તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

મિતેશ જાની, રાજકોટ

વિઠ્ઠલ રાદડિયા ઃ સાર્વજનિક જીવનનો દમદાર ચહેરો... સ્વ. વિઠ્ઠલ રાદડિયાની શ્રદ્ધાંજલિ વાંચી. ગુજરાતના રાજકારણમાં દમદાર અને પ્રજાકાર્યોને સમર્પિત રાજકારણીની જીવન-કાર્યની વિગતો જાણી. તમામ સમુદાય અને   ખેડૂતો માટે તેમણે કરેલા લોકકલ્યાણના કાર્યો…

હિતેન ખત્રી, જામનગર

ભૂગર્ભ ટાંકા ઃ વરસાદી પાણીનો સંગ્રહ... ગઢડા તાલુકાના લાખણક અને ઉગામેડીના ખેડૂતોએ ભૂગર્ભ ટાંકા બનાવી વરસાદી પાણીના સંગ્રહ માટે સરસ આયોજન કર્યું. ખેડૂતો અને ગામો માટે પ્રેરણાદાયી રહેશે.

જયેશ દેસાઈ, સાણંદ

રેઇન વૉટર હાર્વેસ્ટિંગ ઃ ન્યૂ કૉન્સેપ્ટ... નવા નિર્માણ પામતાં મકાનો અને ફ્લેટ્સમાં વરસાદી પાણીના સંગ્રહની આગવી વ્યવસ્થા ઊભી થતી જાય છે. તે આવકારદાયક છે. વરસાદમાં વહી જતાં પાણીનો સંગ્રહ કરી તેને ફિલ્ટરિંગ કરી રિયુઝ કરી બાગબગીચા કે સાફસફાઈ…

પ્રમોદ કોષ્ટી, વડોદરા

'જળસંકટ'ના સંકટમોચન... 'અભિયાને' વરસાદી પાણીના સંગ્રહથી લઈ જળસંકટ સામે તકેદારીની અભ્યાસપૂર્ણ માહિતી આપી. ગુજરાતમાં પાણીની અછત સાથે ઊભી થતી મુસીબતો સામે અગમચેતીરૃપ પાણી સંગ્રહના વિવિધ ઉપાયોની વિસ્તૃત માહિતી સંકટમોચન સાબિત થઈ રહેશે.

ગિરા દેસાઈ, વલસાડ

ફેમિલી ઝોનમાં 'વૃદ્ધાવસ્થામાં માતાપિતાનું ભારણ' સામે કાયદાકીય બાબતોની જાગૃતિ વાંચવા મળી. -

અશોક દેસાઈ, અમલસાડ

જળસંચય આંદોલનનું 'અભિયાન'... 'એડવાન્ટેજ જળસંચય ઃ બારે માસ પીવાનું પાણી વરસાદનું...' કવર સ્ટોરી સમયોચિત રહી. પાણીના સંકટ સામે આગોતરી તૈયારીના વિવિધ ઉપાયો 'અભિયાને' રજૂ કર્યા. જળસંચય આંદોલનનું ખરેખર 'અભિયાન' વાંચવા મળ્યું. વરસાદનું પાણી…

ગિરા દેસાઈ, વલસાડ

હૅલ્થ કૉન્સિયસ... રોગ થાય પછી તેના ઉપચાર પાછળ જિંદગી ગુજારવી તેના કરતાં નિરામય જિંદગી માટેનું ચિંતન એ હિતાવહ છે. 'રોગની ચિંતા કે સ્વાસ્થ્યનું ચિંતન...'માં નિરામય આયુષ્ય માટેનું મનનીય લખાણ વાંચવા મળ્યું. ડૉક્ટરના ગ્રાહક બનવા કરતાં હૅલ્થના…

ચિરાગ જોષી, મુન્દ્રા

ક્રાંતિકારીના સ્મારકની અવગણના... કચ્છમાં શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક 'જાણવા-જોવાલાયક' રહે તેવું રહ્યું નથી. સ્મારકની જાળવણીનું કામ રાજ્ય સરકાર હસ્તક સંસ્થા જીએમડીસીને સોંપાયું છે. તેની કામગીરી પણ શંકા ઉપજાવે છે. અતીતના ઇતિહાસ સાથે જોડાયેલી…

પ્રમોદ કોષ્ટી, વડોદરા

પડદા પાછળની રાજનીતિ અસ્વીકાર્ય... કોંગ્રેસને લોકસભામાં કારમી હાર મળી. ગાંધી પરિવારની કૌટુંબિક સમસ્યાને બાજુએ રાખી વિચારવાનું થાય તો કોંગ્રેસમાં પડદા પાછળની રાજનીતિ તેની હારનું મૂળ કારણ બની. દિલ્હીમાં કોંગ્રેસમાં આડકતરી સત્તા ભોગવનારાના…

વિમલ ભટ્ટ, સુરત

ટ્યૂશન ક્લાસીસનો કાળમુખો ચહેરો... સુરતમાં ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં બનેલી ગમખ્વાર ઘટના કમનસીબ બની રહી. પૈસા કમાવવાની લ્હાયમાં કુમળા વિદ્યાર્થીઓની જિંદગી સાથે રમત રમતાં ખાનગી ટ્યૂશન ક્લાસીસના માલિકો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.…
Translate »