બિના દેસાઈ, આણંદ
કોરોના વૉરિયર્સને સલામ... કલ્પના પણ ન કરી હોય તેવી પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિથી તેના પરિવારજનો પણ દૂરી રાખતા હોય તેવા સમયે ડૉક્ટરો, નર્સ, પોલીસ, સ્મશાનના કર્મચારી પોતાના ભાગે આવેલા કાર્ય નિષ્ઠાપૂર્વક અને પોતાની…
જિજ્ઞા ત્રિવેદી, હૈદરાબાદ
લૉકડાઉનનો સમય કેવી રીતે પસાર કરવો... કોરોના વાઇરસને કારણે ઘણા દિવસો સુધી ઘરમાં રહેવાનો વારો આવ્યો. આખા દિવસમાં શું કરવું કોની સાથે જોડાવું - આ ચિંતા રહેતી. 'શરૃ કરો અંતાક્ષરી....' પ્રમાણે અમે વૉટ્સઍપ ગ્રૂપથી અંતાક્ષરી શરૃ કરી. ઉખાણા,…
હેતા સુતરિયા, જૂનાગઢ
'ચેલેન્જ' સ્વીકારી લૉકડાઉનના સમયગાળાને રોચક બનાવ્યો... લૉકડાઉનનો સમયગાળો જિંદગીમાં પહેલીવાર અનુભવ્યો. એક બાજુ વાઇરસના ચેપનો ભય, રૃટિન લાઇફમાં કડક નિયમો વચ્ચે મહિલાઓએ 'ચેલેન્જ'વાળી ગેમ રમી લૉકડાઉનનો સમયગાળો રોચક બનાવ્યાની વાત ગમી. મહિલાઓને…
હિમાંશુ જાની, પોરબંદર
કોરોનાનાં કાર્ટૂન્સ... કોરોનાની ભયાનકતા વચ્ચે કાર્ટૂન્સથી થોડી હળવાશ અનુભવી. કોરોનાના માહોલમાં લૉકડાઉનની સમાજજીવનની અસરોને કાર્ટૂન્સમાં હૂબહૂ રજૂ કરી. દરેક કાર્ટૂન્સ ગમ્યાં. લૉકડાઉનમાં ઘરમાં પત્નીની જોહુક્મી અને બહાર નીકળ્યા તો પોલીસની…
સતીષ આપ્ટે, નાસિક
જૈવિક શસ્ત્રોનું કોઈ મારણ નથી... દુનિયાની મહાસત્તાઓ વિસ્તારવાદ અને પ્રભુત્વ સાથેની સત્તા હાંસલ કરવા જૈવિક શસ્ત્રોનું નિર્માણ કરી રહી છે. 'જૈવિક અને રાસાયણિક હથિયારોના ખતરનાક પ્રયોગો...'માં વિગતો વાંચી મસ્તક શૂન્યસ્થ થઈ ગયું. આ એવાં હથિયારો…
જય ઠક્કર, રાજકોટ
જૈવિક હથિયારો ઃ માનવ-સંહારના વરવા પરિણામો દેખાડશે... જૈવિક હથિયારો અને રાસાયણિક હુમલાઓની ચેતવણી યુનાઇટેડ નેશન્સે ઉચ્ચારી છે. તેને નજરઅંદાજ ન કરી શકાય. જે દેશ જૈવિક હથિયારો બનાવે છે અથવા રાસાયણિક હુમલા માટે સજ્જ છે તેની સામે યુનાઇટેડ નેશન્સે…
રેખા મુલાણી, ભાવનગર
મંદીના સમયગાળામાં જોબ શોધવા માટેની ઉપયોગી માહિતી મળી. કેવી જોબ હાલના સંજોગોમાં મળે તે જાણ્યું. -
ભાવેશ બ્રહ્મભટ્ટ, નડિયાદ
કોરોના સંકટમાં પારિવારિક પ્રેમની કસોટી... લૉકડાઉન એવો સમય આવ્યો કે પરિવારના સૌ સભ્યો ઘણા લાંબા સમય સુધી એક સાથે રહ્યાં. આ સમયગાળામાં સૌના ગમા-અણગમા અને પરિવારજનો સાથે કેવું વર્તન કરવું તેની સમજ કેળવાઈ.
બિરેન બાવીશી, બારડોલી
ઐતિહાસિક સ્મારકોને સરકારી તાબામાંથી મુક્ત કરવાનો સમય પાકી ગયો... 'ક્રાંતિ તીર્થની દશા બીજા સ્મારકો જેવી ન થાય....' લેખ આંખ ઉઘાડનારો રહ્યો. સ્મારકો અને સ્થાનકોની જાળવણી-નિભાવ ખર્ચ સરકારી ખજાનામાંથી આવતો રહેશે ત્યાં સુધી ગેરવ્યવસ્થા રહેવાની…
ચિરંતન દવે, અમદાવાદ
યુદ્ધનાં શસ્ત્રો-સ્થાનો બદલાયાં... કોરોના વાઇરસનો ફેલાવો એક પ્રકારે યુદ્ધનો પયાર્ય જ બની ગયો. યુદ્ધની ડેફિનેશનમાં આપણે એવું જાણતા કે દેશના સીમાડા પર અને શસ્ત્રો સાથે લડાતું, પણ હવે આ જૈવિક-રાસાયણિક હથિયારોવાળું યુદ્ધ મોટી બરબાદી કરી શક્યું…