇલ પર રમાતી આ ગેમ માનસિક બદલાવમાં ગંભીર પરિણામો આપી રહ્યાની હકીકતો જાણવા મળી. મોબાઇલ અને કમ્પ્યુટર પર રમાતી આ ગેમનું વળગણ એટલી હદે વધી રહ્યાની વિગતો જાણવા મળી કે એક લાઇવ-વૉરનો તમે હિસ્સો બની રહ્યા છો. ફેધર-ટચ ટૅક્નોલોજીએ યુવાનોની આંગળી-અંગૂઠાને મશીન-ગનના ટ્રિગર પર થમાવી દઈ મન-મસ્તિષ્ક ટોટલી વાયોલન્સ મોડ પર લાવી દીધા. ‘અભિયાને’ ડ્રગ્સ ઍડિકશન જેવી લત સામે લાલબત્તી બતાવી.