જિજ્ઞેશ સુરાણા, મુન્દ્રા
લોકશાહીના ઇતિહાસનું પાનું... 'અભિયાન'ની કવર સ્ટોરી '૨૬ જાન્યુઆરી ૧૯૩૦ અને... કેવું હતું વૈશાલીનું ગણતંત્ર?' પર્વપ્રસંગને વાચા આપતી વિગતો વાંચવા મળી. ભારતની આઝાદીનો ઇતિહાસ અને વૈશાલીનગરના 'ડેમોક્રસી સ્ટ્રક્ચર'ની વિગતો હટકે રહી. ભારતના પૂર્ણ…
છાયા સવાણી, અમરોલી
'અભિયાન' ફેમિલી ઝોનમાં મહિલાઓ વિશેના લેખો વાંચવા ગમે છે... -
રેખા જાની, સુરત
સામાજિક બદલાવ ઃ વ્યાસપીઠનો યજ્ઞ... રામાયણ કથાકાર મોરારિ બાપુ દ્વારા રામકથા ઘણા વર્ષોથી થતી આવી છે. છેલ્લાં વર્ષોમાં મોરારિ બાપુ દ્વારા કથાના માધ્યમથી સામાજિક બદલાવ માટેની મુહિમ ચાલી રહી છે. રામકથા પ્રેમ અને શાંતિના સંદેશનો યજ્ઞ છે. મોરારિ…
સ્મિતા વ્યાસ, વડોદરા
'માનસ-ગણિકા' સ્ત્રી સન્માનની વાત... કથા-પારાયણ અને સપ્તાહ-પારાયણ આપણી સંસ્કૃતિ અને ધર્મની આગવી ઓળખ છે. મોરારિ બાપુની રામકથા કેવળ કાનરસિક માટે ન રહેતા સામાજિક ચેતનાને ઢંઢોળવાનું કાર્ય પણ કરતી જાય છે, તેનું તાજેતરનું ઉદાહરણ 'માનસ-ગણિકા'…
કાજલ વઘાસિયા, અમરેલી
તલગાજરડાના બાપની દીકરીઓને હાકલ ઃ 'અભિયાન'માં મોરારિ બાપુના તલગાજરડાના કાર્યક્રમની વિગતો જાણી હૃદય દ્રવી ઊઠ્યું. 'કોઈ બાપનું નામ પૂછે તો બેધડક કહી દેજો...એ તલગાજરડામાં બેઠો છે'માં લેખ વાંચી આંખો ભીની થઈ ગઈ. બાપુને હૃદયથી વંદન.
યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ
'ટીમ અભિયાન'ની નવી સોચ... 'અભિયાન' સદાય વાચકો પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યું છે. 'અભિયાન'ની એન્યુઅલ મિટિંગમાં વરિષ્ઠ પત્રકાર-લેખક દેવેન્દ્ર પટેલને આમંત્રિત કરી તેમના પત્રકારત્વ અને જાહેરજીવનના વિચારો 'અભિયાન'ના માધ્યમથી શેઅર કર્યા તે આવકારદાયક…
જયદીપ જાડેજા, અમરેલી
ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનું 'મુક્ત ઃ ધ બૅન્ડ' 'પુસ્તકિયા જ્ઞાનથી કારકિર્દી બને' - આ જૂના-પુરાણા સલાહસૂચનનો છેદ અમદાવાદના ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓએ ઉડાવી દીધો છે. ઉચ્ચ અભ્યાસમાં કારકિર્દી બનાવવાને બદલે એજ્યુકેશન ટ્રેક પરથી મ્યુઝિક ટ્રેક પર પોતાની…
જનક પટેલ, વડોદરા
શિલ્પી કાંતિભાઈને હૃદયાંજલિ... ગુજરાતના અદના શિલ્પી કાંતિભાઈની શ્રદ્ધાંજલિ વાંચી. શિલ્પીની સાથે-સાથે કાંતિભાઈ તો દાનવીર નીકળ્યા. કાંતિભાઈની જીવન-ઝરમરની વિગતો વાંચી. શિલ્પના ઓલિયાને હૃદયાંજલિ...
નરોત્તમ પટેલ, આણંદ
આંતરરાષ્ટ્રીય લગ્નોનાં ભયસ્થાનો... 'અભિયાન'માં 'પડકારરૃપ આંતરરાષ્ટ્રીય લગ્નો અને ડિવોર્સ' લેખ મનનીય રહ્યો. આપણો સમાજ વિશ્વના ઘણા દેશોમાં વિસ્તર્યો છે. કોઈ વાડા વગરનાં લગ્નોમાં ઘણા ભયસ્થાનો છે તેની જાણકારી મળી.
હિતેશ બ્રહ્મભટ્ટ, નડિયાદ
કાર્ટૂન્સ: લાજવાબ...
'અભિયાન'માં જામીનાં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. ઘટના ધાર્મિક હોય કે રાજકીય, તેના કાર્ટૂન્સ વેધક રહે છે. કોઈ પણ જાતિ-ધર્મ કે પક્ષાપક્ષીથી પર ન્યૂટ્રલ મેસેજ કાર્ટૂન્સ દ્વારા જાણવા મળે છે.