તમારા માટે, તમારી સાથે, સતત…

હોલિડે ફેશન – સ્ટાઇલ સાથે કમ્ફર્ટ પણ જરૃરી છે

ગમતાં આઉટફિટ પ્રવાસ પર લઈ જ

0 212

ફેશન – કાદંબરી ભટ્ટ

પ્રવાસ દરમિયાન જેટલું મહત્ત્વ પ્રવાસન સ્થળનું હોય છે એટલું જ મહત્ત્વ પ્રવાસ દરમિયાન પહેરવામાં આવતાં આઉટફિટનું હોય છે. જો વસ્ત્રો – પગરખાં આરામદાયક ન હોય તો પ્રવાસની મજા બગડી જતી હોય છે. પ્રવાસ પર જતી વેળાએ ફેશનની સાથે કમ્ફર્ટનું ધ્યાન રાખવામાં આવે તો હોલિડેની મજા બેવડાઈ જતી હોય છે.

સામાન્ય રીતે સરસ મજાના ફોટા આવે એ હેતુથી આપણે આપણને ગમતાં આઉટફિટ પ્રવાસ પર લઈ જતાં હોઈએ છીએ, પણ જ્યારે ટુરિસ્ટ પ્લેસ પર ફરવાનું શરૃ કરીએ ત્યારે ખ્યાલ આવે કે બોસ, ભૂલ થઈ ગઈ. પ્રવાસન સ્થળને ધ્યાનમાં રાખીને આઉટફિટ અને ફૂટવેરની પસંદગી કરવી જોઈએ. જો તમે રાજસ્થાન ફરવા જવાના હો તો સ્વાભાવિક છે કે ત્યાં જુદાં-જુદાં સ્થળો જોવા માટે ચાલવાનું પણ થતું હોય છે અને સાથે ગરમીનો અનુભવ પણ થતો હોય છે. એવા સમયે જો જિન્સ પહેરીને ફરવા નીકળી પડીએ તો દાઝ્યા પર ડામ જેવો ઘાટ થતો હોય છે. જો તમે કેરળના કે વિદેશ પ્રવાસે જવાના હો અને ત્યાં ગરમીનો પ્રકોપ ઓછો હોય તો ત્યાં તમે શોટ્ર્સ, ફ્રોક, સ્કર્ટ સાથે લઈ જઈ શકો છો.

Related Posts
1 of 55

આપણે મહદ્અંશે પ્રવાસ પર જિન્સ પેન્ટ લઈ જવાનું મુનાસિબ માનીએ છીએ. જોકે ગરમીના દિવસોમાં બપોર થતાં સુધીમાં તો એવું લાગે કે યાર, ક્યાં જિન્સ પહેરીને ફરવા નીકળી પડ્યા. બસ, આવું જ કંઈક અન્ય આઉટફિટ અને ફૂટવેરની પસંદગીમાં થતું હોય છે. તેથી જ્યારે પણ સમર હોલિડે ફેશનની વાત આવે ત્યારે કોટન પેન્ટ અથવા પરસેવો શોષી લે એવા ટ્રાઉઝર્સ, ટ્રેક કે લોન્ગ ફ્રોક પહેરવા જોઈએ. આ પ્રકારના આઉટફિટને કારણે ફરવામાં સરળતા રહે છે, પરસેવો શોષાય છે, પગ ઢંકાયેલા રહે છે તેથી ગરમી નથી લાગતી, બળતરા નથી થતી કે સ્કિન ટેનિંગનો પ્રશ્ન નથી ઉદ્ભવતો. એવી જ રીતે ફુલ સ્લિવ ટોપ, કોટી, શ્રગ, જેકેટ કે શર્ટ પહેરવા જોઈએ, જેથી હાથનો ભાગ ઢંકાયેલો રહે. ઇવનિંગ આઉટિંગ દરમિયાન ફ્રોક, શોર્ટ સ્કર્ટ, સ્લિવલેસ ડ્રેસ, કેપ્રી કે શોેર્ટ્સ પર પસંદગી ઉતારી શકો છો. જો મેલ ફેશનની વાત કરીએ તો દરિયા કિનારે અથવા ઠંડા પ્રદેશોમાં જિન્સ કે ટ્રેકની પસંદગી કરવી જોઈએ અને જો ગરમ જગ્યાએ જઈ રહ્યા હો તો શોટ્ર્સ સાથે લેવા યોગ્ય રહે છે. જો પ્રવાસ દરમિયાન ચાલવાનું પણ થવાનું હોય તો સેન્ડલ અથવા શૂઝ કે મોજડી પહેરવા આરામદાયક રહે છે. ઘણીવાર ફેશન કે સ્ટાઇલ સ્ટેટમેન્ટની ઘેલછામાં લોકો ખોટા ફૂટવેરની પસંદગી કરી બેસતાં હોય છે. હાઈ હિલ સેન્ડલ કે મોજડી પહેરતાં હોય છે. પરિણામ એ આવે છે કે ચાલવું મુશ્કેલ બની જાય છે, પગમાં દુઃખાવો થાય છે અને પ્રવાસની મજા બગડી જાય છે. જો તમે દરિયા

કિનારાના પ્રવાસન સ્થળો પર જવાના હોય તો હિલ વગરના સ્કોલ, ચંપલ કે સ્લીપર પર પણ પસંદગી ઉતારી શકો છો. ટૂંકમાં સમર હોલિડે ફેશન ટ્રેન્ડના આધારે નહીં, પણ પોતાના કમ્ફર્ટ અને ટુરિસ્ટ સ્પોટના આધારે નક્કી કરવી જોઈએ.

————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »