સ્મિતા વ્યાસ, વડોદરા
'રાઈટ ઍન્ગલ' યુવા લેખિકાની નોવેલ... 'અભિયાન'માં યુવા લેખિકા કામિની સંઘવીની નવી નવલકથા 'રાઈટ ઍન્ગલ' શરૃ થઈ. તેનું પહેલું પ્રકરણ વાંચી આનંદ થયો. વાચકને જકડી રાખે તેવું કન્ટેન્ટ્સ, કથાબીજ અને ઘટનાઓનું રોચક વર્ણન નોંધપાત્ર રહ્યું. ઓલ ધ બેસ્ટ...
હિમાની ગાંધી, અમરોલી
મહિલાને ઉપયોગી માહિતી... ફેમિલી ઝોનમાં રજૂ થતી માહિતી મહિલાઓને ઉપયોગી બની રહે છે. 'માતાના ગર્ભમાં બાળકનું ભ્રૂણ ફરતું રહે તો તેના સાંધા મજબૂત બને'માં ઘણી રોચક માહિતી જાણવા મળી.
શ્રેયા શ્રોફ, પાલનપુર
પ્રાણીપ્રેમી રૃબિન ડેવિડ... અમદાવાદના પ્રાણીસંગ્રહાલયના પ્રણેતા રૃબિન ડેવિડના જીવન-ઝરમર 'અભિયાન'માં વાંચી આનંદ થયો. પ્રાણી પ્રત્યેનો આવો નાતો અકલ્પનીય બની રહે. રૃબિન ડેવિડે જીવન પર્યંત પશુ-પંખીઓની સેવા કરી તે નોંધનીય છે.
હરિકૃષ્ણ પંડિત, વડતાલ
શાશ્વત સંદેશ - 'એકલા જ આવ્યા ને....' એકલા જ આવ્યા સંતો, એકલા જવાના...' હેડિંગમાં છપાયેલો લેખ મનનીય રહ્યો. હૃદયકુંજમાં જીવનની શીખ સરળ રીતે રજૂ કરી છે. સંસારમાં 'રામઘેલા' મળવા મુશ્કેલ છે.
અશોક દેસાઈ, અમલસાડ
સ્ટિફન હોકિંગ- અદ્વિતીય વ્યક્તિત્વ...બ્રિટિશ સાયન્ટિસ્ટ સ્ટિફન હોકિંગના જીવનને લગતી વિગતો 'અભિયાન'માં વાંચી. વિજ્ઞાનથી પર હટકે એવાં તથ્યો અને હકીકતોથી દુનિયાને અવગત કર્યા. 'શરીર મૃત બની શકે આત્મા નહીં' તે વિચાર તેમણે ચરિતાર્થ કર્યો.…
આરતી કોષ્ટિ, વડોદરા
ભારતમાં થિયેટર ઑલિમ્પિક...દુનિયાભરના રંગમંચ પર કામ કરતા રંગકર્મીઓ દ્વારા યોજાતા થિયેટર ઑલિમ્પિકની વિગતો રસપ્રદ રહી.
મીનાક્ષી રાવ, હૈદરાબાદ
ઑલિમ્પિકમાં ગેમ નહીં, પણ પ્લે...'થિયેટર ઑલિમ્પિક'નું હેડિંગ વાંચી આશ્ચર્ય થયું. નાટકોના પણ ઑલિમ્પિકનું આયોજન થાય છે તે કુતૂહલ પેદા કરનારું બની રહ્યું.
જયદીપ પઢિયાર, અમરેલી
જેલના કેદીઓ દ્વારા ભજવાતું નાટક.. જેલમાં સજા ભોગવી રહેલા કેદીભાઈઓ દ્વારા નાટકની રજૂઆત થઈ તે વિગતો વાંચી આશ્ચર્ય થયું. જેલમાં માનવીય અભિગમ સાથે જેલ પ્રશાસન આવા પ્રયોગો કરી કેદીના જીવનમાં બદલાવ લાવી શકે તે આવકારદાયક છે.
ખ્યાતિ ભાવસાર, અમદાવાદ
વૈશ્વિક રંગમંચની અનુભૂતિ...
'અભિયાન'ની કવર સ્ટોરી 'ભારતમાં થિયેટર ઑલિમ્પિક'ની વિગતો જાણી આનંદ થયો. આટલા મોટાપાયે દુનિયાભરના નાટ્યકારો તેમની કલા પ્રદર્શિત કરી રહ્યા છે તેની 'અભિયાન' દ્વારા જાણકારી મળી તે અમારા માટે આનંદની વાત બની રહી.…
નવીનચંદ્ર નારણજી સોદાગર, માંડવી-કચ્છ
'ડેટ વાઇન' નવી રોજગારની ક્ષિતિજ...સવિનય જણાવવાનું કે તા. ૧૦ માર્ચ ૨૦૧૮ના 'અભિયાન' મેગેઝિનના અંકમાં 'કચ્છી ખારેકમાંથી દેશમાં પહેલી વખત ડેટ વાઇન'ના મથાળા હેઠળ છપાયેલ લેખ વાંચી આનંદ થયો. કચ્છમાં (ગુજરાતમાં) 'ડેટ વાઇન'ને બદલે 'ડેટ સુગર' અને…