નદીઓનું ‘વૉટર મેનેજમેન્ટ’… ‘અભિયાન’ની કવર સ્ટોરી ‘સિંધુ-સરસ્વતીનાં પાણી કચ્છ સુધી….?’ અભ્યાસપૂર્ણ રહી. દેશની નદીઓનાં પાણી વપરાશની હિસ્સેદારીના આયોજનમાં અરાજકતા જોવા મળી રહી છે. જે નદીઓનું મૂળસ્ત્રોત અને વહેણ ભારત જ હોય તોય દેશનાં રાજ્યો તે નદીઓનાં પાણીથી વંચિત રહે તે રાજકીય સ્તરે લેવાયેલા નિર્ણયનું દેવાળું કહેવાય. હિમાલયમાંથી નીકળતી નદીઓનાં નીર પડોશી દેશને મળી રહ્યાં છે અને આપણા રાજ્યો પાણી વિના ટળવળે!