જિજ્ઞેશ સુરાણા, રાજકોટ
અપરાધની આંટીઘૂંટી... 'અભિયાન'ની કવર સ્ટોરી 'અપરાધ સાથે ખેલતું બાળપણ' વિષય સાથે રજૂ થઈ. બાળકોમાં વધી રહેલી અપરાધવૃત્તિના કિસ્સા સાથે મનોવિજ્ઞાની અને સમાજશાસ્ત્રીઓનાં મંતવ્યો દ્વારા વિષયને મજબૂતીથી રજૂ કર્યો. ઘણી હકીકતોને નજરઅંદાજ કરવી પોષાય…
ભરત કારિયા, ભાવનગર
વૃક્ષ - માનવ સભ્યતાનું પ્રતીક... 'અભિયાન'એ વૃક્ષોપનિષદ સાથે વૃક્ષનો મહિમા અને માનવસભ્યતાની વાત સરસ રીતે રજૂ કરી. વૃક્ષો છે તો માનવજીવન છે. માનવીની જિંદગી ટકાવી રાખવા વૃક્ષોની માવજત અને સંવર્ધન કરવું જરૃરી છે.
ધીમંત રાવલ, વેરાવળ
'વૃક્ષ'વિશે પ્રસ્તુત કાર્ટૂન્સ લાજવાબ... 'અભિયાન'માં જામીનાં કાર્ટૂન્સ લાજવાબ તો હોય જ છે, આ વૃક્ષોપનિષદ વિશેષાંકમાં પણ જામીએ વૃક્ષ પર કાર્ટૂન્સ બનાવી તેમનો કસબ ઉજાગર કર્યો.
પ્રો. રમેશ પટેલ, મહેસાણા
શ્રીમદ્ ભગવત ગીતાનું પ્રમાણ... 'અભિયાન'નો વાર્ષિક વિશેષાંક દરેક રીતે રસપ્રદ રહ્યો. આચાર્ય રજનીશ 'ઓશો'એ સંસારવૃક્ષની વાત ખૂબ જ મનનીય રીતે પ્રસ્તુત કરી. જેમ વૃક્ષની ડાળીઓ અને પાંદડાં મૂળ થકી પલ્લવિત રહ્યાં છે તેમ સંસારના તમામ જીવો ઈશ્વરના…
જગદીશ સુરાણા, પોરબંદર
વનસ્પતિ પર જળવાયુ પરિવર્તનનો પ્રભાવ... 'અભિયાન'માં 'વનસ્પતિ ગ્લોબલ વૉર્મિંગ અનુસાર બદલાવા લાગી છે' - લેખ અભ્યાસપૂર્ણ રહ્યો. સામાન્ય રીતે આપણી આજુબાજુની જીવસૃષ્ટિમાં થતા રહેલા બદલાવની સમજ આપણને લાંબાગાળે પડતી હોય છે. ઘણી વાર આપણે રસોઈમાં…
સ્મિતા વ્યાસ, વડોદરા
જીવસૃષ્ટિનું તાદાત્મ્ય માનવસૃષ્ટિ સાથે... 'વૃક્ષોપનિષદ' વિશેષાંક 'અભિયાન'નો નવો અવતાર સાબિત થયો. ગૌરાંગ અમીનના હસ્તે લખાયેલ 'યથા વૃક્ષ તથા મનુષ્ય કે યથા મનુષ્ય તથા વૃક્ષ?'માં આપણો સજીવ-વનસ્પતિ સાથે કેવો નાતો બની રહ્યો છે તેની સમજણ સરસ રીતે…
ભાવના પંચાલ, અમદાવાદ
'છોડમાં રણછોડ'માં ભોગીલાલની લીલા... 'વૃક્ષોપનિષદ'માં હાસ્યોપનિષદનો લહાવો માણ્યો. ડૉક્ટરે તબિયત સુધારવા પપૈયા પર રહેવાની કહ્યું ને ભોગીલાલ પપૈયાના ઝાડ પર લટકાણા. હાસ્ય ને રમૂજનું બીજ પણ લેખકે વૃક્ષમાંથી કાઢી આપ્યું. લેખ સરસ.
હિતેશ સોલંકી, પાલનપુર
વૃક્ષ માટે પણ 'આયુર્વેદ' ગ્રંથ... 'વૃક્ષાયુર્વેદ - વનસ્પતિના સ્વાસ્થ્ય અંગેનો પ્રાચીન ગ્રંથ'ની વિગતો કૃષિવિજ્ઞાનીઓ અને યુવા ખેડૂતો માટે ઉપયોગી બની રહેશે.
અશોક દેસાઈ, અમલસાડ
વૃક્ષ બચાવો આંદોલન...'અભિયાન'નો વાર્ષિક વિશેષાંક 'વૃક્ષોપનિષદ'ના વિષયો રસપ્રદ રહ્યા. દેશમાં વૃક્ષને બચાવવા માટે થયેલાં આંદોલનોની ઝાંખી વૃક્ષની ઉપયોગિતાને લઈને જનસમૂહ માટે ઉપયોગી બની રહેશે. વૃક્ષો આપણા આર્થિક જગતમાં અને જનસમૂહના આરોગ્ય માટે…
હરીશ સોની, ભરૂચ
'અભિયાન'નો વૃક્ષોપનિષદ એક દસ્તાવેજી પ્રમાણ બની રહેશે, વૃક્ષની મહત્તા વિશે લોકજાગૃતિનો પર્યાય બની રહેશે.