‘સ્ત્રીબીજ’ ધરમ કરતાં ધાડ પડી…
‘સ્ત્રીબીજ દાનઃ રોકડી-નો આ શોર્ટકટ પકડવા જેવો નથી’માં હકીકત જાણી તબીબી ક્ષેત્રે થતાં વેપલા-વેપારની ગંભીર બાબતો બહાર આવી. કમિશન દ્વારા ડોનરોને પકડી લાવતી ‘લોબી’ તબીબી વ્યવસાયને બદનામ કરતી રહે છે. ગરીબ મહિલાઓ એક્ચ્યુઅલ સિસ્ટમ્સથી પરિચિત ન રહેતાં આર્થિક લાભ માટે પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી દે છે. આવા કેસોમાં કાયદાકીય પ્રક્રિયામાં થતો ઢાંકપિછોડો ગંભીર ગણાય. સ્ત્રીબીજ ડોનેશન પ્રક્રિયામાં તમામ સ્તરે ટ્રાન્સફરન્સી રહેવી જોઈએ. દાક્તરી ભાષા કરતાં વ્યવહારુ ભાષામાં ‘ડોનર’ની તમામ જાણકારી આપવી જરૃરી રહે.