ડૉ. મુકેશ વાઘેલા, સુરત
પરમાણુ ઊર્જાની સાચી સમજ... પરમાણુ ઊર્જાના વિરોધ સામે સાચી સમજણ સમાજને મળે તેનું અભિયાન ડૉ. નિલમ ગોયલે શરૃ કર્યું છે. વિશ્વ આજે પરમાણુ વિનાશક શસ્ત્રોના ઉત્પાદનમાં લાગ્યું છે, પરમાણુ ફક્ત વિનાશક શક્તિ જ નથી. પરમાણુ ઊર્જા દ્વારા વિકાસનાં…
દેવસી ડાભી, બાલાસિનોર
સીદી યુવાનો સ્પોર્ટ્સમેન બની રહ્યા છે... ગુજરાતની સીદી કોમ ધમાલ નૃત્યથી જાણીતી બની હતી, હવે સીદી યુવાનો રમતગમત ક્ષેત્રે તેમનું કૌવત બતાવી રહ્યા છે. શહેરની સંસ્કૃતિથી દૂર વસેલા સીદી યુવાનો મેટ્રો શહેરના યુવાનોને શરમાવે તેવાં પરિણામો મેળવી…
વિક્રમ પરમાર, પાટણ
વિઝા સેમિનારઃ ઉપયોગી માહિતી 'અભિયાન' દ્વારા વિઝા માર્ગદર્શન સેમિનારના આયોજનની વિગતો જાણી. વિઝા અને ઇમિગ્રેશનમાં ઊભા થતા પ્રશ્નો અને સ્ટુડન્ટ વિઝાની કેટેગરીમાં પસંદગીના વિકલ્પોની જાણકારી 'અભિયાન'માં નિયમિત મળતી રહે તો તે વિદેશ જનાર…
મિતાલી જોષી, કોડીનાર
રેલવેના ભવ્ય ઇતિહાસની ઝાંખી... 'ભાવનગર રેલવેનો વારસો હવે મ્યુઝિયમમાં સચવાશે...' માં વિગતો વાંચી આનંદ થયો. ખાસ તો આપણી રેલવે દુનિયાની સૌથી વિશાળ નેટવર્ક ધરાવતી પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ છે. દર દાયકે ભારતીય રેલ કંઈક ને કંઈક ઇનિશિયેટિવ ડ્રાઇવ…
દીપક સુરાણા, રાજકોટ
શરીરના 'ઓરા' : વાઇબ્રેશન એનર્જી રંગોનું પર્વ હોળીના ઉપક્રમે 'અભિયાને' (૩૦ માર્ચનો અંક) રસપ્રદ વાંચનસામગ્રી પીરસી. 'શરીરનાં સાત ચક્રો સાથે જોડાયેલાં છે વિવિધ રંગો'માં શરીરના ઓરા ફોટોગ્રાફીની વિગતો જાણી આશ્ચર્ય થયું. ઓરા ફોટોગ્રાફીની વિગતો…
વિરેન પટેલ, આણંદ
પ્રાથમિક સુવિધાઃ ડેડલાઇનનો અભાવ... 'બગોદરા-વાસદ હાઈવેનું કામ દસ વર્ષથી મંથર ગતિએ...' રિપોર્ટમાં ગંભીર બાબતો ઉજાગર થઈ. પ્રજા માટેની પાયાની સવલતોમાં દસ વર્ષ સુધીનો સમય નીકળી જાય તે સરકાર માટે શરમજનક બાબત કરતા સરકારના લોકોપયોગી વહીવટી કાર્યોને…
હિતેશ સોની, મુન્દ્રા
નર્મદાના નીરઃ કચ્છને થતો અન્યાય... 'નર્મદાના પાણી માટે કચ્છને સતત અન્યાય...'ની હકીકત ગંભીર ગણાય. જમીન સંપાદનનાં કારણો આગળ ધરી પ્રશ્નને ત્યાં સમેટી લેવાની મંશા પ્રશાસન માટે સૂચક બની જાય છે. કચ્છ માટે ફાળવાયેલ પાણીને હાલ અન્ય પ્રદેશોને વહેંચી…
વિનાયક આપ્ટે, નાસિક
ભગવા આતંકવાદનો રંગ ઊડી રહ્યો છે... 'ભગવા આતંકવાદનો રંગ ઊડી રહ્યો છે...' રિપોર્ટ આંખ ઉઘાડનારો રહ્યો. રિપોર્ટની વિગતો આશ્ચર્યજનક રહી. દેશમાં 'સેફ્રોન ટેરર'ની ઇમેજ ઊભી કરવા માટે કેવા કાવાદાવા અજમાવવામાં આવ્યા તેનો તાદ્રશ્ય ચિતાર જાણ્યો.…
– હિતેશ ધારેખાન, રાજકોટ
'નવી ક્ષિતિજ'માં યુવાનોના રોજગાર માટે ઉપયોગી માહિતી મળી રહે છે. 'ચૂંટણી વિશ્લેષક' માટે માહિતી મળી.
ચંદ્રશેખર દેશપાંડે, અમદાવાદ
સીદી યુવાનોઃ નવી ક્ષિતિજનો ઉદય…..'અભિયાન'ની કવર સ્ટોરી 'જાંબુરના સીદી યુવાનોની ખેલકૂદમાં ધમાલ'ની વિગતો વાંચી આનંદ થયો. 'અભિયાને' સીદી યુવાનોના કૌવત-કરતબની માહિતી વાચકો સમક્ષ મુકી યુવાનોમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની…