તમારા માટે, તમારી સાથે, સતત…

ટેટૂનો નવો ટ્રેન્ડ એન્ગેજમેન્ટ ટેટૂ

શરીર પર છૂંદણા કરાવવા તે તો દાયકાઓની પરંપરા છે

0 594

– હેતલ રાવ

બૉડી પર ટેટૂ બનાવડાવાનો ટ્રેન્ડ હવે નવો નથી રહ્યો. યુવાનો શોખ માટે અનેક પ્રકારનાં ટેટૂ બનાવડાવતાં હોય છે, પરંતુ હવે યુવાનો પોતાના એન્ગેજમૅન્ટ પર માત્ર રિંગ પહેરાવીને જ નહીં, પરંતુ ખાસ પ્રકારના ટેટૂ બનાવીને કાયમ એકબીજાને સાથ આપવાના વચનમાં બંધાઈ જાય છે.

Related Posts
1 of 55

શરીર પર છૂંદણા કરાવવા તે તો દાયકાઓની પરંપરા છે. ઘણી જ્ઞાતિમાં તો બાળક આવે એટલે એને નજરથી બચાવવા શરીરના કોઈ પણ ભાગે છૂંદણા કરાવવામાં આવે છે. જ્યારે ઘરની મહિલાઓ ચહેરા પર છૂંદણા કરાવે છે. તેનાથી આગળ વધીને યુવાનોએ છૂંદણાને ટેટૂ બનાવ્યાં અને આ ટ્રેન્ડ એટલો બધો ચાલ્યો કે કોઈ પોતાના ઇષ્ટદેવનું તો વળી કોઈ પોતાના નામનું અથવા તો કોઈ અલગ જ પ્રકારની

ડિઝાઇનવાળા ટેટૂ શરીર પર કરાવતાં થયાં. આ ટ્રેન્ડ યુવાનોમાં જાણીતો થયો. હવે નવો જ ચીલો શરૃ થયો છે. યુવાનો પોતાના એન્ગેેજમૅન્ટના દિવસે એકબીજાના હાથમાં રિંગ તો પહેરાવે જ છે સાથે જ એકબીજાના નામવાળું, રિંગ આકારનું, એકબીજાને પ્રોમિશ આપતંુ કે પછી ક્વિન અને કિંગના તાજ જેવા અનેક પ્રકારનાં ટેટૂ ચીતરાવીને પોતાની સગાઈને વધુ ખાસ બનાવે છે. સાથે જ કોઈ પણ સંજોગોમાં અલગ નહીં થવાનું વચન પણ આપે છે.

પલક સોની કહે છે, ‘મારા એરેન્જ મેરેજ થવાના છે. ઘરનાએ જ કંદર્પને મારા માટે પસંદ કર્યો છે અને ડિસેમ્બરમાં અમે સગાઈ કરીશું. હું અને કંદર્પ એકબીજા સાથે સારો સમય સ્પેન્ડ કરીએ છીએ. જેના કારણે એકબીજાને ઓળખતાં થયાં છીએ. હવે તો એવું લાગે છે કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારા એરેન્જ વિથ લવ મેરેજ થશે. અમે નક્કી કર્યું છે કે સગાઈના દિવસે જ બધાની વચ્ચે એકબીજાના હાથ પર લાઇફ ટાઇમ પ્રોમિશ ફોર લવ યુનું ટેટૂ બનાવડાવીશું. જે લગ્ન પછીના કોઈ પણ એવા દિવસો જેમાં અમારી વચ્ચે મતભેદ થશે ત્યારે અમને યાદ અપાવશે કે અમે બંને એકબીજા માટે જ છીએ.’ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પ્રેમીપંખીડા તો ટેટૂ ચીતરાવે જ છે, પરંતુ હવે પરિપક્વ બનેલા અને ઉંમરનો એક પડાવ પાર કરનારા યુવાનો પણ લગ્ન પહેલાં પોતાના પ્રિય પાત્ર માટે ટેટૂ બનાવડાવે છે. કૉલેજ જતાં યંગસ્ટર તો ટેમ્પરલી ટેટૂ બનાવીને પ્રેમનો એકરાર કરી લેતાં હોય છે અને પછી જ્યારે બંને વચ્ચે મતભેદ થતાં જ બનાવેલંુ ટેટૂ ભૂંસાઈ જાય છે. સાથે જ નવું ટેમ્પરલી ટેટૂ બને છે, પરંતુ સગાઈ કરીને લગ્ન કરી એકબીજાની સાથે ઠરીઠામ થવા માંગતા અને જીવનની છેલ્લી ક્ષણ સુધી એકબીજાના રહેવાના કોલ આપતાં યુવાનોમાં એન્ગેજમૅન્ટ ટેટૂનો ટ્રેન્ડ વધવા લાગ્યો છે. પરિવારના લોકો પણ તેમને પૂરો સપોર્ટ કરે છે. પોતાની જાતને થોડી વેદના આપી પોતાની પ્રિય વ્યક્તિ માટે ટેટૂ બનાવવાની આ પ્રથા વડીલોને પણ સારી લાગે છે.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »