તમારા માટે, તમારી સાથે, સતત…

રેખા વ્યાસ, સુરત

'સ્ત્રીબીજ' દાન લેવામાં દાનત ખોરી... 'નિસંતાન દંપતીઓ માટે તબીબી વિજ્ઞાનના આશીર્વાદ સમાન સ્ત્રીબીજનું દાન લઈ સંતાન પ્રાપ્ત કરી શકાય છે. જરૃરમંદ ગરીબ મહિલાઓ આ પ્રકારનાં સ્ત્રીબીજનું ડોનેશન કરે છે. ગરીબ સ્ત્રીઓને સ્ત્રીબીજ ડોનેટ કરવા પાછળની…

મોના ભાવસાર, ગાંધીનગર

ફેમિલી ઝોન - મહિલાઓ માટે ઉપયોગી... 'અભિયાન'માં ફેમિલી ઝોન વિભાગ મહિલાઓ માટે ઉપયોગી વિગતો આપે છે જેની સરળ અને રસપ્રદ રજૂઆત વાંચવી ગમે છે. હેલ્થ, ફેશન, યુવા અને બ્યુટી વિભાગો માહિતીપ્રદ હોય છે.

જય પ્રજાપતિ, અમદાવાદ

કાર્ટૂન્સ વાંચવાની મજા જ કંઈક ઔર... 'અભિયાન'માં જામીનાં કાર્ટૂન્સ અસરકારક, કટાક્ષથી ભરપૂર, સાંપ્રત બનાવ પર હાસ્ય ઉપજાવનારા અને બેહદ હાસ્યરસથી ભરપૂર હોય છે. અમે કાર્ટૂન્સની આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ. જામીનાં કાર્ટૂન્સની કલાને સલામ...…

ઝરણા પુરોહિત, સુરેન્દ્રનગર

દમાદમ મસ્ત કલંદર.... 'અભિયાન'માં 'કચ્છની સરહદે અમીર ખુશરોનું  દમાદમ મસ્ત કલંદર'ની  વિગતો રોચક રહી. સિંધીઓના ઇષ્ટદેવતા ઝુલેલાલની સ્તુતિ માટે રચાયેલું 'દમાદમ મસ્ત કલંદર' આજે પણ એટલું જ મનપસંદ અને અત્યંત લોકપ્રિય રહ્યું છે.

હિના રાજ્યગુરુ, રાજકોટ

બાલકૃષ્ણ દોશીને વૈશ્વિક સન્માન... અમદાવાદ સ્થિત સ્થપતિ બાલકૃષ્ણ દોશીને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું તે ગૌરવની વાત છે. તેમની સ્થાપત્યકળા માટેની વિચારસરણી ખરેખર અલગ રહી. નિર્જીવ ઇમારતોને પણ વાચા આપતી તેમની સ્થાપત્યકળા બેજોડ રહી. બી. વી. દોશી…
Translate »