તમારા માટે, તમારી સાથે, સતત…

શૈલેષ ધ્રુવ, જામનગર

કાર્ટૂન્સ - મઝા મસ્તી ઔર ક્યા ચાહિએ... 'અભિયાન'માં જામીના કાર્ટૂન્સ મજાક-મસ્તી કે સાથ બહોત કુછ મિલ રહા હૈ. કાર્ટૂન્સ સમાજની ઘટનાઓ પર તાતાતીર ચલાવે છે.

શીતલ ગજેરા, સુરત

મેડિકલ ક્ષેત્રમાં રોજગારીની તકો... 'અભિયાન'માં નવી ક્ષિતિજમાં રોજગારલક્ષી માહિતી ઘણી ઉપયોગી બની રહે છે. ખાસ કરીને યુવતીઓમાં રોજગારી માટે સીમિત રહેલી તકોની સમજને નવી ક્ષિતિજ મળતી થઈ છે. મેડિકલ લાઇન એટલે ફક્ત 'ડોક્ટર' અને 'સર્જન' બનવાની વાત…

કેવલ જોષી, વેરાવળ

ટૉપ એફએમ - નાનાં શહેરોનું નજરાણું... રેડિયોના માધ્યમ દ્વારા સમભાવ ગ્રૂપે શ્રોતાઓની ખૂટતી કડીને તેના સંચારમાધ્યમમાં સમાવી લઈ લોક મનોરંજનની નવી રાહ ઊભી કરી છે. ટોપ એફએમ રેડિયો સ્ટેશનના પ્રારંભથી આનંદ થયો. ગુજરાતના નાના આઠ જેટલા નગરોમાં ટોપ…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

મગફળીકાંડ - ફોફા મગફળી ગળી ગયા...સરકાર ખેડૂતોના પ્રશ્ને ગંભીર નથી. રાજ્યની ખેતપેદાશમાં પણ રાજરમત રમાઈ જાય અને શીર્ષનેતાગીરીનું ધ્યાન સુદ્ધાં ના પડે અથવા તો આંખઆડા કાન કરવામાં પોતાની કાબેલિયત સમજતી હોય ત્યારે પ્રશાસન સામે પ્રશ્નો અથવા આંગળી…

હિતેષ સોલંકી, પાલનપુર

બાલિકાગૃહોનું સોશિયલ ઓડિટ... સમાજમાં અનાથ બાળકો અને બાલિકાઓની પરવરિશ માટે મોટાપાયે અનાથાશ્રમો અને આશ્રયગૃહો સરકાર દ્વારા અથવા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ચલાવાતા હોય છે. સંસ્થા તેના મૂળ ઉદ્દેશથી ચલિત થયાના સમાચારો બહાર આવતા જાય છે. સમાજનું આ…

અશ્વિની છેડા, બેંગલુરુ

આર્ટ ઑફ લિવિંગઃ ચેલેન્જ ચેઇન્જ્ડ્ લાઇફ 'ગુજ્જુ ગર્લે ઉગ્રવાદીઓનાં હૃદય પરિવર્તન કર્યાં.....'માં દીપા દવેની વિગતો વાંચી. અંતિમવાદીઓને સમાજના પ્રવાહમાં લાવી તેમના મનમાં ઘર કરી ગયેલી દેશદ્રોહની ભાવનાને રાષ્ટ્રભક્તિના જળનું સિંચન કરવાની કવાયત…

આરતી આપ્ટે, કાંદિવલી

તિરસ્કૃત મનોરોગીઓને આશરો... 'કૈલાસયાત્રાએ ન જઈ શક્યો એમાં ઈશ્વરનો સંકેત હતોઃ વાટવાણી...' લેખ હૃદયસ્પર્શી રહ્યો. સમાજમાં તિરસ્કૃત અને અછૂત એવા મનોરોગીઓની સેવા કરવાની ધૂણી 'શ્રદ્ધા'માં ધખાવનાર ડૉ. ભરત વાટવાણીની કામગીરી આવકારદાયક છે. જેઓને…

વિરેન જોશી, કેનેડા

તબાહીનો નિઃશબ્દ ઇતિહાસ... 'અભિયાન'ની કવર સ્ટોરી 'મચ્છુનો જળપ્રલયઃ તબાહીનો એ દિવસ, ૩૮ વર્ષે પણ ભૂલાયો નથી...'ની વિગતો જાણી રૃવાંટા ખડા થઈ ગયા. મચ્છુ ડેમ તૂટ્યાની ઘડીનો નજારો જોનારા હયાત વ્યક્તિઓ પાસેથી અભિયાને નિઃશબ્દ ઇતિહાસ લખી ચાર દાયકા…
Translate »