તમારા માટે, તમારી સાથે, સતત…

યુવાનોમાં સ્પેક્ટેકલ્સનો ટ્રેન્ડ

સ્પેક્ટેકલ્સનો વધારે ટ્રેન્ડ જોવા મળે છે

0 241

યુવા  – હેતલ રાવ

સામાન્ય રીતે સૂર્યપ્રકાશ સામે આંખોના રક્ષણ માટે આપણે ગોગલ્સ કે સનગ્લાસીસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે એક નવો જ ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળી રહ્યો છે અને તે છે સ્પેક્ટેકલ્સના વપરાશનો. નંબરના ચશ્માં જેવા લાગતા સાદા સ્પેક્ટેકલ્સ પાછળ આજના યુવાનો ક્રેઝી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા તો વળી ક્યારેક ફેશન માટે થઈને યુવાનો ગોગલ્સ પહેરતા હોય છે, પરંતુ આજકાલ યુવાનોમાં નવો જ ટ્રેન્ડ શરૃ થયો છે. ચહેરાને અલગ જ લુક આપતા સાદા સ્પેક્ટેકલ્સનો. સામાન્ય રીતે આંખોમાં નંબર હોય ત્યારે પહેરાતાં ચશ્માં હવે ટ્રેન્ડી દેખાવા માટે પણ યુવાનો પહેરતા થયા છે. ખાસ કરીને યુવતીઓમાં સોનાક્ષી સિંહાએ ‘નૂર’ ફિલ્મમાં પહેરેલા સ્પેક્ટેકલ્સનો વધારે ટ્રેન્ડ જોવા મળે છે. જ્યારે યુવાનો શાહરુખ ખાને ‘રઈસ’ ફિલ્મમાં પહેરેલા ચશ્માં પર વધુ ફિદા છે. જોકે આ ઉપરાંત પણ સ્પેક્ટેકલ્સમાં અનેક પ્રકારની વેરાઈટીઝ માર્કેટમાં જોવા મળે છે. યુવાનોમાં વધતા આ નવા ટ્રેન્ડના કારણે અનેક પ્રકારના ચશ્માંની પસંદગીનો અવકાશ મળી રહે છે.

Related Posts
1 of 55

કાર્તિક ગાંધી કહે છે, ‘મારે આંખના નંબર નથી આવ્યા, પરંતુ મને ચશ્માં પહેરવાનો ગજબનો શોખ છે. આમ તો કોમ્પ્યુટર પર વર્ક કરતા સમયે તો તે માટેના સ્પેક્ટેકલ્સ પહેરું જ છું. છતાં મને ચશ્માંની નવી-નવી ફ્રેમો જોઈને તેને ખરીદવાનું મન થઈ જાય છે. માટે સાદા કહેવાતા એવા ત્રણથી ચાર જુદી-જુદી ફ્રેમના સ્પેક્ટેકલ્સ મેં બનાવડાવ્યા છે. બ્રાન્ડેડ ચશ્માંની ફ્રેમ ઘણી મોંઘી આવે છે, પરંતુ હવે બજારમાં બ્રાન્ડેડ જેવી જ અનેક વેરાઇટી બજેટમાં મળી રહે છે. મારા પપ્પાની ઉંમર ૬૫ વર્ષની છે, છતાં તેમને આંખે નંબર નથી, પરંતુ તેમને પણ ચશ્માં પહેરવાનો શોખ છે. હાલમાં જ તેમના માટે અમિતાભ બચ્ચન પહેરે છે તેવા સ્પેક્ટેકલ્સ બનાવડાવ્યા છે. આ ચશ્માંથી તેમના ચહેરાનો અલગ જ લુક આવે છે.’

જ્યારે આ અંગે વિશાખા પટેલ કહે છે, ‘કૉલેજમાં મારા ગ્રુપમાં બે કે ત્રણ લોકોને જ આંખે નંબર છે, છતાં અમે બધાં જ ચશ્માં પહેરીએ છીએ. અમારા ગ્રુપને કૉલેજમાં અને ઘરમાં પણ ચશ્મીસ ગ્રુપથી બધા ઓળખે છે. હું તો સ્પેક્ટેકલ્સ માટે વધુમાં વધુ ૨૦૦થી લઈને ૪૦૦ રૃપિયા જ ખર્ચુ છું. બ્રાન્ડેડ ચશ્માં જ પહેરવા તેવો ક્રેઝ મને નથી. હવે તો બ્રાન્ડેડ જેવી જ લાગતી અનેક વેરાઇટી ઓછા ભાવે મળી રહે છે. દિવસે તમે તડકામાં ગોગલ્સ પહેરી શકો છો. તે સમય સિવાય આવા સ્પેક્ટેકલ્સ પહેરીને ટ્રેન્ડી દેખાવાનું બધાને ગમતું હોય છે. હવે તો યુવાનો ટ્રેન્ડી દેખાવા માટે શોખથી સ્પેક્ટેકલ્સ પહેરતા થયા છે.’

———————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »